SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ સગ ૨ જો કરવા નીકળ્યા. ચારસા વર્ષ સુધી ફરીને આખા ભરતક્ષેત્ર ઉપર પોતાનું શાસન પ્રવર્તાન્યું, ચક્રવત્તી પણામાં પણ તેટલેાજ કાળ (૨૧૦૦૦ વર્ષ ) ગયા ત્યારે લેાકાંતિક દેવતાએએ આવીને કહ્યું કે હે સ્વામી ! તીર્થં પ્રવર્તાવા. એટલે પ્રભુ વાર્ષિક દાન આપી, પેાતાના પુત્ર અરિવંદને રાજ્ય સોંપી, વૈજયંતી શિબિકામાં બેસીને સહસ્રામ્રવનમાં ગયા. તે વનનાં વૃક્ષે મુનિએની જેમ મૌન રહેલા કેકિલ પક્ષીઆએ આશ્રિત કર્યા હતા, તેમાં આવેલી કૃષ્ણવણી શેલડીના વાઢની રક્ષણ કરનારી સ્ત્રીઓના મધુર ગીત સાંભળી વટેમાંગુ ઉભા રહેતા. ત્યાં ક્રીડા કરતી નગર સ્ત્રીએના કેશપાસને જોતાં મયૂરના છુટા પડેલાં પીછાઓએ તેનુ શરણુ કર્યુ. હાય એમ જણાતું હતું. પુનાગના પુષ્પાની ખુશમેથી મધુકરા પ્રમાદ ધરતા હતા, ખેરડી અને નારગીના લથી આકાશ પીળુ થઈ ગયું હતું, જાણે હેમંતના હાસ્ય હાય તેવા ચારાળી, ફ્લી, ડોલર અને મુચકુદની કલીએથી તે શેાભી રહ્યું હતું અને રાહડાનાં પુષ્પાની રજથી તેણે દિશાઓને નિલ કરી હતી. આવા સુંદર ઉદ્યાનમાં નદ્યાવર્ત્તથી લાંતિ એવા અરનાથ પ્રભુએ પ્રવેશ કર્યા. પછી તે વનમાં વૈજય'તી શિખિકામાંથી ઉતરી, માશી` માસની શુકલ એકાદશીએ ચદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં દિવસના પાછલે પહેારે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ તપ કરીને દીક્ષા લીધી. તત્કાળ તેમને મન:પર્યાંવજ્ઞાન પ્રાપ્ત થયું. ખીજે દિવસે રાજપુર નગરમાં અપરાજીત રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા. અને પ્રભુના ચરણને સ્થાને રાજાએ રત્નપીઠ રચાવી. આસન અને શયનને બીલકુલ તજી દઇ વિવિધ અભિગ્રહને ધારણ કરતા પ્રભુએ છદ્મસ્થપણે ત્રણ વર્ષ સુધી પૃથ્વીપર વિહાર કર્યા. એકદા પાછા તેજ સહસ્રામ્રવનમાં આવી આમ્ર વૃક્ષની નીચે પ્રતિમા ધરીને ઉભા રહ્યા. ત્યાં કાર્ત્તિક માસની શુકલ દ્વાદશીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં પ્રભુને ઘાતિકર્મના ક્ષયથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવી તત્કાળ સમેાસરણુ રચ્યુ', તેમાં પ્રભુએ પૂદ્વારથી પ્રવેશ કર્યા, અને ત્રણસેા ને સાઠ ધનુષ ઉંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી તાય નમઃ એમ બેલી પૂર્વાભિમુખે પૂર્વ સિ’હાસન પર આરૂઢ થયા. ન્યતાએ તરતજ બીજી ત્રણ દિશાઓમાં તેમના પ્રતિબિંબે વિકર્ષ્યા, ચતુર્વિધ સંઘ પણ આવીને ચેાગ્ય સ્થાને બેઠે. પ્રભુને સમાસર્યા જાણી રાજા કુદ્રુહ પણ તરત ત્યાં આવ્યા અને ભગવંતને નમીને તે ઈદ્રની પછવાડે બેઠા. પછી ઇંદ્ર અને કુદ્રુહ રાજા ઉભા થઈને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ** ત્રણ ભુવનના અધીશ, સર્વ વિશ્વ પર વાત્સલ્ય ભાવના ધરનાર, કરૂણાના સાગર, અને અતિશયાથી શોભિત એવા હે પ્રભુ! જય પામે. હે નાથ ! જેમ નિષ્કારણ જગ * 66 ના ઉપકારને માટે સૂર્ય પોતાના સફલ કિરણાથી વિશ્વને પ્રકાશ કરે છે, જેમ ચંદ્ર “ પેાતાની જ્યાત્સનાથી વિશ્વના સંતાપ હરે છે, જેમ વર્ષાઋતુ મેઘના જલથી જગને 66 જીવન આપે છે, જેમ વાયુ પેાતાની નિરંતરની ગતિથી જગતને આશ્વાસન કરે છે, તેવી (6 રીતે નિષ્કારણ ત્રણ લેાકના ઉપકારને માટે જ તમારી પ્રવૃત્તિ જય પામે છે. હે સ્વામી ! “ જે આ જગત્ અત્યાર સુધી અ ંધકારમય અને અધ થઈ રહ્યુ હતુ, તે તમારાથી હવે “ પ્રકાશમય અને નેત્રવાળું થયેલું છે. હે નાથ ! હવેથી નરકના માગ ખીલાઇ જશે તિય "ચ 66 ચેાનિમાં પણ થાડી ગતિ પ્રવર્ત્તશે, વગ લેાક એક સીમાડાના ખીજા ગામડા જેવુ થશે, 66 અને મુક્તિ જે ઘણી દૂર છે તે પણ નજીક થશે. હે પ્રભુ ! વિશ્વના ઉપકારને માટે તમે વિહાર કરતાં પ્રાણીઓને અસભવિત કલ્યાણ પણ શું શું પ્રાપ્ત નહીં થાય ? અર્થાત્ “ સવ કલ્યાણ પ્રાપ્ત થશે. ” t
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy