SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૭ મુ ૫૭ આવીને જનકની ભૂમિ ઉપર ઉપદ્રવ કરવા લાગ્યા. કલ્પાંત કાળના સમુદ્રજળની જેમ તેમના નિરોધ કરવાને અસમર્થ એવા જનકે દશરથ રાજાને ખેલાવવા માટે એક દૂત મેાકલ્યા. મોટા મનવાળા દશરથે તે આવેલા દૂતને સસભ્રમથી ખેલાવી પેાતાની પાસે બેસારીને જે કા માટે આ હાય તે કહેવા કહ્યું. કૂત ખાલ્યા- “હે મહાભુજ ! મારા સ્વામીને અનેક આપ્ત પુરૂષો છે, પણ આત્માની જેમ તેઓના હૃદયમિત્ર તેા એક તમે જ છે, રાજા જનકને સુખદુ:ખમાં ગ્રહણ કરવા યાગ્ય તમે જ છે. અધુના તેએ વિધુર છે તેથી તેઓએ કુળદેવતાની જેમ તમારૂ' સ્મરણ કર્યું' છે. વૈતાઢગિરિની દક્ષિણમાં અને કૈલાસ પર્વતની ઉત્તરમાં ભયંકર પ્રજાવાળા ઘણા અનાર્ય જનપદો છે. તેમાં ખબ રકુળના જેવા અ - ખÖર નામે દેશ છે. તે દારૂણ આચારવાળા પુરૂષોથી અત્યંત દારૂણ છે. તે દેશના આભૂષણરૂપ મયૂરસાલ નામે નગર છે. તેમાં આતર્ગતમ નામે અતિદારૂણ મ્લેચ્છ રાજા છે. તેના હજારો પુત્રો રાજા થઈને શુષ્ક, મકન અને કાંઠેાજ વિગેરે દેશોને ભેગવે છે. હમણાં તે આતરગતમ રાજાએ અક્ષય અક્ષેાહિણી (સેના)વાળા તે સર્વ રાજાએ સહિત આવીને જનક રાજાની ભૂમિને ભાંગી નાંખી છે. તે દુરાશયાએ પ્રત્યેક સ્થાને ચૈત્યાના નાશ કર્યા છે. તેને જન્મ પત પહેાંચે તેટલી સંપત્તિ મેળવવા કરતાં પણ ધર્માંમાં વિઘ્ન કરવુ' વિશેષ ઇષ્ટ છે; માટે અત્યંત ષ્ટિ એવા ધર્મનુ ં અને જનક રાજાનુ તમે રક્ષણ કરો. તે ખનેના તમે પ્રારૂપ છે.” આ પ્રમાણેનાં કૃતનાં વચનસાંભળીને તત્કાળ દશરથ રાજાએ યાત્રાભેરી વગડાવી. સત્પુરૂષા સત્પુરૂષોની રક્ષા કરવામાં કદી વિલંબ કરતા નથી, તે વખતે રામે આવીને પિતા પ્રત્યે કહ્યું કે-હે પિતા ! મ્લેચ્છ લેાકેાના ઉચ્છેદ કરવાને માટે તમે જાતે જશેા, ત્યારે અનુજબ સહિત આ રામ અહીં શુ` કરશે ? પુત્રના સ્નેહને લીધે તમે અમને અસમર્થ ગણા છે, પણ ઇક્ષ્વાકુવંશના પુરૂષોમાં જન્મથી જ પરાક્રમ સિદ્ધ છે; માટે હે પિતા ! તમે પ્રસન્ન થઇને વિરામ પામેા, અને સ્વેચ્છાના ઉચ્છેદ કરવાની મને આજ્ઞા આપેા. થાડા કાળમાં તમે આપના પુત્રની જયવાર્તા સાંભળશે. આ પ્રમાણે કહી મહા પ્રયત્ને રાજાની આજ્ઞા મેળવી રામ પોતાના અનુજબ ધુઓ સહિત મોટી સેના લઈ ને મિથિલાપુરીએ ગયા. જેમ મોટા વનમાં ચમૂરૂ, હાથી, શાલ અને સિહો દેખાય તેમ તેણે નગરીના પરિસર ભાગમાં મ્લેચ્છ સુભટને દીઠા, જેમની ભુજાઓમાં રણ કરવાની કંડુ (ખરજ) આવે છે અને જેએ પેાતાને વિજયી માને છે એવા તે મ્લેચ્છા તત્કાળ તે મહાપરાક્રમી રામને ઉપદ્રવ કરવા લાગ્યા. રજને ઉડાડનારા મહાવાયુ જેમ જગતને અધ કરે, તેમ તેઓએ ક્ષણવારમાં રામના સૈન્યને અસ્ત્રા વડે આંધળું કરી દીધું. તે વખતે શત્રુઓ અને તેમનુ સૌન્ય પેાતાની જીત માનવા લાગ્યુ, જનકરાજા પોતાનું મરણુ માનવા લાગ્યા અને લોકો પોતાના સહાર ધારવા લાગ્યા; એટલામાં તે હ માનતા રામે ધનુષને પછ ઉપર ચડાવ્યું, અને રણનાટકના વાજી રૂપ તેના ટંકાર શબ્દ કર્યા. પછી પૃથ્વીપર રહેલા દેવની જેમ ભ્રગુટીના ભંગને પણ નહિ કરતા રામે ભૃગાને શિકારીની જેમ તે ધનુષ્યવડે કાટી સ્વેચ્છાને વીધી નાંખ્યા. આ જનક રાજા રાંક છે, તેનુ સૈન્ય એક સસલા જેવુ છે, અને તેની સહાય કરવાને આવેલુ સૌન્ય તેા પ્રથમથી જ દીનતાને પામી ગયું છે; પણ અરે! આ ખાણે! આકાશને આચ્છાદન કરતાં ગરૂડની જેમ અહીં આવે છે તે કાનાં હશે ?” તેમ પરસ્પર ખેલતા આંતર'ગાદિક મ્લેચ્છ રાજાએ કેપ અને વિસ્મય પામી નજીક આવીને રામની ઉપર એક સાથે અદૃષ્ટિ કરવા લાગ્યા. દુરાપતિ, દઢાતિ અને શીઘ્રવેધી ૧ પર્યંત વિશેષ ૨ દેશે. ૮
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy