SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૮ મે. શ્રી શીતળનાથ ચરિત્ર, ચંદ્રનાં કિરણાની જેમ કુવલયને બેધ કરનારા શ્રી શીતળનાથ પ્રભુના ચરણા તમાને મોક્ષ આપનારા થાઓ. ત્રણ જગત્ની શ્રોત્રઇન્દ્રિયને શીતળ કરનારું આ શીતળ ભગવાનનુ` ચરિત્ર હવે કીત્તન કરવામાં આવશે, પુષ્કરવર દ્વીપામાં પૂર્વવિદેહક્ષેત્રના આભૂષણરૂપ વજ્ર નામના વિજયમાં સુસીમા નામે એક ઉત્તમ નગરી છે. અનુત્તર વિમાનવાસીએમાંથી જાણે કોઈ દેવ અહીં આવેલ હાય તેવા સર્વ રાજાઓમાં ઉત્તમ પદ્મોત્તર નામે ત્યાં રાજા હતા. તે રાજાનુ' શાસન કોઈનાથી ઉલ્લઘન થઈ શકતું નહીં, અને તે સર્વ પ્રાણીઓ ઉપર કા રાખતા તેથી તેનામાં વીર અને શાંતરસ બંને જાણે સાદર હોય તેમ સાથે રહેતા હતા. જેમ ધનપતિ પાતાના ભંડારના રક્ષણમાં અને તેની વૃદ્ધિ કરવામાં જાગ્રત ( ઉદ્યમવંત) રહે તેમ એ રાજા અનેક નિર્વિઘ્ન ઉપાયાથી તેને ( ધમને) વધારતા વધારતા નિત્ય ધર્મારાધનમાં જાગ્રત રહેતા હતા. ‘ આજે કે કાલે આ સંસારના ત્યાગ કરૂ'' એવુ. ચિંતન કરતા તે રાજા વિદેશી પ્રાડુણાની જેમ સંસારવાસમાં અનાસ્થાથી (ઊ ંચે મને ) રહેતા હતા. એમ કરતાં કરતાં ચાગ્ય અવસર મળ્યે એકાદ પાષાણુના કટકાની જેમ તેણે પેાતાના વિસ્તારી રાજ્યને છેાડી દઈ ને ત્રિસ્તાઘ નામના સૂરિની સમીપે દીક્ષા ગ્રહણ કરી, અતિચાર રહિત ત્રતાને આચરતા એવા એ સુબુદ્ધિમાન રાજમુનિએ આગમાકત સ્થાનકાના આરાધનવડે તીર્થંકરનામક ઉપાર્જન કર્યું. વિવિધ અભિગ્રહાથી અને તીવ્ર તપેાથી સ આયુષ્યનુ નિમન કરી પ્રાંતે તેઓ પ્રાણત નામના દશમા દેવલાકના અધિપતિ થયા. આ જ'દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે લક્ષ્મીથી સુંદર ભલિપુર નામે એક શ્રેષ્ઠ નગર છે. સમુદ્રના વલય વડે જ ખૂદ્રીપની જગતિ શાભે છે તેમ ચાતરફ આવેલી ખાઈના વલયવડે એ નગરના સુવર્ણ મય કિલ્લા શાભી રહેલા હતા. સાય કાલે બજારની પ`ક્તિમાં થતી દીવાઓની શ્રેણી નગરલક્ષ્મીની જાણે સુવણૅની કંઠી હોય તેવી જણાતી હતી. મોટી સમૃ– દ્ધિથી ભુજ...ગર અને વૃંદારક જનાને વિલાસ કરવાના સ્થાન રૂપ એ નગર ભાગવતીક અને અમરાવતીનાપ સારથીજ જાણે વસેલું હોય તેમ જણાતું હતું. તે નગરમાં વસતા ધનાઢચ પુરૂષષ ઉત્સવમાં જેમ સ્વજનને જમાડે તેમ પાતાની દાનશાળાઓમાં ભેાજનાથી લેાકાને વિવિધ જાતના ભેાજના જમાડતા હતા. તે નગરમાં શત્રુઓના મડલને નમાડનાર દૃઢર્થ નામે રાજા હતા. તે સમુદ્રની જેમ આખા ભૂમડલને વ્યાપીને રહેલા હતા. મોટા મહિષઓ પણ તેના ગુણાનું વર્ણન કરતા હતા; તે વખતે જાણે પોતાના અવગુણ્ણાનુ વર્ણન કરતા હોય તેમ તે અધિક અધિક લજજા પામતા હતા. શત્રુઓની પાસેથી ખલા ૧ ચ‘દ્રવિકાશી કમળ, પક્ષે પૃથ્વીનું વલય–સુરાસુર મનુષ્યાદિ. ૨ ભુજંગ એટલે નાગદેવ અને નગરપક્ષે વિલાસી પુરુષા. ૩ વૃંદારક એટલે દેવતા અને નગરપક્ષે મુખ્ય પુરુષા. ૪ નાગ દેવતાની નગરી. ૫ વૈમાનિક દેવતાની નગરી.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy