SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૬ ઠું ૧૮૧ ગિરિ ઉપર લઇ ગયા. તે અપુત્ર હાવાથી હર્ષ પામીને તેણે મદનમષા નામની પોતાની પ્રિયાને પુત્ર તરીકે અર્પણ કર્યાં. તેઓના પૂછવાથી વીરભદ્રે પેાતાની સ્ત્રીના અને પેાતાના સમુદ્રમાં વહાણ ભાંગવા સુધીના સર્વ વૃત્તાંત પ્રથમથી કહી બતાવ્યા. પછી તેણે કહ્યું-‘હું પિતાજી ! યમરાજના મુખમાંથી ખેચી લાવે તેમ તમે મને સમુદ્રમાંથી ખેંચી લાવ્યા, પણ મારી સાથે ડૂબેલી અન ગસુંદરીનું શું થયુ' તે તમે કા.' તે સાંભળી રતિવલ્લભ વિદ્યાધરે આભાગિની વિદ્યાથી જાણી લઇને કહ્યું--‘વત્સ ! તારી પ્રિયા અન’ગસુ ંદરી અને પ્રિયદર્શીના પદ્મિનીખંડ નગરને વિષે સુત્રતા સાધ્વીના ઉપાશ્રયમાં એ મ્હેનેા હોય તેમ સાથે રહીને ધર્મ આચરે છે.’ અને પત્નીઓની આવી કલ્યાણ વાર્તા સાંભળી જાણે સ` અંગમાં અમૃત સિંચન થયું. હોય તેમ વીરભદ્ર ખુશી થયા. સમુદ્રમાંથી બહાર નીકળતાંજ તેણે શ્યામવણું કરનારી ગુટિકા દૂર કરી હતી એટલે તેના સહજ ગૌરવર્ણ થઇ ગયેલેા હતા. પછી તિવæલે વજ્રવેગવતી નામની પોતાની પત્નીના ઉદરમાંથી જન્મેલી રત્નપ્રભા નામની પેાતાની પુત્રી વીરભદ્ર સાથે પરણાવી. વીરભદ્ર પેાતાનુ બુન્દ્રાસ એવું નામ જણાવી રત્નપ્રભાની સાથે વિષયસુખ અનુભવવા લાગ્યા. એક વખતે વિદ્યાધરાને એકઠા થઇને કાંઈક જતાં જોઇ, વીરભદ્રે રત્નપ્રભાને પૂછ્યું કે · આ સર્વે વેગથી કયાં જાય છે ?” રત્નપ્રભાએ કહ્યું- હે પ્રિય ! આ વિદ્યાધરા આ ગિરિ ઉપર રહેલા શાશ્વત અંતની યાત્રા કરવા માટે વેગથી જાય છે.’ આ પ્રમાણે સાંભળતાંજ શ્રાવક બુદ્ધુદાસ રત્નપ્રભા પ્રિયાની સાથે બૈતાઢય ગિરિના શિખર ઉપર ગયા અને ત્યાં ભક્તિથી શાશ્વત અતના ચૈત્યાને વંદના કરી, રત્નપ્રભાએ પણ દેવની આગળ ગીત નૃત્યાદિ કર્યું. બુદ્ધદાસે કહ્યું–‘ હે પ્રિયા ! આ દેવ મને તેા અપૂ` લાગે છે, કારણ કે હું સિ'હલદ્વીપને નિવાસી છું, તેથી મારા કુલદેવતા તા યુદ્ધ છે.' રત્નપ્રભા ખાલી—‘હે નાથ ! તેવા હેતુથીજ હું આ પ્રમાણે કહું છું કે આ દેવાધિદેવ પ્રભુ અમારા અપૂર્વ દેવ છે, અને તે અરિહંત પ્રભુ સજ્ઞ, રાગાદિ દોષને જીતનાર, બૈલેાકયપૂજિત અને યથાસ્થિત અના કહેવાવાળા છે. બીજા જે બુદ્ધ અને બ્રહ્માદિક છે તે દેવ નથી, કારણ કે તે સ'સારના આવત્ત માં પાડનારા છે અને પોતાને માદિ દોષ રહેલા છે એમ સૂચવનારા અક્ષસૂત્ર વિગેરેને ધારણ કરનારા છે.' આ પ્રમાણે પ્રતિદિન વિચિત્ર ક્રીડાવડે ક્રીડા કરતા અને રતિસાગરમાં મગ્ન મચેલા યુદ્ધદાસ અને રત્નપ્રભાના કેટલાક કાળ વ્યતીત થયા. એક વખતે રાત્રિના શેષ ભાગે વીરભદ્રે રત્નપ્રભાને કહ્યું– હે પ્રિયે ! ચાલેા આજે દક્ષિણ ભરતા માં ક્રીડા કરવા જઇએ.' રત્નપ્રભાએ તેમ કરવા હા પાડી એટલે તે દંપતી વિદ્યાવડે આકાશમાર્ગે થઇ દ્મિનીખડ નગરમાં સુત્રતા સાધ્વીને ઉપાશ્રયે આવ્યા. ઉપાશ્રયના દ્વારે ઉભા રહી વીરભદ્રે રત્નપ્રભાને કહ્યું-‘હું જરા દિશા જઇને આવું ત્યાં સુધી તુ' અહીજ રહેજે.' એમ કહી કેટલીક ભૂમિ ચાલી તેનુ રક્ષણ કરવાને માટે રાજાના બાતમીદારની જેમ સ`તાઇને ઉભા રહ્યો. ક્ષણવાર પતિ વગર એકલી રહેતાંજ તેણે ચક્ર વાકીની જેમ તારસ્વરે રૂદન કરવા માંડયું. ‘સ્ત્રીઓના એવા સ્વભાવ જ છે.' તેના કરૂણસ્વરને સાંભળીને કરૂણાની સરિતારૂપ ગણની સુત્રતાએ પેાતેજ ઉપાશ્રયનાં દ્વાર ઉઘાડયાં. એટલે તેને રાતી જોઈ સાધ્વીએ પૂછ્યું- વસે ! તું કાણુ છે ? કયાંથી આવી છે ? એકાકી કેમ છે ? અને શા માટે રૂદન કરે છે ?’ રત્નપ્રભાએ નમસ્કાર કરીને કહ્યું–“ બૈતાઢય પર્વત ઉપરથી મારા પતિની સાથે હું અહી' આવી છું. મારા પતિ દિશા જવાને માટે ૩૬
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy