SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પવ ૬ હું ૩૦૧ અતિ રમણીય બનાવ્યાં; અને તે પ્રતિમાવાળા ઓરડાની ફરતી ભી'ત ચણાવી, તેમાં તાળાં દીધેલાં કમાડવાળાં છ દ્રાો કરાવ્યાં, તે દ્રારની આગળ નાના નાના છ એરડા કરાવ્યા, અને પ્રતિમાની પછવાડાની ભી`તમાં એક બીજી' દ્વાર પડાવ્યુ'. પછી એ પ્રતિમાના તાળવા ઉપર સર્વ આહારના એક એક પિંડ મૂકી તે પર સુવર્ણ કમળ ઢાંકી દઇને મલ્લીકુમારી પ્રતિદિન ભાજન કરવા લાગ્યાં. હવે જે છ રાજાઆએ મલ્ટીકુમારીને માટે પોતપાતાના દૂતે માકલ્યા હતા તે એક સાથે મિથિલાપતિની પાસે આવ્યા. સર્વાંમાં પ્રથમ દૂતે કહ્યું “અનેક સામત રાજાએ મસ્તકવડે જેના ચરણકમળને માર્જિત કરે છે એવા મહાપરાક્રમી, મહા ઉત્સાહી, રૂપમાં કામદેવ જેવા, અધિપતિ સૌમ્યતામાં ચંદ્ર જેવા, પ્રતાપમાં સૂર્ય જેવા અને બુદ્ધિમાં ગુરૂ જેવા સાકેતપુરના પ્રતિબુદ્ધિ રાજા તમારી નિર્દોષ કન્યા મન્નીકુમારીને પરણવાને ઈચ્છે છે. તમારે કાંઈ ખીજાને કન્યા તા અવશ્ય આપવી જોઇશે, તેા અમારા રાજાને આપીને તેને સ્વજન કરવાને તમે યાગ્ય છે.” બીજે ક્રૂત આલ્યા- ધૂંસરા પ્રમાણ દીર્ઘ ભુજાવાળા, પુષ્ટ કધવાળા, વિશાળ લાચનથી શેાભતા, કુલીન, ચતુર, સત્ય પ્રતિજ્ઞાવાળા, રણભૂમિમાં તીવ્ર, સર્વ શાસ્ત્રના અભ્યાસી અને સર્વ શસ્ત્રોમાં શ્રમ કરનાર, એવા ચંદ્રની છાયા જેવા શીતળ ચંપાનગરીના પતિ ચંદ્રાય નામે યુવાન રાજા તમારી પુત્રી મલ્લોકુમારીને માગે છે, તો તેને આપવાને તમે ચાગ્ય છે.” ત્રીજા દૂતે કહ્યું-ળ્યાચકોના ચિંતામણી, ક્ષત્રિયાના શિરામણિ, શરણેચ્છુને શરણ કરવા યાગ્ય, વીર્ય વંતમાં શ્રેષ્ઠ, જયશ્રીનુ ક્રીડાગૃહ અને ગુણીજનાના બગીચા રૂકમિ નામે શ્રાવસ્તી નગરીના રાજા તમારી કન્યાને ઇચ્છે છે. માટે હે રાજા ! વિધિએ મેળવેલા ઉચિત એવા વરવધુના યાગ કરો, તમે ચેાગ્યતાને જાણનારા છે.” ચાથા દૂત ખલ્યા-અદ્ભુત ઐશ્વર્યથી યક્ષપતિ કુબેરને જીતનાર, વાચાલ, સૌંદર્ય માં કામદેવ સમાન, શત્રુઓના ગવ ને છેદનાર, સદાચાર રૂપ માના વટેમાર્ગુ, શાસનમાં ઇંદ્ર સમાન અને શંખના જેવા ઉજજવળ યશને ધારણ કરનાર શખ નામે કાશી નગરીના રાજા છે, તે તમારી પાસે તમારી કન્યાની પ્રાર્થના કરે છે તે સ્વીકારો.' પાંચમા તે કહ્યુ વ્હે મિથિલાપતિ ! મેાટા ખળવડે હરતી જેવા, હાથચાલાકીવાળા, મહાપરાક્રમી, અનેક રણમાં પસાર થયેલા, દૃઢ હૃદયવાળા, સારી બુદ્ધિવાળા, યુવાન, કીર્ત્તિરૂપી વેલના પ્રરોહણ, ગુણરત્નાના એક રેહણાચળ અને દીન અનાથ જનના ઉદ્ધાર કરનાર હસ્તીનાપુરના સ્વામી અદીનશત્રુ રાજા, તમારી કન્યા મલ્લિકુમારીને માગે છે તેથી તેને આપો.” ો દૂત એલ્યા “હાથીઓથી પતની જેમ શત્રુઓથી અકંપનીય, નદીઓથી સમુદ્રની જેમ ઘણી સેનાથી ચારે તરફ પરવરેલા, અપ્રતિહત શક્તિવાળા સેનાનીથી ઇંદ્રની જેવા અને સર્વ શત્રુને જીતનાર કાંપિલ્યપુરનો અધિપતિ જિતશત્રુ રાજા મારા મુખે તમારી કન્યાને પ્રાથે છે; માટે વિલંબ વગર તેને આપે.” આ પ્રમાણે છએ તાનાં વચન સાંભળી કુ ભરાજા બાલ્યા- “અપ્રાર્થિત વસ્તુની પ્રાના કરનારા, મૂઢ અને બહુમાની એવા તે અધમ રાજાએ કાણુ છે ? આ મારૂં કન્યારત્ન ત્રણ જગતમાં શિરારત્ન છે. તેને પરણવાને ઇંદ્રાદિક દેવતાઓની પણ ચેગ્યતા નથી. હું ગરીબ દ્વતા ! તમારા દુરાશયવાળા સ્વામીએ આ મનારથા વૃથા કરેલા છે, તેથી શીઘ્ર અહી થી તમે ચાલ્યા જાઓ. મારા નગરમાંથી સત્વર નીકળે.” આ પ્રમાણે તિરસ્કાર કરેલા તે તાએ ત્યાંથી નીકળી ઉતાવળા પાતપાતાના સ્વામી પાસે આવી ક્રોધરૂપ અગ્નિમાં પવન જેવા આ સ'દેશેા કહ્યો. પછી છએ રાજાઓએ પાતાના સરખા પરાભવ થવાથી પરસ્પર
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy