SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૬ હું ૩૦૯ તે તેવી રીતે બોલતા બોલતા રાજાના ગૃહાંગણમાં આવી ચડે, ત્યાં નિર્માલ્ય માલ્યને ધરતે અને પિશાચે વળગ્યો હોય તે દેખાતે તે વીરકુવિંદ કૌતુક જોવામાં ઉત્કંઠિત રાજલકથી વીંટાઈ વળ્યો. એવા મોટા તાળીઓના નાદ સાથે મળેલ તેની પછવાડે લાગેલા લોકોને માટે કોલાહલ સુમુખ રાજાના સાંભળવામાં આવ્યો. તેથી આ શું હશે ! એવી જિજ્ઞાસાથી રાજા વનમાળાની સાથે તેને જોવા પિતાના આંગણામાં આવ્યું.વિકૃતિ ભરેલી જેની આકૃતિ થઈ ગઈ છે તે, મલીન, શૂન્ય મનવાળે થઈ ગયેલે, લેકે એ તિરસ્કાર કરાતો, રજથી ભરેલ અને તે વનમાળ ! હે વનમાળા ! તું ક્યાં ગઈ ? એમ વારંવાર બોલતો એ તેને જોઈ વનમાળા અને રાજા સુમુખ વિચાર કરવા લાગ્યા–“અહા ! નિર્દય ચંડાળાની જેમ આપણે દુ:શીલીયાઓએ આ ઘણું નિર્દય કામ કર્યું. આ વિશ્વાસુ ગરીબ માણસને આપણે ઠગી લીધું છે. આના જેવું બીજું કઈ પાપ ઉત્કૃષ્ટ નથી, અને આપણે જ સર્વ પાપીઓમાં ઉત્કૃષ્ટ છીએ. વિશ્વાસઘાતી પુરૂષેથી પણ આપણે ચડીઆતા છીએ કે આ જીવતાં છતાં મરણ પામેલાની જેવા ગરીબ માણસને હેરાન કરીએ છીએ. આ વિષયલંપટપણાને વારંવાર ધિકકાર છે ! આ તીવ્ર પાપકર્મથી અવિવેકીમાં શિરોમણિ એવા આપણને જરૂર નરકમાં પણ સ્થાન મળવાનું નથી. તે મહાત્માઓને ધન્ય છે કે જેઓએ સર્વદા જિતેંદ્રિય થઈ પરિણામે દુ:ખનું જ કારણ એવું વિષયસુખ છોડી દીધું છે. જેઓ અહોરાત્ર જિન ધર્મને સાંભળે છે, આચરે છે અને વિપકાર કરે છે તેઓ વિવેકથી વંદવા ગ્ય છે.” આ પ્રમાણે પિતાની નિંદા કરતા અને ધર્મિષ્ટ જીવોની પ્રશંસા કરતા તે સુમુખ અને વનમાળાની ઉપર આકાશમાંથી અકસ્માત વિજળી પડી અને તેણે તેમના પ્રાણુ હરી લીધા. પરસ્પર સ્નેહના પરિણામથી અને પ્રાંતે થયેલા શુભ ધ્યાનથી મૃત્યુ પામીને તે બને હરિવર્ષ ક્ષેત્રમાં જુગલીઆપણે ઉત્પન્ન થયા. માતાપિતાએ હરિ અને હરિણું એવાં તેમનાં નામ પાડયાં. પૂર્વ જન્મની પેઠે તેઓ અહીં પણ પાછા રાત્રિદિવસ સાથે રહેનારાં દંપતી થયા. દશ પ્રકારના કલ્પવૃક્ષોથી ઈચ્છિત અર્થ સંપાદન કરતા કરતા તેઓ દેવતાની જેમ સુખ વિલસતા રહેવા લાગ્યા. રાજા રાણી વિદ્યુત્પાતથી મૃત્યુ પામ્યા તે જોઈને વીરકુવિંદે મહા દુસ્તપ એવું બાળ તપ આચર્યું. પ્રાંતે મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં તે કિવિષિક (મલીન) દેવતા થયો. ત્યાં અવધિજ્ઞાનવડે તેણે પોતાના પૂર્વ જન્મ અને પેલા હરિહરિણી નામે જ મે જુગલીઓને જોયા. તેમને જોતાંજ તેના નેત્ર રેષથી રાતાં થઈ ગયાં, અને આકૃતિ બ્રગુટના ભંગથી ભયંકર થઈ ગઈ પછી યમરાજની જેમ તેને સંહાર કરવાને ઈચ્છતા હોય તેમ તે હરિવર્ષ ક્ષેત્રમાં આવ્યું. તેણે વિચાર કર્યો કે “આ બંને સ્ત્રીપુરૂષ મારે વધ્યા છે, પણ જે અહીં મારીશ તે ક્ષેત્રના પ્રભાવથી તે અવશ્ય સ્વર્ગે જશે; આ સ્થાન અકાળે મૃત્યુ થવાથી પણ દુર્ગતિ આપતું નથી, માટે મારા પૂર્વજન્મના વેષી આ બંનેને અહીંથી બીજે સ્થાનકે લઈ જાઉં.” આ નિશ્ચય કરી તે દેવ ક૯૫વૃક્ષની સાથે તેને ત્યાંથી ઉપાડીને આ ભરતક્ષેત્રની અંદર ચંપાપુરીમાં લાવ્યું. તે વખતે તે નગરીમાં ઈવાકુ વંશનો ચંદ્રકીતિ નામે રાજા અપુત્ર મરણ પામ્યો હતો. તેથી ભેગીઓ જેમ આત્માને શું છે, તેમ તે રાજાના પ્રધાન રાજ્યને લાયક કઈ પુરૂષને ચારે તરફ શોધતા હતા. તે વખતે દેવસમૃદ્ધિથી સર્વ લકોને વિસ્મય પમાડતે જાણે તેજને પુંજ હોય તે તે દેવ આકાશમાં રહીને બોલ્યારાજ્યને માટે ચિંતા કરનારા હે પ્રધાન અને સામંત ! તમારો રાજા અપુત્ર મરણ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy