SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૬ હું રા મહાપદ્મ મારે પતિ થાઓ, અન્યથા મરણ મારું શરણ થાઓ.” આવી તેણે પ્રતિજ્ઞા કરી. તે જયચંદ્રાનો તમારી ઉપરનો અનુરાગ મેં તેના માતાપિતાને કહ્યો.ગ્ય વરની ઈચ્છા સાંભળીને તત્કાળ તેઓ પણ ખુશી થયા. તે હું વેગવતી નામની વિદ્યાધરી છું; અને હે પ્રભુ! જયચંદ્રાના માતાપિતાની આજ્ઞાથી તમને લઈ જવાને માટે આવી છું. તમારી પર અનુરાગી થયેલી જયચંદ્રાને ધીરજ આપવાને મેં પ્રતિજ્ઞાથી કહ્યું છે કે “હે સુન્ન! સ્વસ્થ થા, હું ખરેખર ત્યાં જઈશ અને તારા હૃદયપદ્ધને વિકસ્વર કરવામાં સૂયરૂપ એ મહાપદ્મને જરૂર લાવીશ, નહીં તે અગ્નિમાં પ્રવેશ કરીશ; માટે તું તારા મનની પીડાને શાંત કર.” આ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક તેને આશ્વાસન આપી તેના શ્વાસમાં ચંદ્ર સમાન એવા તમારી પાસે હું આવી છું, અને તમને ત્યાં લઈ જાઉં છું; માટે કોપ કરે નહીં; તમે ઉપકારી છે.” આ પ્રમાણેની હકીકત સાંભળી મહાપ આજ્ઞા આપી, એટલે તે વેગવતી વિદ્યાધરી આભિગિક દેવતાનાં રચેલાં વિમાન જેવા વેગવડે ચાલીને મહાપદ્મ કુમારને સુદયપુરમાં લાવી. પ્રાતઃકાળે સુરોદયપુરના પતિ ઈદ્રધનુ રાજાએ જેની પૂજા કરી છે એ પકુમાર રહિણીને ચંદ્રની જેમ જયચંદ્રાને પરણ્ય. જયચંદ્રાના મામાના દીકરા ગંગાધર અને મહીધર નામે વિદ્યામદ તથા ભુજબલથી દુર્મદ એવા બે વિદ્યાધરો હતા. તેઓ આ જયચંદ્રાના વિવાહના ખબર સાંભળી તત્કાળ ગુસ્સે થયા. “એક દ્રવ્યનો બે જણને અભિલાષ તેજ મોટા બૈરનું કારણ છે.” તેઓ બંને સર્વ બલથી જયચંદ્રાના પતિ પદ્મકુમારની સાથે યુદ્ધ કરવા સુદયપુરમાં આવ્યા. નિષ્કપટ યુદ્ધ કરવામાં કૌતુકી એવા મહાપદ્મ કુમાર અને દુર્વાર ભુજપરાક્રમવાળો વિદ્યાધરને પરિવાર નગરની બહાર નીકળે. કેઈને ત્રાસ પમાડતે, કોઈને ઘાયલ કરતે અને કેઈને મારી નાંખતે મહાપદ્ધ ગજે દ્રોની સાથે સિંહની જેમ શત્રુઓના સુભટોની સાથે લીલાથી યુદ્ધ કરવા લાગે. વિદ્યાધરપતિ ગંગાધર અને મહીધર પોતાના સૈન્યને ભંગ થયેલે જઈ જીવ લઈને નાસી ગયા. પછી ચક્રરત્નાદિ રત્ન ઉત્પન્ન થતાં એ બલવાન મહાપદ્દમે વખંડ ભરતક્ષેત્ર ઉપર વિજય મેળવ્યો. શુકલ પક્ષની ચતુર્દશીએ એક કળાએ અધુરી ચંદ્રની પૂર્ણતાની જેમ એક સ્ત્રીરત્ન વિના મહાપદ્મને ચક્રવતી પણાની સર્વ સમૃદ્ધિ પૂર્ણ થઈ. પછી પૂર્વે જેયેલ સ્ત્રીરને મદના વળીનું સ્મરણ કરતે મહાપદ્મ ક્રિીડા કરવાને મિષે તે તાપના આશ્રમમાં ગયે. તાપસે એ તેનું આતિથ્ય કર્યું. ત્યાં ફરતા સતા જન્મેજય રાજાની રાણીએ તેમને દીઠા એટલે પિતાની પુત્રી મદનાપળી તેમને પરણાવી. એ પ્રમાણે ચક્રવત્તી ની સંપૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત કરીને પદ્મરાજા હસ્તીનાપુર આવ્યા અને પ્રથમ વૃત્તાંત સાંભળવાથી ખુશી થયેલા માતાપિતાને અધિક હર્ષ ધરી પ્રથમની જેમજ પ્રણામ કર્યો. કર્ણમાં રસાયણ જેવું પિતાના પુત્રનું ચરિત્ર સાંભળી સિંચન કરેલા વૃક્ષની જેમ માતાપિતા વિકસ્વર થઈ ગયા. અન્યદા મુનિસુવ્રત સ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય સુવ્રત નામના આચાર્ય વિહાર કરતાં કરતાં ત્યાં પધાર્યા. રાજા પદ્ધોત્તરે પરિવાર સાથે આવીને તેમને નમસ્કાર કર્યો, અને સંસારૌરાગ્યની માતારૂપ તેમની દેશના સાંભળી. દેશનાને અંતે “સ્વામી ! જ્યાં સુધી પુત્રને રાજ્યપર બેસારીને હું દીક્ષા લેવાને આવું, ત્યાં સુધી આપ ભગવંતે અહીં જ બિરાજવું.” એવી રીતે રાજાએ આચાર્યને વિનંતિ કરી. પ્રમાદ કરશે નહીં” એવું સૂરિએ કહ્યું, એટલે રાજા પધ્ધોત્તર તેમને વંદન કરી પોતાના નગરમાં આવ્યું. પછી અમાત્ય,
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy