SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૬ હું ૩૦૫ મલ્લીનાથ પ્રભુની આવી દેશનાથી તે છ રાજાઓએ પ્રતિબોધ પામીને દીક્ષા લીધી અને કુંભ રાજા વિગેરે શ્રાવક થયા. મલ્લી પ્રભુને ભિષક વિગેરે અઠવ્યાવીશ ગણધરે થયા. પ્રભુની દેશના થઈ રહ્યા પછી પ્રથમ ગણધરે દેશના આપી. બીજે દિવસે તેજ વનમાં રહેલા વિશ્વસેન રાજની તરફથી પ્રભુને પરમ અન્નવડે પારણું થયું. પછી મલીનાથના ચરણને નમી ઈદ્રાદિક દેવતાઓ અને કુંભ વિગેરે રાજાઓ પોતપોતાને સ્થાનકે ગયા. પ્રભુ મલ્લીનાથના તીર્થમાં ઈદ્રાયુધ સરખા વર્ણવાળ, ચાર મુખવાળ, હાથીના વાહનપર બેસનારો, ચાર દક્ષિણ ભુજામાં વરદ, પરશુ, ત્રિશુલ અને અભયને રાખનાર અને ચાર વાયભુજાઓમાં બીજોરું, શક્તિ મુદગર, અને અક્ષસૂત્રને ધરનારે કુબેર નામે યક્ષ શાસનદેવતા થયા. તથા કૃષ્ણ વર્ણવાળી, કમલના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર અને બે વામણુજામાં બીજોરું અને શક્તિ ધરનારી રેયા નામે શાસનદેવી થઈ. તે બંને દેવતા શ્રી મલલીનાથ પ્રભુના શાસનદેવતા કહેવાયા. પછી ત્યાંથી ભવ્યલોકને બોધ કરવાને માટે ગ્રામ, આકર અને નગર વિગેરેમાં મલ્લીનાથ પ્રભુ વિહાર કરવા લાગ્યા. ચાલીશ હજાર મહાત્મા સાધુઓ, પંચાવન હજાર તપસ્વી સાધ્વીઓ, છ ને અડસઠ ચૌદ પૂર્વ ધારી, બે હજાર બસો અવધિજ્ઞાની, સત્તરસ ને પચાસ મન:પર્યવજ્ઞાની, બે હજાર ને બસે કેવલજ્ઞાની, બે હજાર નવસો શૈક્રિય લબ્ધિવાળા, એક હજારને ચારસો વાદ લબ્ધિવાળા, એક લાખને ત્યાશી હજાર શ્રાવકે અને ત્રણ લાખ ને સીત્તેર હજાર શ્રાવિકાઓ આટલે પરિવાર એક વર્ષ ઉણ પંચાવન હજાર વર્ષ સુધી વિહાર કરતાં મલ્લીનાથ પ્રભુને થે. શ્રી મલલીનાથ પ્રભુએ નિર્વાણ સમય નજીક જાણી સમેતશિખરે જઈ પાંચસે સાધુઓ અને પાંચસે સાધ્વીઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે ફાલ્યુન માસની શુદ્ધ દ્વાદશીએ યામ્ય નક્ષત્રમાં મલલીનાથ પ્રભુ તે સર્વે સાધુ અને સાધ્વીઓની સાથે નિર્વાણપદને પ્રાપ્ત થયા. કૌમારવસ્થામાં અને વ્રતપર્યાયમાં મળીને મલ્લી પ્રભુનું પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. અરનાથ પ્રભુના નિર્વાણ પછી કોટી હજાર વર્ષ ગયા ત્યારે શ્રી મલી પ્રભુનો નિર્વાણકાળ થયે હતો. મલ્લીનાથ પ્રભુ નિર્વાણ પામ્યા પછી ઈદ્રો અને કોટીગમે દેવતાઓએ આવીને શ્રી મલ્લીનાથ પ્રભુને યથાવિધિ નિર્વાણમહોત્સવ કર્યો. B88SGSSSSSSSSS388 8929228888888888888833 इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि मल्लिनाथचरितवर्णनो નામ પB સર્જઃ | B8%EBBB8 88888882388888888888888888 ૧ અભિક્ષક એવું નામ પણ અન્યત્ર કહેલ છે, ૩૯
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy