SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લા આ પ્રમાણે ઇંદ્ર અને કુરૂરાજ સ્તુતિ કરી રહ્યા પછી શ્રી કુંથુનાથ ભગવંતે ધર્મ દેશના આપવા માંડી. ૨૦૮ “ મોટા દુઃખનું કારણ એવા આ સ`સારરૂપ સાગર ચારાશી લાખ ચાહ્નિરૂપ જલભ્રમરીઓમા પડવા વડે અતિ ભયંકર છે. તે ભવસાગરને તરવામાં સમર્થ એવી નાવિકા વિવેકી જનાને ઇઇંદ્રિય રૂપ ઉર્મિઓના જય સાથે મનઃશુદ્ધિ કરવી તે છે. વિદ્વાને એ મન:શુદ્ધિ નિર્વાણુમાને બતાવનારી અને કઢિપણ નહિ બુઝે તેવી એક દીપિકા “ કહેલી છે. મન:શુદ્ધિ હાય તે જે અછતા ગુણા છે તે છતા થાય છે અને છતાં ગુણુ ** (6 કદિપણું અઠતા થતા નથી, માટે પ્રાણ પુરૂષોએ સદા મનઃશુદ્ધિ કરવી. જે મનઃશુદ્ધિ કર્યા વિના મુક્તિને માટે તપસ્યા કરે છે, તે નાવ છેાડી મહાસાગરને બે ભુજાએ તરવાને ઇચ્છે “ છે. તપસ્વીની મન:શુદ્ધિ વગરની સર્વ ક્રિયા અંધને દ ણુની જેમ નિષ્ફળ થાય છે. 64 66 66 66 66 મુક્તિમાં જવાની ઈચ્છાથી તપ કરતા પ્રાણીઓને ચકવાત (વટાલીયા )ની જેમ ચપળ ચિત્ત કાઈ ખીજી તરફજ નાંખી દે છે. અર્થાત્ મુક્તિમાં નહીં જવા દેતા અન્ય ગતિમાં “ લઇ જાય છે. નિર'કુશ થઈ નિ:શ`કપણે ફરતા મનરૂપી નિશાચર આ ત્રણ લેાકને સ`સા“ રના ઉંડા ખાડામાં પાડી નાંખે છે. મનના રાધ કર્યા વગર જે માણસ ચાગપર શ્રદ્ધા ' રાખે છે, તે પગવડે ગામમાં જવાને ઇચ્છનાર પશુ માણસની જેમ ઉપહાસ્યને પામે છે, મનના નિરોધ કરવાથી સ કર્મીને નિરોધ થાય છે, અને મનને નહીં રૂધનારાનાં સર્વ કમેર્મા પ્રસરી જાય છે. આ મનરૂપી કપિ વિશ્વમાં પરિભ્રમણ કરવામાં લ’પટ છે, તેથી 66 r તેને મુક્તિની ઈચ્છાવાળા પ્રાણીઓએ યત્નથી ક્બજે રાખવા. સિદ્ધિને ઇચ્છનારા પ્રાણી 66 એ અવશ્ય મનની શુદ્ધિ કરવી; તે સિવાય તપ, શ્રુત અને યમ નિયમવડે કાયાના દંડ આપવા તે કશા કામનેા નથી. મનની શુદ્ધિવડે રાગ દ્વેષને જય કરવા, જેથી આત્મા “ ભાવલિનતા છેાડીને સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે.” 66 66 આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી ઘણા લાકોએ દીક્ષા લીધી અને સ્વયંભુ વિગેરે પ્રભુના પાંત્રીશ ગણધરા થયા. પ્રથમ પૌરૂષી પૂર્ણ થતાં પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે સ્વયંભૂ ગણધર પ્રભુના ચરણ પીઠપર બેસીને દેશના આપી. બીજી પૌરૂષી પૂર્ણ થઈ એટલે ગણધરે પણ દેશના સમાપ્ત કરી. એટલે સર્વ મનુષ્ય, દેવતાઓ વિગેરે કુથુસ્વામીને નમીને પાતપાતાને સ્થાનકે ગયા. કુથુસ્વામીના તીમાં રથના વાહનવાળા, શ્યામવર્ણ ધરનારા, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાસ અને બે વામ ભુજામાં ખીજોરૂ અને અંકુશ રાખનારા, ગધવ નામે યક્ષ શાસનદેવતા થયા; અને ગૌરવણુ વાળી, મયૂરના વાહનપર બેસનારી, એ દક્ષિણ ભુજામાં બીજોરૂ અને ત્રિશૂલ તથા એ વામ ભુજામાં મુષ`ઢી અને કમળને ધરનારી મલાદેવી નામે પ્રભુની સદા પાસે રહેનારી શાસનદેવી થઇ. તે બંને શાસનદેવતા નિર'તર જેમની સાનિધ્યમાં રહેલા છે એવા પ્રભુએ ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યાં. સાઠહજાર સાધુઓ, સાઠહજાર અને છસેા સાધ્વીઓ, ઇસા ને સીત્તેર ચૌદપૂર્વ ધારી, અઢીહજાર અવધિજ્ઞાની, ત્રણહજાર ત્રણસે ને ચાલીશ મન:પર્યવ જ્ઞાની, ત્રણ હજાર અને ખસેા કેવળજ્ઞાની, પાંચ હજાર ને એકસે વૈક્રિય લબ્ધિવાળા, બે હજાર વાલબ્ધિવાળા, એક લાખને એગણાએંશી હજાર શ્રાવકે અને ત્રણ લાખને એકાશી હજાર શ્રાવકા—આટલા પરિવાર કેવલજ્ઞાન થયા પછી વિહાર કરતાં પ્રભુને થયા હતા. કેવલ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy