SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ સર્ગ ૫ માં પાળ કામનારાનો તે મંદિરનું દ્વારઉઘાડી, પ્રિયંકરાને ટેકે દઈ શિબિકા ઉપર ચડે. તેના ઉપાડનારા એએ શિબિકા વડન કરી, એટલે કામપાળ પરિજનથી અલક્ષિત પંચનંદી શેઠને ઘેર આવ્યો. સારી રીતે યોજેલા દંભના અંતને બ્રહ્મા પણ પામતા નથી. પ્રિય કરાએ વાહન પરથી ઉતારી, વધૂગૃહમાં લાવી, એક સુવર્ણમય વેગાસન ઉપર તેને બેસાર્યો; અને “હે કેસરા ! પ્રિય સમાગમને મંત્રનું સ્મરણ કરતી રહેજે.” આ પ્રમાણે કહી તેનું પ્રિય કરનારી પ્રિયંકર ત્યાંથી અન્યત્ર ગઈ. પ્રિયંકરાનાં વાક્યને ભાવાર્થ લઈ મહામતિ કામપાળ વારંવાર કામરતિ સમાગમના મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. તે વખતે શંખપુરનિવાસી કેસરાના મામાની દીકરી મદિરા જાન સાથે નિમંત્રણ કરેલું હોવાથી ત્યાં આવી, તે કામપાળની પાસે બેસી કાંઈક નિસાસો મૂકીને બેલી-“બહેન કેસરા ! વાંછિતની સિદ્ધિ દેવને આધીન છે તે તેમાં તું શા માટે ખેદ કરે છે ? હે સુંદરી તારી ઈચ્છા વસંતદેવની સાથે સંગમ કરવાની હતી, એવું મે શંખપુરમાં સાંભળ્યું હતું. હે સખી! હું મારા અનુભવથી પ્રિય પતિના વિરહની વેદના જાણું છું, તેથી તને આવાસન આપવાને કહું છું કે જેમ પ્રતિકૂલ વિધિ અનભીષ્ટ કરે છે, તેમ ભાગ્યદશાના વશથી તે અનુકૂળ થાય તે અભીષ્ટ પણ તેજ કરે છે. પ્રિય સખિ ! તું ધન્ય છે, જે તારા પ્યારાની સાથે દર્શન, આલાપ વિગેરે તે વારંવાર થાય છે; પણ મારો ભયંકર વૃત્તાંત તે સાંભળવા જેવું છે, તે સાંભળ-એક વખતે હું શંખપાળ યક્ષને ઉત્સવ જેવાને પરિવાર સાથે ગઈ હતી. ત્યાં અશોકવૃક્ષની નીચે જાણે પ્રત્યક્ષ કામદેવ હોય તે હદયનું સર્વસ્વ ચોરનાર એક યુવાન પુરૂષ મારા જોવામાં આવ્યું. મેં સખીની સાથે તેને તાંબૂળ મેકલાવ્યું. થોડી વારમાં એક તોફાની હાથી ત્યાં આવ્યો. યમરાજની જેમ તે હાથી પાસેથી તે પુરૂષે મને બચાવી. પછી ફરીવાર તે હાથીની શંકા થતાં હું સખીજન સાથે ત્રાસ પામી આઘી પાછી જતી રહી, એટલામાં તે યુવાન નર ક્યાં ચાલ્યા ગયા તે શોધ કરતાં પણ પાછા જોવામાં આવ્યા નહીં. ત્યારથી ભ્રમરે ડશેલી મર્કટીની જેમ સર્વ ઠેકાણે જેને અપ્રીતિ ઉપજે છે એવી હું કેઈક રીતે દીનપણે જીવું છું. ગઈ રાત્રે એ મનહર યુવાનને મેં સ્વમમાં જોયા હતા, તેથી જે દૈવ અનુકૂળ હશે તે તે પ્રત્યક્ષ થશે. પ્રિયબહેન! તારું દુઃખ હલકું કરવાને મેં આ મારી રહસ્ય વાર્તા કરી છે, કેમકે બીજાને દુઃખી જોઈને દુ:ખી માણસ આશ્વાસન પામે છે. હે સખી! હવે ખેદ કરીશ નહીં, જ્યારે વિધિ અનકૂળ થશે ત્યારે સ્વયમેવ આરામ થઈ જશે, માટે કાયર ન થતાં ધીરજવાન થા.” મદિરાનું આ વૃત્તાંત સાંભળી કામપાળે મુખ ઉપરથી નીરંગી દુર કરીને કહ્યું કે શંખપાળ ચક્ષના ઉત્સવમાં તમે જે પુરૂષ જે હતો તે તમારા પ્રિય હુંજ છું, રે કાંતા! દૈવની અનુકૂળતાથી આપણો અત્યારે સમાગમ થયેલ છે. તેવી જ રીતે વંસતદેવ અને કેસરાનો પણ સમાગમ થયો છે. હે સુદર્શના ! હવે આલાપરૂપ વિઘ કરશે નહીં. વિદ્ભકા અને ભયને છોડી દે અને જરા નીકળવાનું દ્વાર બતાવે.” આ પ્રમાણે કહેવાથી મદિરાએ ગૃહદ્યાનને પશ્ચિમ બાજુને માર્ગ બતાવ્યો, એટલે કામપાળ મદિરાની સાથે ત્યાંથી નીકળી ગયે; અને એ નગરમાં જ્યાં વસંતદેવ અને કેસરા પ્રથમથી રહેલાં હતાં ત્યાં તેમને મદિરા સાથે કામ પાળ પણ આવી મળે. હે રાજા ! તેઓ પૂર્વના નેહથી નિત્ય આવીને તમને અદ્દભુત પાંચ વસ્તુઓ ભેટ કરે છે તે તત્વથી જાણી લેજે. તે સર્વ વસ્તુ એ ઈષ્ટ જનની સાથે તમે ભોગવી શકવાને ૧ બુરખા જેવું વસ્ત્ર અથવા લાલ કાઢેલો વસને છેડે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy