SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ સર્ગ ૮ મે ઉદ્યાનમાં નિવાસ કરીને રહે.” અધમ મંત્રીએ ક્રોધ કરી ફરીને તે મહર્ષિને કહ્યું-“તમારે ગંધ પણ સહન કરી શકતો નથી, માટે તમારે નિવાસ કરવાની હવે પ્રાર્થના જ કરવી નહીં. નગરમાં કે નગર બહાર ચોર લોકની જેમ તાંબરીનો નિવાસ કદિપણ મર્યાદાને યોગ્ય થશે નહીં. જે તમારે જીવવું પ્રિય હોય તો તમે અહિથી ચાલ્યા જાઓ. નહીં તો સર્પોને ગરૂડ હશે તેમ તમને હણી નાખીશ.” આવાં નમુચિનાં વચન સાંભળી આહતિવડે અગ્નિની જેમ વિષ્ણુકુમાર કાલથી પ્રદીપ્ત થયા, તે પણ તેઓ બોલ્યા-“અરે! અહિં અમને રહેવા માટે ત્રણ પગલાં માત્ર ભૂમિ તે આપ.” એટલે નમુચિએ કહ્યું-“હું તમને ત્રણ પગલાં માત્ર ભૂમિ આપું છું, પણ જે તેટલી ભૂમિની બહાર રહેશે તેને હું તત્કાળ હણી નાખીશ.” તારતું એમ કહી વિકુમારે શરીર વધારવા માંડયું. મુગટ, કુંડલ, માળા, ધનુષ્ય, વજ અને ખડ્રગ ધરતા, મોટા કુકારાથી જીર્ણ પત્રની જેમ ખેચરોને પાડી નાખતા, કમળના પત્રની જેમ ચરણથી પૃથ્વીને કંપાવતા, કલ્પાંત કાળના પવનની જેમ સમુદ્રોને ઉછાળતા, સેતુબંધની પેઠે સરિતાઓને પ્રતીપગમન કરનારી (પાછી વળનારી ) કરતા, કાંકરાના સમૂહની જેમ તારાચકને ખેરવતા, રાફડાના રાશિની જેમ પર્વતને ફાડી નાખતા, મહા પરાક્રમી, મહા તેજસ્વી અને સુર અસુરને ભયંકર એવા વિકુમાર અનુક્રમે વિવિધરૂપે વધી મેરૂગિરિ જેવા થયા. તે સમયે ત્રણ જગતને ક્ષેભ થતો જોઈ તેમને પ્રસન્ન કરવાને ઈંદ્ર ગાયન કરનારી દેવાંગનાઓને આજ્ઞા કરી. તે ગાયિકા દેવીએ ત્યાં આવીને સર્વજ્ઞ શાસ્ત્રમાં કહેલા ભાવને જણાવનારૂં ગાયન ગાંધાર સ્વરે તેમના કર્ણની સમીપે આ પ્રમાણે ગાવાલાગી પ્રાણુઓ કેપથી આ ભવમાં પણ દગ્ધ થાય છે, વારંવાર સ્વાર્થમાં મેહિત થાય છે અને મૃત્યુ પામ્યા પછી અનંત દુઃખવાળા નરકમાં પડે છે. આ પ્રમાણે તેમનો કેપ શમાવવાને કિંમરની સ્ત્રીઓ તેમની આગળ ગાવા લાગી અને નૃત્ય પણ કરવા લાગી. પછી પદ્મકુમારના અગ્રજ બંધુ કે જેના ચરણ જગતને વંદન કરવા ગ્યા છે, તેઓ નમુચિને પૃથ્વીપર નાંખી પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને કિનારે (જબૂદ્વીપની જગતી ઉ૫૨) બે પગલાં મૂકીને સ્થિત થયા. આ વૃત્તાંત જાણી પદ્મકુમાર સંભ્રમથી ત્યાં આવ્યા, અને પોતાના પ્રમાદથી તથા નમુચિના દોષથી ચકિત થઈ ગયા. પછી પોતાના અગ્રજ મહર્ષિને અતિ ભક્તિથી નમસ્કાર કરી અંજલિ જોડીને અશ્રુવ મુનિના ચરણને પ્રક્ષાલિત કરતાં આ પ્રમાણે બોલ્યા હે પ્રભુ! લોકોત્તર ગુણવાળા તમે વિજયવંત સ્વામી છતાં પૂજ્ય પિતાશ્રી પદ્માસ્તર રાજા અદ્યાપિ મારા ચિત્તથી વિદ્યમાન છે. આ અધમ નમુચિ મંત્રી હમેશાં શ્રી સંઘની આશાતના કરતો તે મારા જાણવામાં આવ્યું નહીં, તેમ કોઈએ મને જણાવ્યું પણ નહીં; તથાપિ હું પોતેજ અપરાધી છું. કારણ કે એ પાપી મારે સેવક છે. સ્વામી સેવકના દોષથી દૈષિત થાય છે એવી નીતિ છે. તે નીતિ પ્રમાણે હું પણ તમારે સેવક છું અને તમે મારા સ્વામી છે, તો તમે પણ મારા દેષથી ગ્રહણ થશે, માટે કપ તજી દ્યો. હે મહાત્મા ! આ પાપી મંત્રીના અપરાધથી આ ત્રણે લોક પ્રાણસંશયમાં આવી પડયું છે, માટે હે કરૂણાનિધિ ! તેની રક્ષા કરે.” એવી રીતે બીજા પણ અનેક સુર અસુર અને નરેના ઈશ્વરે એ (ઇદ્રો અને રાજાઓએ) અને ચતુર્વિધ સંઘે વિવિધ પ્રકારે સ્તુતિ કરીને મહામુનિ વિષ્ણુકુમારનું સાંત્વન કરવા માંડ્યું. જ્યારે આકાશમાં અત્યંત વૃદ્ધિને પામેલા વિષ્ણુકુમારને સાંભળ્યા ત્યારે સર્વે એ ત્યાં આવી આવીને ભક્તિથી તેના ચરણનો સ્પર્શ કર્યો. ચરણને અત્યંત સ્પર્શ થતાં વિષ્ણકુમારે નીચે જોયું એટલે ત્યાં પોતાના ભાઈ ૧ લક્ષણોજન પ્રમાણ શરીર કર્યું. બૌયિ લબ્ધિનું એટલું બળ છે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy