SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૨ જે એવી રીતે પ્રભુએ અહમિંઢની જેમ સુખમાંજ મગ્ન રહીને સાડાબાર લાખ પૂર્વ નિગ. મન કર્યા પછી સંવર રાજાએ પ્રભુને પ્રાર્થના કરીને રાજ્યપર બેસાર્યા, અને પોતે પ્રત્ર જયારૂપી રાજય ગ્રહણ કર્યું. પ્રભુએ એક ગામની જેમ તે પૃથ્વીનું રાજ્ય લીલામાત્રથી ચલાવા માંડયું; જગતને રક્ષણ કરવામાં ચતુર એવા પ્રભુને એટલો પૃથ્વીનું પાલન કરવું એ શું હિશાબમાં છે ? એ પ્રમાણે રાજ્ય કરતાં પ્રભુને આઠ અંગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ નિર્ગમન થઈ ગયા. અનુક્રમે પ્રભુને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. તે જ વખતે ભાવને જાણનારા મંત્રીઓની જેમ લેકાંતિક દેવતાઓ આવીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા–“ હે નાથ ! હવે સંસારવાસથી સયું માટે ધર્મતીર્થને પ્રર્વતા; તમારા પ્રવર્તાવેલા તીર્થથી બીજા પણ અનેક પ્રાણીઓ આ દુસ્તર સંસારરૂપ સાગરને તરી જશે.” આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરીને લે કાંતિક દેવતાઓ ગયા પછી પ્રભુએ નિદાન ( નિયાણા ) રહિત વાર્ષિક દાન આપવાને આરંભ કર્યો. ઈદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જંભક દેવતા દ્રવ્ય લાવી લાવીને પ્રભુને દાન દેવા માટે પૂરવા લાગ્યા. સાંવત્સરિક દાન દઈ રહ્યા પછી ચોસઠ ઇન્દ્રોએ પ્રભુને વિધિ સહિત દીક્ષાભિષેક કર્યો. પછી અંગરાગ લગાવી, દીવ્ય વસ્ત્ર અને આભૂષણ ધારણ કરી જગત્પતિ સ્વાર્થસિદ્ધિ કરવાને માટે અર્થસિદ્ધ નામની શિબિકા પર આરૂઢ થયા. પ્રથમ મનુષ્યોએ અને પછી દેવતાઓએ એ શિબિકાને ઉપાડી લીધી. શિબિકાપર બેસીને પ્રભુ સહસ્ત્રાગ્ર વનમાં ગયા. ત્યાં તેમણે પોતાના આભૂષણો વિગેરે સર્વ ઉતારીને છોડી દીધું, એટલે ઇન્દ્ર તેમના ખભા ઉપર દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું. માઘ માસની શુકલ દ્વાદશીએ અભિચિ નક્ષત્રમાં દિવસના પાછલા ભાગમાં પ્રભુએ છ તપ કરીને પંચમુષ્ટિ લોન્ચ કર્યો. શક્ર ઈન્દ્ર પ્રભુના કેશને પિતાના ઉત્તરીય વસ્ત્રના છેડામાં લઈ ક્ષણવારમાં ક્ષીરસમુદ્રમાં પધરાવી પાછા આવ્યા. પછી ઇન્દ્ર સુર, અસુર અને મનુષ્ય સંબંધી કે લાહળને શાંત કરાવ્યા એટલે પ્રભુએ સામાયિક સૂત્ર ભણીને ચારિત્રને સ્વીકાર કર્યો. તે જ વખતે મન:પર્યાવ નામે એથું જ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે ક્ષણવાર નારકીના જીવને પણ સુખ થયું. શરીરના મળની જેમ રાજને છોડી બીજા એક હજાર રાજાઓએ પ્રભુની સાથે જ મોહને નાશ કરનારી પ્રવજ્યા ગ્રહણ કરી. પછી પ્રવાસી પુરૂષે વર્ષાઋતુમાં જેમ પોતાના સ્થાનમાં ચાલ્યા જાય તેમ શક્ર વિગેરે સર્વે ઈન્દ્રો પરિવાર સહિત પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાનકે ગયા. બીજે દિવસે અધ્યા નગરીના રાજા ઈન્દ્રદત્તને ઘેર પ્રભુએ પરમાન (ક્ષીર) થી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ દ્રવ્યની વૃષ્ટિ, પુષ્પની વૃષ્ટિ, સુગંધી જળની વૃષ્ટિ, આકાશમાં દુંદુભિને નાદ અને વસ્ત્રને ઉક્ષેપ કર્યો. હર્ષને પરવશ થયેલા સુર, અસુર અને મનુષ્યએ “અહદાન, અહદાન, અહે સુદાન” એમ ઉલ્લેષણ કરી. ત્યાંથી શ્રી અભિનંદન પ્રભુએ બીજે સ્થાને વિહાર કર્યો. પ્રભુના ચરણસ્થાનમાં ઈદ્રદત્તે પૂજન કરવાની ઈચ્છાથી એક રત્નપીઠ કરાવ્યું. પ્રભુએ છદ્મસ્થપણે પરીસહોને સહન કરી અઢાર વર્ષ સુધી વિવિધ અભિગ્રહ ધારણ કરતાં કરતાં વિહાર કર્યો. એ પ્રમાણે વિહાર કરતાં પ્રભુ એકદા સહસા » વનમાં આવ્યા. ત્યાં છ તપ કરી રાયણના વૃક્ષની નીચે કાયોત્સર્ગ કરીને રહ્યા. ધ્યાનમાં વર્તતાં શુકલ ધ્યાનના બીજા પાયાને અંતે ઘાતિકને ક્ષય થતાં પિષમાસની શુકલ ચતુર્દશીએ અભીચિ નક્ષત્રનો ચંદ્ર થતાં
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy