SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ સર્ગ ૨ જે અહીં એક વખતે વીરભદ્રે અનંગસુંદરીને એકાંતમાં કહ્યું- હે સખિ ! તમારી પાસે આવી સામગ્રી છતાં તમે ભેગથી વિમુખ કેમ છો?” અનંગસુંદરી બેલી- બેના ભેગ કોને વહાલા ન હોય? પણ પિતાને ગ્ય કુલીન પતિ મળવો દુર્લભ છે. મણિ એકલો સારે, પણ કાચની મુદ્રિકા સાથે જડાએલે સારે નહીં; નદી જળ રહિત સારી, પણ ઘણું જળ જતુઓથી આકુળ સારી નહીં; શાળા શૂન્ય સારી, પણ તસ્કર લે કોથી ભરપૂર સારી નહીં; વાડી વૃક્ષવગરની સારી, પણ વિષવૃક્ષવાળી સારી નહીં; તેમ રૂપ-યૌવનવાળી સ્ત્રી પરણ્યા વગરની સારી, પણ અકુલીન અને કળા રહિત પતિથી વિડબિત થયેલી સારી નહીં. હે સખિ ! આટલા વખત સુધી હજુ કઈ ગ્ય વર મારા જેવામાં આવ્યું નથી, તે અ૫ ગુણવાળા પતિને વરીને હું ઉપહાસ્યનું પાત્ર કેમ થાઉં ?” વીરભદ્ર બોલ્યો“સખિ ! યોગ્ય વર મળે તે જ સારું, પણ યોગ્ય કઈ વર નથી” એવું બોલશે નહીં; કેમકે આ પૃથ્વી બહુ રનવાળી છે. તમારે માટે યોગ્ય વર હું હમણાં જ શેધી લાવું, પણ તમે અરોચક થઈ ગયા છે, તેથી તમને ભેગ રૂચશે નહીં.” અનંગસુંદરી એ કહ્યુંસખી! આવી આશા આપી મારી જીહાને શા માટે ખેંચે છે ? અને આવું મિથ્યા કેમ બેલે છે ? જે તારું કહેવું સાચું હોય તે મને યોગ્ય એ વર બતાવ કે જેથી મારાં કળા, યવન, રૂપ વિગેરે સર્વ કૃતાર્થ થાય.” આ પ્રમાણે વીરભદ્રને કહ્યું, એટલે તેણે પિતાનું રૂપ બતાવ્યું. તત્કાળ અનંગસુંદરી બોલી કે “હવે હું તમારે આધીન છું. તમે મારા પતિ છો.” વીરભદ્રે કહ્યું-“તથાકતુ” પણ તમને અપવાદ ન લાગે માટે હવેથી હું અહીં આવીશ નહીં, તમારે તમારા પિતાને આ વાર્તા જણાવવી. જેથી રાજા શંખઠીને અપરાધ ન ગણે અને ઉલટા તેને બોલાવી “અનંગસુંદરી વીરભદ્ર માટે ગ્રહણ કરે એમ આગ્રહ સાથે કહે. અનંગસુંદરીએ તેમ કરવા કબૂલ કર્યું, એટલે વીરભદ્ર પિતાને ઘેર ગયે. પછી અનંગસુંદરીએ તત્કાળ પિતાની માતાને બે લાવીને આ પ્રમાણે કહ્યું કે-“ હે માતા ! આટલો વખત યોગ્ય વરના અભાવથી કેવલ માતપિતાને હૃદયમાં શલ્યની જેમ ખેદને માટેજ હું થઈ પડી હતી, પણ હવે કળા, રૂપ પ્રમુખ ગુણોથી મારે યોગ્ય એ શંખશેઠનો પુત્ર વીરભદ્ર નામે એક ઉત્તમ વર મેં શોધે છે માટે આજને આજ એ ગુણી વર મને આપ. તમે પોતે મારા પિતાને વિજ્ઞપ્તિ કરે છે તે મારે માટે તેના પિતા શંખશેઠની પ્રાર્થના કરે.” આવાં વચન સાંભળતાં જ રાણી ખુશ થઈ, તત્કાળ રાજા પાસે આવી કહ્યું કે “સ્વામી ! વધામણી છે, સારે ભાગ્યે આપણી પુત્રીને યોગ્ય વરને લાભ થયો છે. અનંગસુંદરીએ પિતાની મેળે પરીક્ષા કરીને શંખશેઠના યુવાન પુત્ર વીરભદ્રને યોગ્ય વર તરીકે પસંદ કર્યો છે. રાજાએ કહ્યું- આ વિષેજ હું ચિંતવન કરતા હતા, ત્યાં ચિંતામણિ કે કામધેનું હોય તેમ તમે આવી પડ્યાં, અહા ! પુત્રીનું વરની પરીક્ષા કરવામાં કેવું ઔય અને ડહાપણ છે કે જેણે આટલો કાળ ખમીને છેવટે આવા યોગ્ય વરને પસંદ કર્યો !” તત્કાલ રાજાના આમંત્રણથી ઘણું ધનાઢય વણિકેથી પરવરેલો શંખશે ત્યાં આવ્યો. તેણે રાજાને પ્રણામ કર્યો. રાજા રત્નાકરે શંખશેઠને કહ્યું- તામ્રલિપ્તી નગરીથી કઈ યુવાન પુરૂષ તમારે ઘેર આવ્યો છે તે સર્વ કળાસાગરના પારને પામેલે, અદ્વૈત સૌદર્ય વાળ અને ગુણગણથી ઉત્તમ છે એમ સાંભળવામાં આવ્યું છે.” શંખશેઠે કહ્યું- હે દેવ ! તેને ગુણે લોકો જાણે છે.” રાજાએ કહ્યું- તે તમારી આજ્ઞા માં છે કે નહીં? શંખશેઠે કહ્યું- સ્વામી ! તે વિષે વધારે શું કહું ? સર્વ જન તેના ગુણથી ખરીદ થઈ તેને જ વશ રહે છે.” રાજાએ કહ્યું-“શેઠજી ! મારી પુત્રી અનંગસુંદરી છે, તેને વીરભદ્રને માટે તમે
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy