SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ જી ૪૯ પરીસહાની સેનાના તાપના જય કરતા, શરીરમાં પણ આકાંક્ષાએ રહિત, સુવર્ણ અને તૃણમાં સમાન ભાવ રાખનારા, એકાકી, મૌનધારી, એકાંત દષ્ટિ દેનારા, વિવિધ પ્રકારના અભિગ્રહમાં તત્પર, નહીં બેસનારા, નિર્ભય, સ્થિર, વિવિધ પ્રકારે કાયાત્સર્ગ કરતા, છદ્મસ્થ અને ધ્યાનમાં તત્પર એવા જગત્પતિ પ્રભુએ નવ માસ સુધી પૃથ્વીપર વિહાર કર્યાં. વિહાર કરતા કરતા ફરીને સહસ્રમ્ર વનમાં આવ્યા. ત્યાં છઠ્ઠું તપ કરીને શિરીષ વૃક્ષની નીચે પ્રતિમા ધારીને સ્થિર રહ્યા. બીજા શુકલ ધ્યાનને અંતે વર્ત્તતા જગદ્ગુરૂએ જાણે સ'સારના મમ સ્થળ હેાય તેવા ઘાતિકર્મના નાશ કર્યાં જેથી ફાગણ માસના કૃષ્ણ પક્ષની ષષ્ઠીને દિવસે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં સુપાર્શ્વ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુર અને અસુરાના ઇંદ્રાએ તત્કાળ ત્યાં આવી સેવકાની જેમ પ્રભુને દેશના દેવા માટે સમેાવસરણ રચ્યું. જગદ્ગુરૂ ભગવંતે માક્ષદ્વારની જેમ પૂ દ્વારથી તેમાં પ્રવેશ કર્યાં. અને સુરનરાદિકાએ પણ યથાયેાગ્ય દ્વારથી પ્રવેશ કર્યા. ત્યાં પૃથ્વીમાં કલ્પવૃક્ષરૂપ પ્રભુએ ચારસા ધનુષ અધિક એક ક્રોશ ઊ'ચા એવા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, અને પછી અતિશયાથી શેાભતા એવા જગત્પતિ ‘તીર્થાયનમ:” એમ કહીને ઉત્તમ સિંહાસન ઉપર બેઠા. પૃથ્વીદેવીએ સ્વમામાં જેવા સપ દીઠા હતા તેવા સર્પ જાણે બીજી છત્ર હેાય તેમ પ્રભુના મસ્તક ઉપર વિકુબ્યાં. ત્યાંથી માંડીને તે પ્રભુને બીજા પણ સમાવસરણામાં એક ફણાવાળા, પાંચ ફાવાળા અથવા નવ ફણાવાળા નાગ થયેલા છે. પ્રભુના માટા પ્રભાવથી દેવતાઓએ ખીજી ત્રણ દિશાઓમાં પણ પ્રભુની જેવાજ પ્રતિબિંબે વિકર્ષ્યા. ભગવાન્ ચતુર્વિધ સંઘ પણ યથાયાગ્ય સ્થાને આવી બેઠે, કારણ કે સભાની અંદર સામાન્ય માણસને પણ સ્થાનબ્યત્યયય થતા નથી. પછી સૌધમ કલ્પના ઈંદ્રે પ્રભુને પ્રણામ કરી, મસ્તક ઉપર અંજલિ જોડી નીચે પ્રમાણે સ્તુતિ કરવાના આરંભ કર્યાં. “સવ ભુવનકાશરૂપ કમલમાં સૂર્ય સમાન અને પ્રથમ અર્હત એવા શ્રી ભગવ`ત ! “તમને હું નમસ્કાર કરૂં છું. પ્રભુ ! હવે વિશ્વનું દુ:ખ ગયુ છે અને હર્ષી ઉત્પન્ન થયા “છે. કારણકે તીર્થં પરાવર્ત્તનથી આ વિશ્વ જાણે પરાવૃત્ત થયુ હાય તેમ જણાય છે. “હું ધચક્રી ! પ્રકાશવાન એવા તમારા વચનરૂપ રત્નદંડથી આજ નિર્વાણુરૂપ વૈતાઢયગિરિનું દ્વાર ઉઘડશે. હે નાથ ! ઉન્નત એવા મેઘની જેમ તમારૂ દર્શન સ` જીવલેાકના સંતાપને છેદ્યવાથી હર્ષોંને માટે થાય છે. અનંત જ્ઞાનવાળા હે ભગવાન્ ! તમારી દેશનાનાં વચના ૠરિદ્રિ ઘણા કાળે દ્રવ્ય પામે તેમ અમે ચિરકાલે પ્રાપ્ત કરીશું. પ્રથમ તમારા દર્શનથી “કૃતાર્થ થયેલા અમે હવે અત્યુક્તિવાળા અને મુક્તિના દ્વારને પ્રકાશ કરનારા તમારા “દેશનાવચનથી આજે વિશેષ કૃતાર્થ થઇશું. અનંત દન, અનંતજ્ઞાન, અનંતવીય અને અનંત આનંદમય સ્વરૂપવાળા તેમજ સ અતિશયાના પાત્રરૂપ એવા તમને-યાગી “સ્વરૂપને હું નમસ્કાર કરૂ છું. હે જગત્પતિ ! આ ઇંદ્રાદિક પદવીની પ્રાપ્તિ તા શું માત્ર છે ! “કેમકે તમારી સેવાથી તે તમારા જેવાજ થવાય છે,” આ પ્રમાણે સ્તુતિ કરીને સુરપતિ વિરામ પામ્યા, એટલે સજ્ઞ ભગવાને ધર્માં દેશના આપવાના આરંભ કર્યાં ૧ પોતપોતાના શાસનની અપેક્ષાએ પ્રથમ અહુ ત-પ્રથમ પૂજનીક સમજવા. ७
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy