SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય સ શ્રી સુમતિનાથ ચરિત્ર આ અપાર સ’સારરૂપી મહાસાગરને ઉતરવામાં સેતુ (મયાર્દા) રૂપ ઉત્કૃષ્ટ જ્ઞાનના હેતુ એવા શ્રી સુમતિનાથ ભગવાનને નમસ્કાર કરી, ભવ્ય પ્રાણીઓના કલ્યાણરૂપ વૃક્ષને ઉછેરવામાં નીકના જળ જેવું એ પ્રભુનું ચરિત્ર તેમના પ્રસાદથી કહેવામાં આવશે. આ જંબૂદ્વીપમાં પુષ્કળ ઋદ્ધિથી પૂવિદેહમાં તિલકરૂપ પુષ્કલાવતી નામે એક વિજય છે. એમાં શખપુર નામે એક સુંદર નગર છે. તેમાં મેટા રૌત્ય અને હવેલીઓની વિચિત્ર ઘ્વજાએથી બધું આકાશ વ્યાપ્ત થયેલું રહે છે. તે નગરમાં વિજય કરનાર વિજયસેન નામે રાજા રાજ્ય કરે છે. ભુજવી થી શાભનારા એ રાજાને સૈન્ય ફકત શાભાને માટેજ હતુ. સર્વાં 'ત:પુરની સ્ત્રીએમાં આભૂષણરૂપ મુદ્રના નામે એક તેને પ્રિયા હતી, જે ચંદ્રની લેખાની જેમ હમેશાં સુદેશ ના॰ હતી. તિ સાથે કામદેવની જેમ વિસ્તૃત વૈભવવાળા વિજયસેનરાજા તેની સાથે ક્રીડા કરતા પેાતાના સમય નિગમન કરતા હતા. એક વખતે કેઇ ઉત્સવના દિવસ આવતાં નગરના લોકો સર્વ સમૃદ્ધિ અને પરિવાર સહિત ઉદ્યાનમાં ક્રીડા કરવાને ગયા. તે વખતે જાણે મૂર્તિમાન રાજ્યલક્ષ્મી હોય તેવી સુદના રાણી પણ છત્રચામરથી અલ'કૃત એવી એક હાથિણી ઉપર બેસીને તે ઉદ્યાનમાં આવી; ત્યાં જાણે દિક્કન્યાઓ હોય તેવી અમુલ્ય આભૂષણેાની શાભાને ધારણ કરનારી આઠ સ્ત્રીએથી પરવરેલી કાઇ એક સ્ત્રી તેના જોવામાં આવી. અપ્સરાએ જેમ ઇંદ્રાણીની ઉપાસના કરે તેમ એ આઠ વધૂઓએ ઉપાસના કરાયેલી એ સુંદર સ્ત્રીને જોઇને સુદર્શના પોતાના ચિત્તમાં પરમ વિસ્મય પામી, આ સ્ત્રી કેણુ છે, અને તેની પાસે રહેલી બીજી આઠ માળાએ કાણુ છે” એ જાણવા માટે દેવી સુદર્શનાએ પાતાના એક નાજરને તપાસ કરવાની આજ્ઞા આપી. ત્યાં જઈ પૂછી આવીને દેવી સુદનાને તે કહેવા લાગ્યા-હે મહારાજ્ઞિ ! એ સ્ત્રી આ નગરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠી ના પેણની સુલક્ષણા નામે સ્ત્રી છે. એ સુલક્ષણાને બે પુત્રા છે, અને તે પ્રત્યેક પુત્રાને ચાર ચાર સ્ત્રીઓ છે. તે આઠ સ્ત્રીએ દાસીની જેમ પેાતાની સાસુની સેવા કરવાને અહી' સાથે આવેલી છે.' આ પ્રમાણે સાંભળીને સુદશના ચિત્તમાં વિચાર કરવા લાગી કે ‘અહા ! આ શેઠાણીને ધન્ય છે કે જે પુત્રનું સુખ જુએ છે, અને જાણે નાગકન્યા હાય તેવી સ્વરૂપવાન અને કુલવાન આઠ પુત્રવધૂએ જેની સદા સેવા કરે છે. મારા જેવી પુણ્ય રહિત સ્ત્રીને ધિક્કાર છે કે જેને પુત્ર કે પુત્રવધૂ કાંઇ નથી. જોકે હું મારા પતિને એક હૃદય રૂપ છું તાપણુ મારૂ જીવિત વૃથા છે. આમ તેમ પોતાના હાથને ઉછાળતા અને ચારે તરફ ધૂળીથી ધૂસર થયેલા પુત્ર વૃક્ષ ઉપર વાનરની જેમ પુણ્યવતી સ્ત્રીઓના ઉત્સગમાંજ ક્રીડા કરે છે. ફળ વિનાની વલ્લીની જેમ અને જળ વિનાના પર્વતની જેમ પુત્ર વિનાની સ્ત્રીઓ શાક કરવા લાયક અને નિંદવા લાયક છે. જે સ્ત્રીઓને પુત્રના જન્મ, નામ, ચૌલ અને વિવાહાદિ સંસ્કારના મહાત્સવેાની પ્રાપ્તિ નથી તે સ્ત્રીઓને બીજા ઉત્સવેા શા કામના છે !’ ૧ સારૂં છે દંન જેવું એવી.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy