SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સર્ગ ૩ જે આ પ્રમાણે સ્તુતિ કરી શકઈ ૮ પ્રભુને લઈને ક્ષણવારમાં ત્યાંથી ઉત્પતિ મંગલાદેવીની પાસે આવ્યા, અને ત્યાં પ્રભુને મુકીને પોતાને સ્થાનકે ગયા. પ્રભુ ગર્ભમાં હતા તે વખતે માતાની સારી મતિ થયેલી હતી તેથી પિતાએ પ્રભુનું સુમતિ એવું નામ પાડય. ઈંદ્રની આજ્ઞાથી ધાત્રીઓએ આવીને લાલનપાલન કરેલા પ્રભુ શૈશવલયનું ઉ૯લંઘન કરીને યૌવનવયને પ્રાપ્ત થયા. તે વખતે પ્રભુની કાયા ત્રણસે ધનુષ ઊંચી થઈ, સ્કંધ પુષ્ટ થયા, અને ભુજ રૂપી શાખા જાનુ સુધી લાંબી થઈ તેથી જાણે જંગમ કલ્પવૃક્ષ હેય તેમ પ્રભુ શોભવા લાગ્યા. તેમની લાવણ્યરૂપી તરંગિણીમાં માછલીઓની જેમ લલનાઓની દષ્ટિએ ચંચળ થવા (રમવા) લાગી. પિતાને ભેગ્યકર્મ છે એમ જાણુને તેમજ માતાપિતાના આગ્રહથી સૌંદર્યવતી રાજકન્યાઓની સાથે પ્રભુએ પાણિગ્રહણ કર્યું. જન્મથી દશ લાખ પૂર્વ ગયા ત્યારે પિતાના ઘણા આગ્રહથી પ્રભુએ રાજ્યભાર ગ્રહણ કર્યો. જાણે વૈત્યંત વિમાનમાં રહ્યા હોય તેમ બાર પૂર્વાગસહિત ઓગણત્રિશ લાખપૂર્વ રાજ્યાવસ્થામાં પ્રભુએ નિર્ગમન કર્યા. જો કે પોતે સ્વયં બુદ્ધ છે તથાપિ લેકાંતિક દેવતાઓએ બોધ કરવાથી (યાદ આપવાથી) શ્રી સુમતિનાથ પ્રભુએ દીક્ષા લેવાની ઈચ્છાવડે વાર્ષિક દાન આપવા માંડયું. વાર્ષિક દાનને અંતે જેમના આસન ચલિત થયેલા છે એવા ઇદ્રોએ અને રાજાઓએ સ્વામીને દીક્ષાભિષેક કર્યો. પછી પ્રભુ અયકરા નામની શિબિકા ઉપર આરૂઢ થઈને સુર, અસુર, અને મનુષ્યની સાથે સહસાભવનમાં પધાર્યા. ત્યાં વૈશાખ માસની શુકલ નવમીને દિવસે મધ્યાહૂન વખતે મઘા નક્ષત્રમાં ચંદ્ર આ બે સતે હજાર રાજાઓની સાથે નિત્યભક્ત એવા પ્રભુએ દીક્ષા લીધી. પછી જાણે દીક્ષાને અનુજબંધુ હોય અથવા જાણે પ્રિય મિત્ર હોય તેવું મન:પર્યવ નામે જ્ઞાન તેજ વખતે પ્રભુને ઉત્પન્ન થયું. બીજે દિવસે વિજયપુરમાં પદ્મરાજાને ઘેર પ્રભુએ પરમાનથી પારણું કર્યું. દેવતાઓએ તેને ઘેર સુવર્ણવૃષ્ટિ વિગેરે અદ્દભુત દિવ્ય પ્રગટ કર્યા. રાજાએ નિત્ય પૂજનને માટે તે ઠેકાણે એક રત્નપીઠ બનાવ્યું. ત્યાંથી વિવિધ અભિગ્રહાને ધારણ કરતા અને પરીષહોને સહન કરતા પ્રભુએ વીશ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. ગ્રામ, આકર વિગેરેમાં વિહાર કરતા કરતા પ્રભુ એકદા પાછા પિતાના દીક્ષા ગ્રહણવાળા સહસ્સામ્રવનમાં આવ્યા. ત્યાં પ્રિયંગુ વૃક્ષના મૂલ નીચે ધ્યાન કરતા પ્રભુ અપૂર્વકરણથી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા, એટલે તેમના સર્વ ઘાતિકર્મો તુટી ગયા. ચૈત્રમાસની શુકલ એકાદશીએ ચંદ્ર મઘા નક્ષત્રમાં આવતાં જેમણે છઠ્ઠ તપ કરેલું છે એવા પ્રભુને ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસનકંપથી એ વૃત્તાંત જાણીને સર્વ ઈ દ્રો સુર અસુરની સાથે ત્યાં આવ્યા, અને તેઓએ દેશના દેવાને માટે સમવસરણ રચ્યું. તેમાં પ્રભુએ પૂર્વકારથી પ્રવેશ કરીને તેના મધ્યભાગમાં રહેલા એક કેશ ને સેળસે ધનુષ ઊંચા ચિત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી. પછી તીર્થોનમ:' એમ કહી પ્રભુ પૂર્વાભિમુખ સિંહાસન પર બીરાજ્યા, એટલે દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ સ્થાપિત કર્યા. સુર, અસુર અને મનુષ્ય સહિત ચતુર્વિધ સંઘ પણ ગ્ય સ્થાને બેઠે, પછી ઈંદ્ર નમસ્કાર કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે. “ હે ભગવાન ! આ અશોક વૃક્ષ ભમરાઓના ગુંજારવથી જાણે ગાતે હોય, ચલાય. માન પત્રોથી જાણે નાચતે હોય, અને તમારા ગુણમાં રક્ત થવાથી રક્ત થયે હોય એ ખુશી થતો દેખાય છે. આ દેવતાઓ, જેઓના બંધન ( ડીંટ) નીચા છે એવા પુષ્પોને જન પ્રમાણે તમારી દેશના ભૂમિ ઉપર જાનુ પ્રમાણ વર્ષાવે છે. તમારે “માલ ૧ નાનોભાઈ.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy