SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૩ જું ૧૫ “ હે પ્રભુ ! તમે ન બોલાવ્યા છતાં પણ સર્વના સહાયકારી છે, કારણ શિવાય વાત્સલ્યવાન છો, પ્રાર્થના કર્યા વગર પણ ઉપકારી છે અને સંબંધ વગરના બાંધવ “છે. તેથી હે નાથ ! અત્યંગ કર્યા વગર સ્નિગ્ધ હૃદયવાળા, મલાપકર્ષણ વિના ઉજજવળ વચનને બોલનારા, પ્રક્ષાલન કર્યા વગર નિર્મલ શીલવાળા અને શરણ કરવાને લાયક “એવા તમારા શરણનો હું આશ્રય કરું છું. હે સ્વામી ! શાંત છતાં વીર વ્રતવાળા, શમતાવાન અને સર્વમાં સરખી રીતે વર્તનારા એવા તમે એ કર્મ રૂપી કુટિલ કાંટાને અત્યંત ફૂટી નાખ્યા છે. અભવ છતાં મહેશ, અગદર છતાં નરકને છેદનાર ( કૃષ્ણ ) “અને અરાજસ છતાં બ્રહ્મરૂપ એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. હે પ્રભુ! સિંચન “કર્યા સિવાય ફલકૂ૫ અને પડવા વગર મોટા વધેલા એવા તમે સંક૯૫ રહિત કલ્પવૃક્ષ “છો. માટે તમારાથી મને મોટું ફળ પ્રાપ્ત થાઓ. હે સ્વામી ! દ્રવ્યાદિ સંગરહિત, “મમતાએ વર્જિત, કૃપાળુ, મધ્યસ્થ અને જગતને પાલન કરનાર એવા આપ જિનેશ્વરના “હું કોઈપણ પ્રકારના ત્રિશૂળાદિ ચિન્હ વિનાનો કિંકર છું. હે નાથ ! નહીં ગોપવેલા “ રનના નિધિરૂપ, વાડ વિનાના કલ્પવૃક્ષરૂપ અને નહીં ચિંતવેલા ચિંતામણિરૂપ એવા “તમારે વિષે આ મારા આત્માને મેં અર્પણ કરે છે. હે પ્રભુ ! હું ફલની ચિંતાથી “રહિત છું અને તમારી મૂર્તિ ફલરૂપજ છે તેથી “શું કરવું એવા વિચારમાં જડ થયેલા “મને, મારે શું કરવું જોઈએ તે બતાવવાનો પ્રસાદ કરે.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઈદ્રના વિરામ પામ્યા પછી ભગવાન સંભવ પ્રભુએ વિશ્વનો ઉપકાર કરવાની ઈચ્છાથી આવી રીતે દેશના દેવાનો આરંભ કર્યો. આ સંસારમાં વસ્તુતાએ સર્વ વસ્તુ અનિત્ય છે, તથાપિ પ્રથમ લાગતી સહજ “માત્ર મીઠાશના સુખને માટે પ્રાણીઓને તેમાં મૂછ રહ્યા કરે છે. પિતાથી, બીજાઓથી “અને બધી તરફથી જેઓને આપત્તિ હમેશાં આવ્યા કરે છે એવા પ્રાણીઓ યમરાજના “દાંતરૂપ યંત્રમાં રહીને પણ અહા ! કેવા કષ્ટથી જીવે છે ! અનિત્યતા વજ જેવા દેહોને પણ સપડાવે છે, તે આ કદલીના ગર્ભ જેવા પ્રાણીઓની તો શી વાત કરવી ! જે કદ આ અસાર શરીરને સ્થિર કરવાને કઈ છે તો તે જુના અને સડેલા ઘાસના બનાવેલા ચાડીઆના પુરુષને જ સ્થિર કરવાને ઈચ્છે છે એમ સમજવું. મરણરૂપી વાઘની “મુખગુફામાં વસનારા પ્રાણીઓનું રક્ષણ કરવાને માટે મંત્ર, તંત્ર અને ચિકિત્સા સર્વે નકામાં છે. જેમ જેમ પુરૂષ વયમાં વધતું જાય છે તેમ તેમ પ્રથમ તેને જરાવસ્થા “ગ્રસ્ત કરતી જાય છે અને પછી તેને માટે યમરાજ ત્વરા કરે છે. “અહા ! પ્રાણીઓના “જન્મને ધિક્કાર છે! ” આ શરીર યમરાજાને વશ રહેલું છે, એમ જો ખરેખરૂં જાણવામાં “આવે તે પછી કોઈ પણ પ્રાણી અન્નના ગ્રાસને ગ્રહણ કરી શકે નહીં તો પાપ કર્મની “તે વાતજ શી કરવી ! જેમ પાણીમાં પરપેટા ઉત્પન્ન થઈ થઈને વિલય પામી જાય “છે તેમ પ્રાણીઓનાં શરીર ક્ષણ ક્ષણમાં ઉત્પન્ન થઈને વિલય પામે છે. સમદષ્ટિવાળો કાળ, ધનાઢય કે નિર્ધન, રાજા કે રાંક, સમજુ કે મૂખ અને સજજન કે દુર્જન સર્વને “સરખી રીતે સંહાર કરવાને પ્રવ છે. એ કાળને ગુણમ દાક્ષિણ્યતા નથી અને દેશોમાં 1 અરાજસ- રભાવ જે વિષયાભિલાષ તે જેને નથી એવા. આ વિરોધાભાસ અલંકાર છે. ૨ અભવ-શંકર નહીં અથવા જેને ભવ કરવા રહ્યા નથી એવા. ૩ અગદ ગદા નામના આયુધને નહીં ધારણ કરનારા અથવા ગદ જે રોગ છે જેને નથી એવા.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy