SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લે વામાં ઉત્સુક થઈને ઈદ્રની ફરતા ફરી વળ્યા. પછી ઈદ્ર તે દેવતાઓ તથા પિતાના પરિ. વાર સાથે પાલક વિમાનમાં બેસી, નંદીશ્વરદ્વીપે જઈ વિમાન સંક્ષેપી એકાકીપણે પ્રભુના નિવાસગૃહ પાસે આવ્યા. પ્રથમ નિવાસગૃહને પોતાના નાના વિમાન સહિત પ્રદક્ષિણા કરી ઈશાન દિશામાં વિમાનને મૂકી નીચે ઉતર્યા. પછી ઈ પ્રભુના વાસગૃહમાં પ્રવેશ કર્યો અને પ્રભુનું દર્શન થતાં જ તેમને ભક્તિથી પ્રણામ કર્યો. ત્યાં જિનેશ્વરને અને તેમની માતાને ત્રણ પ્રદક્ષિણા કરી, પાંચ અંગેથી પૃથ્વીને સ્પર્શ કરી વારંવાર નમસ્કાર કર્યા. પછી સેનાદેવીને અવસ્થાપિનિક નિદ્રા મૂકી અને તેને મની પાસે પ્રભુનું પ્રતિબિંબ રાખી ઇંદ્ર પિતાના પાંચ સ્વરૂપ વિકવ્યાં. તેઓમાં એક સ્વરૂપે પ્રભુને ધારણ કર્યા, એક સ્વરૂપે માથે છત્ર ધર્યું, બે સ્વરૂપે બે બાજુ ચામર વિંજવા માંડયાં અને એક સ્વરૂપે આગળ વા ઉછાળી ચાલવા માંડયું. એવી રીતે જયજય શબ્દ કરતા દેવતાઓના પરિવાર સાથે ઇંદ્ર પ્રભુને લઈ ક્ષણવારમાં મેરૂપર્વતના શિખર ઉપર આવ્યા. ત્યાં અતિપાંડુકબલા નામની શિલા ઉપર રહેલા સિંહાસનને વિષે જગત્પતિને ઉત્સગમાં લઈ શક્ર ઈન્દ્ર બેઠા. તે દરમ્યાન આસનોને કંપ થવાથી અનાહત અવધિજ્ઞાનવડે ભગવાનને જન્મ જાણીને તત્કાળ અય્યતે, પ્રાણ, સહસ્ત્રારેંદ્ર, મહાશુક્રેન્દ્ર, લાંત કેન્દ્ર, હે બ્રહદ્ર, માહેંદ્ર, સનસ્કુમાર, ઈશાન, ચમર, બલિ, ધરણ, ભૂતાનંદ, હરિ, હરિસહ, વેણુદેવ, વેણુદારી, અગ્નિશિખ, અગ્નિમાણવ, વેલંબ, પ્રભંજન, સુઘોષ, મહાઘોષ, જલકાંત, જલપ્રભ. પૂર્ણ. અવશિષ્ટ, અમિત, અમિતવાહન, કાલ, મહાકાલ, સુરૂપ પ્રતિરૂપ, પ્રણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિનર, જિંપુરૂષ, સંપુરૂષ, અતિકાય, મહાકાચ, ગીતરતિ ગીતયશા, સંનિહિત, સમાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાળ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સક, વિશાલક, હાસ, હાસતિ વેત, મહાત, પવક, પવકપતિ, સૂર્ય અને ચંદ્રક એ ત્રેસઠ ઈંદ્રો સર્વઋદ્ધિ અને પરિવાર સાથે લઈ પ્રભુના જન્માભિષેકને માટે મેરૂ પર્વતની ઉપર જાણે પાડોશમાં રહેતા હોય તેમ ત્વરાથી આવ્યા. પછી અય્યત ઈંદ્રની આજ્ઞાથી આભિયોગિક દેવતાઓએ સુવર્ણના, રૂપાના, રનના, સોના અને રૂપાના, સોના અને ૨નોના, રૂપ અને રત્નોને તથા સેનાના, રૂપાની અને ૨નોને તેમજ મૃત્તિકાના ૫ એક હજાર ને આઠ કલશે બનાવ્યા તેજ પ્રમાણે ઝારીઓ, દર્પણ, સુપ્રતિષ્ટ (ડાબલા ), રત્નના કરંડી, થાલ, પત્રિકા અને પુષ્પોની ચંગેરીએ પણ તત્કાલ બનાવી. પછી ત્યાંથી નીકળીને ઈદ્રના મનને હર્ષ ઉપજાવવાને ક્ષીર સમુદ્ર વિગેરે સમુદ્રમાંથી અને બીજા તીર્થોમાંથી તેઓએ જલ, મૃત્તિકા અને કમલો લીધાં તથા હિમાદ્રિ પર્વત ઉપરથી ઔષધી અને ભદ્રશાળ વનમાંથી ઉત્તમ પુષ્પાદિક તેમજ બીજા પણ સુગંધી દ્રવ્ય લઈને તેઓ ત્યાં આવ્યા. પછી સર્વ સુગંધી દ્રવ્ય નાખી તેઓએ ભક્તિથી તીર્થ જલને સુગંધમય કરી દીધું. પછી અચુત ઈન્દ્ર, દેવતાઓના લાવેલા કુંભના જળવડે પારિજાતનાં પુષ્પોની કક્સમાંજલિ પ્રથમ કરીને પ્રભુને સ્નાન કરાવવા લાગ્યો. એ અય્યતેન્ટે કરેલા પ્રભુના સ્નાત્ર વખતે દેવતાઓ હર્ષ પામી મનહર વાઘ, ગીત અને નૃત્ય કરવામાં પ્રવર્યા. પછી આરણોમ્યુત ઈન્દ્ર પ્રભુને દિવ્ય અંગરાગ પૂર્વક પૂજા કરી યથાવિધિ વંદના કરી. પછી શક્ર શિવાય બાકીના બાસઠ ઈન્દ્રોએ પણ જગને પવિત્ર કરનારું પ્રભુને ખાત્રી કરાવ્યું. ક ૧ અહિ સુધી વૈમાનિકના શક્ર સુધાં દશ ઈદ્રો. ૨ અહિં સુધી ભુવન પતિના વીશ ઈદ્રો ૩ અહિ સુધી વ્યંતરના ૩૨ ઈદ્રો. ૪ આ જ્યોતિષીના ઇદ્રો. ૫ એ પ્રમાણે આઠ જાતિના.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy