SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ જ. છઠ્ઠા આનંદ બલભદ્ર, પુરૂષપુંડરીક વાસુદેવ અને બલિ પ્રતિવાસુદેવનું ચરિત્ર, હવે શ્રી અરનાથ પ્રભુના તીર્થમાં થયેલા છઠ્ઠી વાસુદેવ, બલદેવ અને બલિ નામના પ્રતિવાસુદેવનું ચરિત્ર કહીએ છીએ. વિજયપુર નામના નગરમાં ચંદ્રની જેમ સુદર્શન અને જગતને આનંદ આપનાર સુદશન નામે રાજા હતો. દમધર નામના મુનિ પાસેથી જૈનધર્મ સાંભળીને વિરક્ત બુદ્ધિવાળા તે રાજાએ દીક્ષા લીધી અને મોટી તપસ્યા કરીને સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા. આ ભરતક્ષેત્રને વિષે પિતનપુર નામના નગરમાં મિત્રરૂપ કમળમાં મિત્ર (સૂર્ય) ના ઉદય જેવો પ્રિયમિત્ર નામે રાજા હતા. તેની પ્રિયાને સુકેતુ નામના કેઈએક રાજાએ હરણ કરી. તે પરાભવથી વિરક્ત થઈ પ્રિય મિત્રે વસુભૂતિ મુનિની પાસે દીક્ષા લીધી. પ્રિયાના હરણથી થયેલા દુખવડે પીડિત એવા તેણે મહા આકરી તપસ્યા કરી. પ્રાંતે એવું નિયાણું બાંધ્યું કે “આ તપના પ્રભાવથી હું મારી પત્નીનું હરણ કરનારને વધ કરનાર થાઉં.' આવા નિયાણાની આલોચના કર્યા વગર અનશન કરી મૃત્યુ પામીને તે માહેદ્રક૯૫માં મહદ્ધિક દેવતા થયે, વૈતાઢયગિરિ ઉપર અરિંજ્ય નામના નગરમાં સુભૂમ ચક્રીએ જેને બંને એણને વૈભવ આપે છે એવો મેઘનાદ નામે વિદ્યાધરને રાજા હતા. તે સુભમ ચક્રવતીની સ્ત્રી પશ્રીને પિતા થતું હતું. પેલે સુકેતુ ભવભ્રમણ કરી અરિંજય નગરમાં તે મેઘનાદના વંશમાં બલિ નામે પ્રતિવાસુદેવ થયે. તે પચાસહજાર વર્ષના આયુષ્યવાળે, કૃષ્ણવર્ણ અને છવીશ ધનુષની કાયાવાળો ત્રિખંડ પૃથ્વીને ભોક્તા થયે. આ જંબુદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધમાં પૃથ્વીમંડલના મંડન રૂપ ચકપુર નામે નગર હતું. તેમાં મોટા રાજાઓના મસ્તકોને નમ્ર કરાવનાર અને જાણે બીજે લેકપાલ હોય તે મહાશિર નામે રાજા હતે. અદ્દભુત ચરિત્રવાળા અને સર્વ રાજાઓમાં શિરમણિ તે રાજાને અનુક્રમે બુદ્ધિ અને લક્ષમી વિવેકથી વિભૂષિત હતી. સ્વયંભૂરમણ સમુદ્રમાં જળજંતુની જાતિની જેમ કઈ એવી કળા નથી કે જે તે રાજામાં ન હતી. તે પૃથ્વી પર રાજય કરતાં કોઈ ચોરની વાર્તા પણ જાણતું નહીં; માત્ર તે રાજા સત્યરૂષના મનને ચોરી લેતે હતે. એકને પ્રીતિ અને બીજાને ભય ઉત્પન્ન કરતો એ રાજા સારા અને નઠારા પુરૂષોના હૃદયમાંથી કદિ પણ દૂર રહેતો નહીં. તે રાજાને રૂપથી સ્વર્ગની સ્ત્રીઓને જીતનારી એક વૈજયંતી અને જાણે અપરા લક્ષમી હોય તેવી બીજી લક્ષ્મીવતી નામે બે પત્નીએ હતી. સુદર્શનને જીવ જે સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયો હતો, તે ત્યાથી ચવીને વિજયંતી દેવીના ઉદરમાં અવતર્યો. બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વમ જોઈ હર્ષ પામેલા જયતી દેવીએ તે ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. ગર્ભસમય પૂર્ણ થતાં ચંદ્રની જેવા નિર્મળ આનંદ નામના પુત્રને તેણે જન્મ આપ્યું. તે યૌવનમાં આવતાં ઓગણત્રીશ ધનુષની કાયાવાળે થયા,
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy