SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૬ ઠ્ઠી. શ્રી ચંદ્રપ્રભ ચરિત્ર ચંદ્રની કાંતિની જેમ મેહરૂપી મોટા અંધકારને નાશ કરનારી અને આનંદને આપનારી ચંદ્રપ્રભ પ્રભુની વાણીને વંદના કરીને ભવ્ય પ્રાણીઓના મોહરૂપી મોટા બરફનો વિનાશ કરવામાં સૂર્યના આતપ જેવું શ્રી ચંદ્રપ્રભ પ્રભુના ચરિત્રનું હું કીર્તન કરીશ. ધાતકીખંડ દ્વીપના પ્રાષ્યિદેહ ક્ષેત્રના આભૂષણરૂપ મંગળાવતી વિજયમાં રતનસંચયા નામે એક નગરી છે. ભગવતી નગરીમાં શેષનાગની જેમ તે નગરીમાં ઉગ્ર પરાક્રમવાળો અને કમલની જેમ લક્ષ્મીને ગૃહરૂપ પદ્મ નામે રાજા હતો. દિવ્ય સંગીતને કરનારા ગંધને અને અપ્સરાઓને ઉલંઘન કરનારી વારાંગનાઓને પરિવાર તેની સેવા કરતે હતો. મને હર એવા દિવ્ય અંગરાગથી અને પહેરેલા રેશમી વસ્ત્રોથી તેના સર્વ અંગપર વિશેષ પ્રકારે લક્ષ્મી શોભી રહેલી હતી. અહર્નિશ બીજા રાજાઓ તેના શાસનને ઉઠાવતા હતા. તેને અખૂટ ભંડાર હતો અને તેની પ્રજા નિરંતર સ્વસ્થ રહેતી હતી. આવી રીતે એ મહારાજને સર્વ પ્રકારે લેશમાત્ર પણ દુઃખ નહોતું, તથાપિ તત્ત્વવેત્તા ઓમાં શ્રેષ્ઠ એ. તે રાજા સંસારવાસમાં વૈરાગ્યદશાને ભજતું હતું તેથી કેશરીસિંહ જેમ ગિરિરાજને આશ્રય ગ્રહણ કરે તેમ તેણે સંસાર છેદવાને માટે સુગંધર ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. વિવિધ અભિગ્રહને ધારણ કરનારા, મનને દમનારા, ઇન્દ્રિયનો નિગ્રહ કરનારા અને પિતાના શરીરમાં પણ આકાંક્ષા રહિત એવા એ રાજમુનિએ ઘણા કાળ સુધી ચારિત્ર પાળ્યું, અને છેવટે મેટા મોટા મૂલ્ય વડે મહા રત્ન ખરીદ કરે તેમ વીશ સ્થાનકોમાંથી કેટલાક સ્થાનકના આરાધન વડે દુર્લભ એવું તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું. કાળે કરી આયુષ્યને ખપાવીને વ્રત રૂપી વૃક્ષના પ્રથમ ફલરૂપ વૈજયંત નામના વિમાનમાં એ મહા તપસ્વી ઉત્પન્ન થયા. આ જબૂદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર પૃથ્વીના મુખ જેવી ચંદાનના નામે એક નગરી છે. તેમાં જળવૈભવ જે રત્નાદિક તે બહાર કાઢીને સમુદ્ર જાણે પાત્ર સદશ નિર્માણ કરી હોય તેવી અનેક રત્નોવાળી હાટની શ્રેણી શેભી રહેલી હતી, પૃથ્વી ઉપર ઉતરેલાં જાણે સંધ્યાકાળનાં વાદળાં હોય તેવા રંગબેરંગી જાતજાતની આકૃતિવાળાં ઘરે હતા, અને તેના ઉદ્યાનની અંદર મસ્તકથી ચરણ પર્યત કપરહિતપણે કાર્યોત્સર્ગ કરીને રહેલા ચારણ મુનિઓ, પુરૂષાકૃતિવાળા જાણે પર્વતે હોય તેવા જણાતા હતા. ત્યાં રાત્રિએ વાસગ્રહમાં પડેલા પિતાના પ્રતિબિંબ વડે “આ બીજી કઈ સ્ત્રી છે ?” એ ભ્રમ કરીને સ્ત્રીઓ પિતાના પતિ ઉપર કોપ કરતી હતી. તે નગરીમાં સમુદ્રની જેમ ધારણ કરી ન શકાય તેવા પુરૂષોમાં શિરોમણિ અને પિતાના રૌન્યથી પૃથ્વીને આચ્છાદન કરનાર મહાસેન નામે રાજા હતા. તેને પ્રતાપ તેના પ્રરાક્રમને પરમ ભક્ત થઈને રહેલો હતો અને ચાકરની જેમ પૃથ્વીને વિજય કરવાનું તે હંમેશાં કામ કરતો હતો. જેના શાસનને કઈ ઉલ્લંઘન કરી શકતું નહીં એ તે મહાસેન રાજા પૃથ્વી ઉપર રાજ્ય
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy