SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ સર્ગ ૫ મે અતિવીર્ય રાજાએ તમને તેડાવ્યા છે. તે સમયે લમણે પૂછ્યું કે-નંદાવર્તપુરના રાજા અતિવીર્યને ભરત રાજા સાથે વિરોધ થવાનું કારણ શું છે?” દૂત બોલ્યો કે-“મારા સ્વામી અતિવીર્ય ભરતરાજા પાસેથી ભક્તિને ઈચ્છે છે, ભરત તેમની ભક્તિ કરતા નથી એ વિરોધનું કારણ છે. તે સાંભળીને રામે દૂતને પૂછ્યું- હે દૂત! અતિવીર્ય રાજાની સાથે યુદ્ધ કરવાને શું ભરત રાજા સમર્થ છે કે જેથી તે તેની સેવા કરવાને કબુલ કરતું નથી ?” દૂતે કહ્યું અતિવીર્ય ઘણા બળવાન છે અને ભરતરાજા પણ સામાન્ય નથી, તેથી તે બનેમાંથી કોને વિજય થશે તે સંશય છે. આ પ્રમાણે કહેતા દૂતને હું સવર આવું છું” એમ કહીને મહીધર રાજાએ તેને વિદાય કર્યો. પછી તેણે રામચંદ્રને કહ્યું-“અહો ! અ૯૫બુદ્ધિવાળા તે અતિવીર્યની કેવી અજ્ઞાનતા છે કે જે મને ભરતની સાથે યુદ્ધ કરવાને બોલાવે છે, માટે હવે ભારત સાથેનું સૌઠુદપણું અને તેની સાથેનું દુમનપણું જણાવ્યા વગર મોટી સેના સાથે ત્યાં જઈ ભરતના શાસનની જેમ હું તેને હણી નાંખીશ.” રામ બોલ્યા “રાજન્ ! તમે અહીં જ રહે. તમારા સૌન્ય અને પુત્રો સહિત હું ત્યાં જઈશ અને યથાયોગ્ય કરીશ.” મહીધરે તેમ કરવાને કબુલ કર્યું, એટલે તેના પુત્રને અને રીન્યને સાથે લઈને રામચંદ્ર, લક્ષમણ તથા સીતા સહિત નંદ્યાવર્તપુર સમીપે ગયા. રામે તે નગરના ઉદ્યાનમાં સૈન્યનો પડાવ નાંખ્યો. તે વખતે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવતાએ આવી રામભદ્રને કહ્યું કે હે મહાભાગ! તમારી શી ઈચ્છા છે ? જે હોય તે કહો. હું તે કરવાને તૈયાર છું. રામે કહ્યું- શું કરવાનું છે ?” ત્યારે દેવતા બોલ્યા- “જો કે બીજું બધું યેગ્ય છે, તથાપિ એક ઉપકાર હું કરું છું, તે એ કે “રાજા અતિવીર્ય સ્ત્રીઓથી જીતાયો’ એવી તેની અપકીર્તિ ફેલાવવાને માટે હું સૈન્ય સહિત તમારૂં કામિક સ્ત્રીનું રૂપ કરી દઉં છું,” આ પ્રમાણેકહીને તેણે તત્કાળ બધું સૈન્ય સ્ત્રી રાજ્ય હોય તેમ સ્ત્રીરૂપે કરી નાંખ્યું. રામ અને લક્ષ્મણ પણ સુંદર સ્ત્રી થઈ ગયા. પછી રામ ન્ય સહિત રાજમંદિર પાસે આવ્યા, અને “મહીધર રાજાએ તેમને સહાય કરવાને આ સૈન્ય મોકલ્યું છે એમ દ્વારા પાળદ્વારા અતિવીર્ય રાજાને જણાવ્યું. અતિવીર્ય બે કે-“મહીધર રાજા પિતે આવ્યું નહીં, તે બહુમાની અને મરવાને ઈચ્છતા એવા તે રાજાના રૌન્યથી પણ સયું, હું એકલો ભરતને જીતી લઇશ. મારે સહાયની શી જરૂર છે? માટે એ અપકીતિ કરનારા તેના સૈન્યને સત્વર પાછું કાઢી મૂકે.” તે વખતે કઈ માણસ બો–દેવ ! મહીધર રાજા કેવળ પોતે આવ્યું નથી એટલું જ નહીં પણ તેણે તમારું હાસ્ય કરવાને સૈન્ય પણ સ્ત્રીઓનું કહ્યું છે.” તે સાંભળીને નંદ્યાવર્ત પુરના રાજા અતિવીર્યને ઘણે દેધ ચડ્યો, તેથી રામ વિગેરે સર્વ સ્ત્રીરૂપે રાજદ્વાર પાસે આવીને ઊભા રહ્યા હતા તેને માટે પોતાના સેવકોને તેણે આજ્ઞા કરી કે “આ સ્ત્રીઓને દાસીઓની જેમ ગ્રીવાએ પકડી પકડીને આપણું નગરની બહાર કાઢી મૂકે.” તત્કાળ તેના મહાપરાક્રમી સામંતો સેવક સહિત ઉઠી તે સ્ત્રીરીન્યને ઉપદ્રવ કરવા પ્રવર્યા. એટલે લમણે એક હાથવડે હાથીને બાંધવાને આલાનસ્તંભ ઉખેડી તેને જ આયુધ કરી તેના વડે સર્વને ભૂમિપર પાડી દીધા. સામતને ભંગથી અતિવીર્યને ઘણે ક્રોધ ચડે, તેથી એક ભયંકર ખગ ખેંચીને તે પોતે યુદ્ધ કરવા સામે ઊઠયો. તરતજ લક્ષ્મણે તેનું ખડ્રગ ખેંચી લઈને તેને કેશ પકડીને ખેંચ્યા અને તેના જ વસ્ત્રોથી તેને બાંધી લીધે. પછી મૃગને વાઘ પકડે તેમ પકડીને તેને નરવ્યાઇ લક્ષ્મણ, ત્રાસ પામવાથી ચપલ લોચનવાળા નગરજનો એ જેવાતા સતા લઈ ચાલ્યા. તે વખતે દયાળુ સીતાએ તેને છોડાવે, અને લક્ષ્મણે તેની પાસે ભરતની સેવા કરવાનું કબુલ કરાવ્યું. પછી ક્ષેત્રદેવતાએ સર્વનું સ્ત્રીરૂપ સંહરી લીધું એટલે અતિવી રામ લક્ષ્મણને ઓળખ્યા, તેથી તેમની અનેક પ્રકારે સેવાભક્તિ કરી. પછી એ માની રાજાને પોતાના
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy