SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આ ભાગમાં આવેલા ૪ ૫માં કયા કયા મહાપુરૂષનાં ચરિત્રે આવેલાં છે તે આ નીચે ટૂંકામાં બતાવવામાં આવે છે. " પર્વ ત્રીજામાં આઠ સગ છે. તેમાં ૧ સર્ગ પહેલામાં–શ્રી સંભવનાથજીનું ચરિત્ર. ૨ સર્ગ બીજામાં–શ્રી અભિનંદન સ્વામીનું ચરિત્ર, ૩ સર્ગ ત્રીજામાં–શ્રી સુમતિનાથજીનું ચરિત્ર, ૪ સર્ગ ચેથામાં–શ્રી પદ્મપ્રભ પ્રભુનું ચરિત્ર, ૫ સર્ગ પાંચમામાં–શ્રી સુપાર્શ્વનાથજીનું ચરિત્ર. ૬ સર્ગ છઠ્ઠામાં–શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર. ૭ સર્ગ સાતમા માં- શ્રી સુવિધિનાથજીનું ચરિત્ર. ૮ સર્ગ આઠમામાં શ્રી શીતળનાથજીનું ચરિત્ર. પર્વ ચોથામાં સર્ગ સાત છે. તેમાં ૧ સર્ગ પહેલામાં–શ્રી શ્રેયાંસનાથજીનું તથા પહેલા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ ત્રિપુષ્ટ, અચળ ને અગ્રીવનાં ચરિત્ર. ૨ સગે બીજામાં–શ્રી વાસુપૂજ્યજીનું તથા બીજા વાસુદેવ, બળદેવ ને ને તારકનાં ચરિત્રો. ૩ સર્ગ ત્રીજામાં–શ્રી વિમળનાથજીનું તથા ત્રીજા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ સ્વયંભૂ, ભદ્ર ને મેરકનાં ચરિત્ર. ૪ સર્ગ ચેથામાં-શ્રી અનંતનાથજીનું તથા ચેથા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ પુરૂષોત્તમ, સુપ્રભ ને મધુનાં ચરિત્ર. ૫ સર્ગ પાંચમામા-શ્રી ધર્મનાથજીનું તથા પાંચમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ પુષસિંહ, સુદર્શન ને નિશુંભનાં ચરિત્ર. ૬ સર્ગ છઠ્ઠામાં–ત્રીજા મઘવા ચક્રવત્તનું ચરિત્ર, ૭ સર્ગ સાતમા માં–થા સનત્કુમાર ચક્રવર્તીનું ચરિત્ર. પર્વ પાંચમામાં સર્ગ ૫ છે. - તેમાં શ્રી શાંતિનાથજીનું તથા તેમના પુત્ર ચક્રાયુધનું ચરિત્ર છે. ૧ સ પહેલામાં-પ્રથમ પાંચ ભવનું વર્ણન. પહેલે ભવે શ્રીષેણ રાજાને અભિનંદિતા રાણી, બીજે ભવે ઉત્તર કુરૂમાં યુગલિક, ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવતા, એથે ભવે અમિતતેજ વિદ્યાધર તે ત્રિપૃષ્ટ વાસુદેવના પુત્ર શ્રી વિજય અને પાંચમે ભવે દશમા દેવલોકમાં દેવતા થયા તેનું સવિસ્તર ચરિત્ર છે. ૨ સગે બીજામાં–છટ્ટા ને સાતમા ભવનું વર્ણન-છઠ્ઠ ભાવે અપરાજિત નામે બળદેવ અને અનંતવીર્ય નામે વાસુદેવ મહાવિદેહક્ષેત્રમાં થયા, પ્રાંતે બળદેવ બારમા દેવલોકના ઈદ્ર થયા અને વાસુદેવ પહેલી નરકે ગયા. ત્યાંથી નીકળી વાસુદેવને જીવ મેઘનાદ વિદ્યાધર થયા અને ચારિત્ર આરાધીને તે પણ બારમે દેવલેકે ઈદ્રના સામાનિક દેવ થયા તેનું અસરકારક ચરિત્ર છે. ૩ સણ ત્રીજામાં–આઠમાં ને નવમા ભવનું વર્ણન-આઠમા ભાવમાં અમ્યુચ્યવને મહાવિદેહક્ષેત્રમાં ક્ષેમંકર તીર્થ કરના પુત્ર જયુધ નામે ચક્રવત્તી થયા; અને તેના સામાનિક દેવ હતા તે તેના પુત્ર સહસ્ત્રાયુધ થયા. પ્રાતે દીક્ષા લઈને બંને નવમા ભવે ત્રીજા સૈવેયકમાં અનિંદ્ર દેવતા થયા તેમનું ચમત્કારિક ચરિત્ર છે. - ૪ સર્ગ ચેથામાં-દશમા ને અગ્યારમા ભવનું વર્ણન-દશમા ભવમાં બંને છવ ત્રીજા ગ્રંવેયકથી અવીને મહાવિદેહક્ષેત્રમાં ઘનરથ તીર્થ કરના મેઘરથ અને દસરથ નામે પુત્ર થયા. તે ભવમાં મેઘરથે
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy