SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૨ જો २४ 66 “ અને ચતુરંગસેનાથી વિંટાયેલા માટા રાજાને પણ યમરાજના કિંકરા રાંકની પેઠે હઠથી ખે`ચી જાય છે. જેમ પશુ મૃત્યુથી બચવાના ઉપાય જાણતા નથી તેમ વિદ્વાના પણ જાણતા નથી, એ કેવી મૂઢતા કહેવાય ? જેએ ખડગ માત્રના સાધનથી “ પૃથ્વીને નિષ્કંટક કરે છે, તે યમરાજની ભ્રુકુટીથી ભય પામીને મુખમાં આંગ 66 66 નીએ ઘાલે છે, એ કેવી વિચિત્ર વાર્તા ! પાપરહિત મુનિઓના ખડગની ધારા જેવા ત્રતા પણ મૃત્યુને ઉપાય કરી શકતા નથી. અહા ! શરણુ વિનાનું, રાજા વિનાનું, (6 નાયક વિનાનું અને ઉપાય વગરનું આ જગત્ યમરાજરૂપી રાક્ષસથી ગળી જવાય “ છે ! ! જે ધર્મરૂપ ઉપાય છે તે પણ મૃત્યુની સામે ચાલતા નથી; પણ તે ઉપાય શુભ “ ગતિને આપનારો ગણાય છે; તેથી પ્રવ્રજ્યા રૂપ ઉપાયને ગ્રહણ કરીને જેમાં અક્ષય 66 સુખ છે એવા મેાક્ષને માટે પ્રયત્ન કરવા.’ આવી પ્રભુની દેશનાથી અનેક નરનારીઓએ તત્કાલ દીક્ષા લીધી, અને વજ્રનાભ વિગેરે એકસો ને સાળ ગણધરા થયા. તેમને વિધિ પ્રમાણે અનુયાગ અને ગણની અનુજ્ઞા આપીને પ્રભુએ શિક્ષારૂપ ધ દેશના આપી. પછી પ્રભુએ જન્મ, વ્યય અને ધ્રુવમય ત્રિપદી તેઓને કહી બતાવી; તે ત્રિપદીને અનુસારે તેમણે દ્વાદશાંગીની રચના કરી. થાડીવારે પૌરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી રાજાએ અલિ મગાવી. તેને ઉડાડી દેવતા, રાજા અને મનુષ્ય અનુક્રમે લઈ ગયા. પછી જગત્પતિ ત્યાંથી ઉઠીને વચલા કિશ્ચામાં આવી ઇશાન દિશામાં રહેલા દેવછંદા ઉપર વિરાજમાન થયા. પ્રભુના ચરણુપીઠ ઉપર બેસીને વજ્રનાભ ગણધર કે જેઓને લેાકાએ કેવલી જેવા જાણેલા હતા અને જે શ્રુતકેવલી હતા તેમણે દેશના આપવા માંડી. જ્યારે બીજી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે દેશના સમાપ્ત કરી. તે વખતે દેવતા વિગેરે સર્વે પ્રભુને નમસ્કાર કરી પોતપોતાને સ્થાનકે ગયા. તેમના તીમાં શાસનદેવતા તરીકે શ્યામ કાંતિવાળા, હાથીના વાહન ઉપર બેસનાર, એ દક્ષિણ ભુજાઓમાં બીજોક્ અને અક્ષસૂત્ર ધારણ કરનાર અને બે વામ ભુજાઓમાં નકુલ અને અકુશને રાખનાર યક્ષેશ્વર નામના યક્ષ થયા, કે જે હમેશાં પ્રભુની પાસે સેવામાં તત્પર રહેતા હતા; અને શ્યામ વર્ણવાળી, કમળના આસનપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાશને ધારણ કરનારી અને એ વામનુજામાં નાગ અને અંકુશ ધારણ કરનારી કાલિકા નામે એક નિત્ય પ્રભુને પાસે રહેનારી શાસનદેવતા થઈ. ચાત્રીશ અતિ શયા એ યુક્ત એવા પ્રભુ ગ્રામ, આકર અને નગર વિગેરેમાં પ્રાણીઓને બેધ કરતા વિહાર કરવા લાગ્યા. ત્રણ લાખ સાધુઓ, છ લાખ ને ત્રીશહજાર સાધ્વી, નવહજાર ને આડસે અવિધજ્ઞાનીઓ, એક હજાર ને પાંચશે. ચૌદ પૂર્વી, અગિયાર હજાર છસેા ને પચાસ મનઃપ ય જ્ઞાની, ચૌદહજાર વાદલબ્ધિવાળા, બે લાખ ને અઠયાસી હજાર શ્રાવકે અને પાંચ લા ખને સત્યાવીશ હજાર શ્રાવિકાઓ-આટલા પરિવાર પ્રભુને પૃથ્વીમાં વિહાર કરતા કરતા થયા. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આઠ પૂર્વાંગ અને અઢાર વર્ષે ઊણા લાખ પૂર્વ વ્યતીત થયે સતે પોતાનો નિર્વાણકાલ સમીપ જાણીને પ્રભુ સમેતશિખર પર્વતે પધાર્યા. ત્યા ઇદ્ર સહિત દેવતાઓ અને રાજાઓએ સેવેલા પ્રભુએ એક હજાર મુનિઓની સાથે એક માસનું અનશન ગ્રહણ કર્યુ. પછી ભવાપગાહી કમને ભેદનારા એવા શૈલેશી ધ્યાનપર આરૂઢ થઈ અનંત
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy