SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭, પર્વ ૬ ઠું એક વખતે કામદેવને સખા વસંતઋતુ આવતાં સુમુખ રાજા ક્રીડા કરવાને માટે ઉદ્યાનમાં જવા ચાલ્યા. ગારૂઢ થઈને જતું હતું, તેવામાં માર્ગમાં વીરવિંદની વનમાળા નામની એક કમળલોચના સ્ત્રી તેના જોવામાં આવી. એ મનોહર બાલાનાં સ્તન પષ્ટ અને ઉન્નત હતાં. ભુજલતા કમળને જેવી કોમળ હતી. મધ્ય ભાગ વજની જે અલ્પ હતા. નિતંબમંડલ નદીતટની જેવું વિશાળ હતું. તેની નાભિ નદીની જલભમરી જેવી ગંભીર હતી. ઉરૂભાગ હાથીના સુંઢના જેવો હતો. હાથપગ નવીન સુવર્ણ કમલના જેવા આરક્ત હતાં, અને બ્રગુટી નમેલી હતી. તેણે ડાબે હાથે નિતંબ ઉપર સુંદર વસ્ત્ર રાખ્યું હતું, અને દક્ષિણ હાથે સ્તન ઉપરથી લઈને ઉત્તરીય વસ્ત્ર ધર્યું હતું. આવી સુંદર બાળાને જોઈને સુમુખ રાજા કામાર્ણ થઈ ગયે. તત્કાલ ગજેદ્રની ચાલને મંદ કરાવી મનમાં વિચારવા લાગ્યા કે “અહા ! આ સુંદરી કોઈના શાપવડે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલી અગ્ર હશે. વા મૂર્તિમાન વનલક્ષમી કે વસંતશોભા હશે ! વા કામદેવથી વિગ પામેલી રતિ હશે ! વા પૃથ્વી પર આવેલી નાગકુમારી હશે ! અથવા વિધાતાએ કૌતુકથી આ સ્ત્રીરત્ન બનાવ્યું હશે !” આવી રીતે ચિંતવતા રાજાએ પિતાને હાથી ત્યાંને ત્યાં આમ તેમ ફેરવવા માંડ્યો, પણ જાણે કેઈની રાહ જોતા હોય તેમ તે આગળ ચાલ્યા નહીં. એટલે હે રાજા! સર્વ રૌન્ય આવી ગયું છે છતાં તમે તમે અદ્યાપિ કેમ વિલંબ કરો છો ?” એવી રીતે ભાવને જાણવાની ઈચ્છાવાળા મંત્રીએ રાજાને પૂછયું. આવાં મંત્રીનાં વચનથી પિતાના ચિત્તને માંડમાંડ સ્થિર કરી રાજા યમુના નદીને કિનારે રહેલા મોટા ઉદ્યાનમાં આવ્યો. પરંતુ એ બાળાએ તેનું ચિત્ત હરી લીધું હતું, તેથી મનહર મંજરીવાળા આમ્રવનમાં, નાચી રહેલા નવપલ્લવવાળા અશોક વનમાં, ભ્રમરાઓના સમૂહથી આકુલ એવા બેરસલીના ખંડમાં, જેના પત્રો પંખા જેવાં છે એવા કદલી વનમાં, વસંતલક્ષમીની કણિકા જેવા કરેણના વનમાં અને બીજા કોઈપણ રમણીય સ્થલમાં તેને જરા પણ પ્રીતિ ઉત્પન્ન થઈ નહીં. આવી રીતે રાજાનું મન ઉદ્વેગ પામેલું જેઈ સુમતિ નામને મંત્રી કે જે રાજાના મને ભાવને જાણતું હતું, છતાં અજાણ્યા થઈ તેણે રાજાને પૂછયું-બહે નાથ ! મનનો વિકાર કે શત્રુઓને ભય એ બે શિવાય રાજાને મોહ થવામાં ત્રીજું કાંઈ પણ કારણ સંભવતું નથી. તેમાં પરાક્રમથી જગતને દબાવનાર એવા તમને શત્રુથી ભય હોવાને તે સંભવ જ નથી; તેથી જે કાંઈ મનને વિકાર થવાનું કારણ હોય અને તે જે ગુપ્ત રાખવા ગ્ય ન હોય તો મને કહેવાને યોગ્ય છો.” રાજા બોલ્ય-“હે મંત્રી ! નિષ્કપટ શક્તિવાળા એવા તમારાથી જ મેં શત્રુઓને વશ કર્યા છે, તેમાં આ મારી ભુજાઓ તો માત્ર સાક્ષીરૂપ છે, તે હવે નિશ્ચયે ખાત્રી છે કે મારા મનોવિકારને પણ ઉપાય કરવાને તમે શક્તિમાન છો, તેથી શા માટે હું તમને તે ન જણાવું? સાંભળો, હમણું હું અહીં આવતે હતો તે વખતે માર્ગમાં સર્વ સ્ત્રીઓનાં સર્વસ્વરૂપને લૂંટનારી કઈ અંગને મારા જેવામાં આવી છે, તેણીએ મારા ચિત્તને હરી લીધું છે, તેથી હું કામાતુર થઈને પીડાઉ છે. છું; માટે તેને એગ્ય ઉપાય કરે.” મંત્રી બેલ્યો-“હે પ્રભુ! તે ઉપાય મારા જાણવા માં , આવ્યું છે. તે વીરવિંદની વનમાળા નામે સ્ત્રી હતી. તેને હું સત્વરે તમને મેળવી આપીશ. માટે તમે હાલ તે પરિવાર સાથે સ્વસ્થાનકે જાઓ. આવાં મંત્રીનાં વચન સાંભળી રાજા રેગવાળાની જેમ મનથી રહિત હોય તેવી રીતે શિબિકામાં બેસી તે વનમાળાનું જ ચિંતવન કરતે કરતે સ્વસ્થાનકે ગયે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy