SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૩ જું હેય અને લક્ષમી વડે જાણે રૈવેયકવાસી દેવતા હોય તે સુગ્રીવ નામે રાજા હતો. તેની આજ્ઞા નગર, અરણ્ય, સાગર અને પર્વતોને વિષે કઈ ઠેકાણે મંત્રસિદ્ધ આયુધની જેમ અટકતી નહોતી. પર્વતની જેમ તેનાથી ઉત્પન્ન થયેલી નીતિરૂપ સરિતા કીર્તિરૂપ કલેલવાળા જળને વહન કરતી સમુદ્ર સુધી પ્રસરેલી હતી. સર્વ રાજાઓમાં શિરોમણિ એ રાજાને યશરાશિરૂપ સાગર બીજા સર્વ ભૂભતો (રાજાપક્ષે પર્વત) ની પ્રસરેલી કીર્તિરૂપ સરિતાઓને ગ્રાસ કરી જતો હતો. સર્વ દેશે રહિત, નિર્મલ ગુણોથી અભિરામ અને સર્વ રામા (સ્ત્રી)ઓમાં શિરમણિ રામા નામે તેને એક પત્ની હતી. ગગનમાં ચંદ્રકાંતિની જેમ સ્વાભાવિક સૌદર્યની ભૂમિરૂપ અને દષ્ટિઓને આનંદ આપનારી આ ભૂતલ ઉપર તે એકજ સ્ત્રી હતી. બંને શુદ્ધ પક્ષથી શોભતી અને મધુરસ્વરવાળી એ રાણી રાજહંસીની જેમ હમેશાં પતિના માનસરૂપ માનસરોવરમાં રહેતી હતી. તેના અનુપમ રૂપથી પરાજય પામેલી રતિ રતિને પામતી નહીં અને પ્રીતિ પ્રીતિને પામતી નહીં. પરસ્પરને અનુરૂપ એવા એ રાજા સુગ્રીવ અને રાણી રામાનો વખત રોહિણી અને ચંદ્રની જેમ અનેક પ્રકારની ક્રીડા કરતાં નિર્ગમન થતું હતું. - અહીં વૈજયંત વિમાનમાં રહેલો મહાપદ્મ રાજાને જીવ તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, ફાલ્ગન માસની કૃષ્ણ નવમીને દિવસે ચંદ્ર મૂલ નક્ષત્રમાં આવતાં ત્યાંથી ત્ર્યવીને રામાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે દેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં હસ્તી વિગેરે ચૌદ મહા સ્વ મુખમાં પ્રવેશ કરતાં જોયાં. હિમાચલમાંથી નીકળતી ગંગા નદી પિતાની અંદર કીડા કરતા ગજેદ્રના બાળકને જેમ ધારણ કરે તેમ રામાદેવીએ જગના આધારભૂત પ્રભુને ગર્ભમાં ધારણ કર્યા. પછી પૂર્ણ સમય થતાં માગશર માસની કણ પંચમીએ મલ નક્ષત્રમાં ચંદ્ર આવતાં મગરના ચિન્હ યક્ત શ્વેત વર્ણવાળા એક પુત્રરત્નને દેવીએ જન્મ આપ્યું. તે વખતે ભેગંકરાદિ છપ્પન દિકુમારીઓએ આવી પ્રભુ તથા પ્રભુની માતાનું સૂતિકા કર્મ કર્યું. પછી સૌધર્મ કલ્પને અધિપતિ અભિયેગ્ય દેવતાની જેમ આવી પ્રભુને ગ્રહણ કરી ભક્તિથી મેરૂ પર્વતના શિખર ઉપર લઈ ગયો, અને તેની ચૂલિકા ઉપર દક્ષિણ તરફ રહેલી પાંડુકબલા નામની શિલા પર રહેલા સિંહાસનને વિષે પ્રભુને ખોળામાં રાખીને બેઠે. ત્યાં અશ્રુત ભક્તિવાળા અશ્રુતાદિક ત્રેસઠ ઈદ્રાએ તીર્થના જળથી પ્રભુને સ્નાન કરાવ્યું. પછી પહેરેગીર જેમ પિતાનો પહેરે પૂર્ણ થયા પછી પિતાની રક્ષણીય વસ્તુ બીજા પહેરેગીરને સેપે, તેમ સૌધર્મેન્દ્ર ઈશાનપતિને પ્રભ સાંયાં. અને ઇશાનપતિના ઉલ્લંગમાં રહેલા પ્રભુને વૃષભના શગમાંથી નીકળેલા સુગંધી જળવડે તેણે સ્નાન કરાવ્યું; પછી નવીન અંગરાગોથી ચર્ચા કરીને તથા આભૂષણદિકથી અર્શીને અને આરતી ઉતારીને શક્ર ઈદ્ર પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. ધર્મરૂપી હવેલીને દઢ સ્તંભરૂપ, સમ્યફ જ્ઞાનરૂપી અમૃતના દ્રહ રૂપ અને જગતને “ આનંદ આપવામાં મેઘરૂપ એવા હે ત્રિભુવનપતિ ! તમે જય પામે. હે જગદીશ ! “ તમારા એક જુદા જ પ્રકારના અતિશયને અમે શું કહીએ કે જે તમારા મહાસ્ય ગુણથી ખરીદ થયેલા આ ત્રણલોક તમારા દાસપણું ને પામેલા છે. જેવી રીતે તમારો દાસ પણાથી હું પ્રકાશું છું–શભુ છું, તેવી રીતે મારા સ્વરાજ્યથી પણ હું ભતો નથી, કારણકે ચરણના કડામાં જડેલું રત્ન જેવું શેભે છે તેવું પર્વત ઉપર પડેલું શોભતું ૧. માતૃપક્ષ અને પિતૃપક્ષ—હંસ પક્ષે બને ઉજજવળ, પાંખે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy