SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લો પથ્થરનો જાણે મોટે ગોળે હોય તે નિર્મલ વૃષભ, કુંકુમની જેવી અતિ રક્ત કેસરાવાળો કેસરીસિંહ, બે હાથી જેને અભિષેક કરી રહ્યા છે તેવી લક્ષ્મીદેવી, સંધ્યાકાળના વાદળાની કાંતિને ચિરનારી પંચવણ પુષ્પની માળા, જાણે રૂપાનું દર્પણ હોય તે પૂર્ણ ચંદ્રમા, અંધકારને નાશ કરનારૂં સૂર્યનું મંડળ, નાદ કરતી ધુધરીઓના જાળ અને પતાકાવાળો મહાધ્વજ, જેના મુખ ઉપર કમળનાં પુષ્પ ઢાંકેલાં છે એ સુવર્ણને જલપૂર્ણ કુંભ, વિકાશી કમળ વડે જાણે હસતું હોય તેવું મોટું પદ્મ સરોવર, ઊંચા તરંગ રૂપી હાથ વડે જાણે નૃત્ય કરતો હોય તે ક્ષીરસમુદ્ર, જેનું પ્રતિમાન કેઈ ઠેકાણે જોવામાં આવતું નથી તેવું રત્નનિમિત વિમાન, પાતાળના ફણિધરોને જાણે મણિસમૂહ હોય તેવે રત્ન પુંજ અને પ્રાત:કાળના સૂર્યની જે નિધૂમ અગ્નિ-આ પ્રમાણેનાં ચીદ સ્વપ્નને જોઈ દેવી જાગ્યા, અને તરત જ રાજા સમીપે જઈ સ્વપ્નાની હકીકત કહી. રાજાએ કહ્યું- હે દેવી! આ સ્વપ્નના પ્રભાવથી તમને ત્રણલેકને વંદન કરવા યોગ્ય પુત્ર થશે.” - આસનકંપથી ઈદ્રોએ ત્રીજા તીર્થકરનું ચ્યવન જાણ્યું, એટલે ત્યાં આવી સેનાદેવીને નમસ્કાર કરી સ્વપ્નાના અર્થને કહેવા લાગ્યા કે “હે સ્વામિનિ ! આ અવસર્પિણી કાળમાં જગના સ્વામી અને ત્રીજા તીર્થકર એવા તમારે પુત્ર થશે.” એવા સ્વપ્નના અર્થને સાંભળવાથી મેઘની ગર્જનાથી જેમ મયૂરી હર્ષ પામે તેમ દેવી હર્ષ પામ્યા, અને બાકીની રાત્રિ જાગ્રતપણામાંજ નિગમન કરી. તે દિવસથી હીરાની ખાણ જેમ હીરાને અને અરણિનું વૃક્ષ જેમ અગ્નિને ધારણ કરે તેમ સેનાદેવીએ મોટા સત્યવાન અને પવિત્ર એવા ગર્ભને ધારણ કર્યો. ગંગાના જળમાં સુવર્ણકમળની જેમ દેવીના ઉદરમાં એ ગભ ગૂઢ રીતે વધવા લાગે. જેમ શરદઋતુના સમયમાં સરસીના કમળે વિશેષ વિકાશ પામે છે તેમ તે વખતે દેવીની દષ્ટિમાં વિશેષ વિકાશ જાવા લાગે. ગર્ભના અનુભાવથી પ્રતિદિન દેવીના અંગમાં લાવણ્ય, સ્તનમાં પુષ્ટતા અને ગતિમાં મંદતા અધિક અધિક વધવા લાગી. ફાલ્ગન માસની શુકલ અષ્ટમીએ તે ગર્ભને ધારણ કરનાર દેવી મેઘના ગર્ભને ધારણ કરનાર આકાશની પેઠે જગતના હર્ષને માટે થયા. પછી નવમાસ અને સાડાસાત દિવસ ગયા ત્યારે માગશર માસની શુકલ ચતુછીએ મૃગશિર નક્ષત્રમાં ચંદ્ર આવતાં, પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ જરાય અને રૂધિર વિગેરે દેષથી વજિત અને અશ્વના લાંછનવાળા એવા સુવર્ણવણ પુત્રને દેવીએ જન્મ આપ્યું. તે ક્ષણે રોલેક્યમાં અંધકારને નાશ કરનાર ઉદ્યોત પ્રગટ થયો, નારકી પ્રાણીઓને પણ ક્ષણવાર સુખ થયું, સર્વ ગ્રહો ઊચ્ચ સ્થાનમાં આવ્યા, સર્વ દિશાઓ પ્રસન્ન થઈ રહી, સુખકારી પવન વાવા લાગ્ય, સર્વ લેક ક્રિીડા કરવા લાગ્યા. સુગંધી જળની વૃષ્ટિ થઈ, આકાશમાં દુંદુભીના નાદ થવા, પવને રજ દૂર કરી, અને પૃથ્વી ઉચ્છવાસ પામી ગઈ. એ વખતે અલકમાંથી ભેગંકરાદિક આઠ કુમારીકાઓ અવધિજ્ઞાનવડે પ્રભના જન્મને જાણી સ્વામીના મંદિરમાં પ્રાપ્ત થઇ, અને ભગવંતને તથા માતાને ત્રણ પ્રદક્ષિણા ડી કે તમે ભય પામશે નહી” એમ કહી પોતાના આત્માને ઓળખાવ્યો. પછી ઈશાન. દિશામાં જઈ વૈક્રિય સમુદઘાત કરી, સંવ વાયુવડે એક જન સુધી કાંટા વિગેરે દર ૩ પ્રાંતબિંબ.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy