SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ કથાનુયોગના ચિત્રકાર તરીકે હેમચંદ્રાચાર્ય પૂરેપૂરા ફતેહમંદ ઉતર્યા છે, અને તેઓનું ચિત્ર તદ્દન દોષરહિત હાઈ વાંચનાર અને સાંભળનારને આનંદ સાથે બેધ આપે છે. કવિ તરીકે તેઓની ફત્તેહ પાશ્ચિમાત્ય વિદ્વાનો પણ સ્વીકારી ચૂકયા છે અને પરિશિષ્ટ પર્વની પ્રસ્તાવનામાં પ્રો. જેકેબી કવિ તરીકે તેમને ઉત્તમ સ્થાન આપે છે. તે પ્રોફેસર તેમને માટે લખે “શબ્દાનુશાસન જેવા મહાવ્યાકરણના રચનાર, અભિધાનચિંતામણિ જેવા કેષના રચનાર અને અંદાનુશાસન જેવા પિંગળના રચનાર તથા કાવ્યાનુશાસન જેવા કાવ્યો પર ગ્રંથો રચનારની વિદ્વત્તા કઈ પણ પ્રકારની ભૂલે દૂર કરવાને માટે પૂરતી હતી, છેવટે તે લખે છે કે...Still he has done his work cleverly and he has succeeded in producing a narrative which the reader will paruse with as much pleasure and interest as many works of greater pretension. (આટલું છતાં હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ અતિ નિપુણતાથી રચેલે છે અને પોતાની કથા વાંચકવર્ગ સમક્ષ મૂકવામાં તેઓ એટલા બધા ફત્તેહમંદ થયા છે કે આથી વધારે સારા ગ્ર થો હેવાનો સંભવ ન રાખતાં અપૂર્વ પુસ્તકોની જેટલા જ આનંદ અને હોંશથી વાંચનાર આ ગ્રંથ વાંચશે) - અમે કેટલીક તપાસ કર્યા પછી એવા નિર્ણય પર આવ્યા છીએ કે આ ગ્રંથ સંવત ૧૨૨૦ માં લખાયો છે. એ સંબંધી યોગ્ય પુરાવા અને દલીલે શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રમાં વિસ્તારથી આપવામાં આવી છે. રાજ્યવહીવટની દરેક બાબત પર ધ્યાન રાખનાર, રાજ્યસભામાં દરરોજ જનાર અને સતત ગ્રંથ રચવાના અભ્યાસી એવા અસાધારણ બુદ્ધિબળવાળા કલિકાળમાં સર્વજ્ઞતુલ્ય થયેલા આ સૂરિએ રાજસભામાંથી ઉપાશ્રયે આવતાં જ હાથમાં કલમ લઈ જે અનુપમ ગ્રંથો બનાવ્યા છે તે ખરેખર જૈન કેમનો મોટો વારસો છે અને તે વારસો જાળવી રાખવા માટે જેન કેમે તત્પર તેમજ મગરૂબ થવું જોઈએ. આ પ્રમાણે દશે પર્વની ઉપયોગિતા અને ગ્રંથકર્તાની ખૂબીનું જરા જરા ચિત્ર આપી હવે આ ગ્રંથના દશ પર્વોમાં વેસઠ મહાપુરુષોનાં ચરિત્રો કેવી રીતે સમાવ્યાં છે તે બતાવવાની આવશ્યકતા છે. ૧ પહેલા પર્વમાં શ્રી આદીશ્વર પ્રભુ અને ભરતચક્રી મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે. ૨ બીજા પર્વમાં શ્રી અજિતનાથજી તથા સગરચક્રો ભળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે. ૩ ત્રીજા પર્વમાં શ્રી સંભવનાથજીથી શીતળનાથજી પર્યત આઠ તીર્થકરોનાં ચરિત્રો છે. ૪ ચેથા પર્વમાં શ્રી શ્રેયાંસનાથજીથી ધર્મનાથજી સુધી પાંચ તીર્થકરોનાં અને પાંચ પાંચ વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં તથા મઘવા ને સનતકુમાર એ બે ચક્રીનાં મળી ૨૨ મહાપુરુષોનાં ચરિત્ર છે. ૫ પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથનું જ ચરિત્ર છે, પણ તેઓ એક ભવમાં તીર્થંકર ને ચક્રી એમ બે પદવીવાળા થયેલા હોવાથી બે ચરિત્ર ગણેલાં છે. ૬ છઠ્ઠા પર્વમાં શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પર્યંત ચાર તીર્થકરોનાં, ચાર ચક્રીનાં અને બે-બે વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં મળી કુલ ૧૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. તેમાં પણું ચાર ચક્રીમાં છે તો કુંથુનાથજી તથા અરનાથજી જ તે ભવમાં ચક્રી પણ થયેલા હોવાથી તેમને ગણેલા છે. સાતમા પર્વમાં શ્રી નેમિનાથજી, દશમા તથા અગિયારમાં ચક્રી અને આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ-રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચરિત્ર મળી ૬ મહાપુરુષોનાં ચરિત્રો છે. આ પર્વને મોટે ભાગે રામચંદ્રાદિનાં ચારિત્રમાં રોકાયેલો હોવાથી તે જૈન રામાયણ તરીકે ઓળખાય છે. આઠમા પર્વમાં શ્રી નેમિનાથજી તથા નવમાં વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ-કણ, બળભદ્ર તથા જરાસંધના મળી ૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. પાંડવો નેમિનાથજીના સમકાલીન હોવાથી તેમનાં ચરિત્રોને સમાવેશ પણ આ પર્વમાં કરેલો છે. ૯ નવમા પર્વમાં શ્રી પાર્શ્વનાથજી તથા બ્રહ્મદત્ત નામના બારમા ચક્રીના મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy