SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૫ મુ ૨૫૯ k , તેજ વખતે નજીક રહેતા પુરાહિતે અકસ્માત કહ્યું કે · એ પ્રમાણે અવશ્ય થશે. ’ તે સાંભળી પ્રિયકરાએ કેસરાને કહ્યું- આ સ્વમ અને શકુન વડે જોતાં વસ ંતદેવ અવશ્ય તમારા ભર્તાર થશે; ' માટે આ શુકનગ્ર'થી બાંધો. પછી પ્રિયંકરાએ જઈ ને વસતદેવને સ્વસની વાત કહી. એટલે તે પેતિાના સ્વમ પ્રમાણે જ તેને સ્વમ આવેલું જાણી પાતાના અર્થ સિદ્ધ થયેલા માનવા લાગ્યા. પછી પ્રિયંકરા ખેલી- મારી સ્વામિનીએ પાતાના આત્મા તમને જ અપ્ચર્યા છે, તે હવે તમે સ'કલ્પવિકલ્પ છેડી દઈ વિવાહની સર્વ તૈયારી કરો. ’ વસંતદેવે કહ્યું– વિધિએ (વે) જ તૈયારી કરી મૂકેલી છે, કારણકે મનુષ્યઘટિત કાર્ય કદિ વિઘટિત થઇ જાય છે, પણ તેનું કરેલુ ફરતું નથી. ’ આ પ્રમાણે કાચતુર વસંતદેવે આલાપ અને સત્યકાર કરી જાણે મૂત્તિમાન નિયતિ ( ભવિતવ્યતા ) હોય તેવી પ્રિય’કરાને વિદાય કરી. આ પ્રમાણે પ્રતિદિન એક બીજાના સ ંદેશારૂપ અમૃતનું પાન કરતા તે વસંતદેવ અને કેસરાના કેટલાક કાળ ગયે, પણ તે શત વર્ષના નિગમન જેવા થઇ પડયા. એક વખતે પેાતાને ઘેર રહેલા વસંતદેવે પ`ચનદી શેઠના ઘરમાં માંગલિક વાજીંત્ર વાગતાં સાંભળ્યાં. તત્કાળ વસંતદેવે પેાતાના પુરૂષોને તેની તપાસ કરવા માકલ્યા. તેએ એ આવીને કહ્યું કે ‘કાન્યકુબ્જ (કનાજ ) દેશના નિવાસી સુદત્તશેઠના વરદત્ત નામના પુત્રને પંચન'દી શેઠે પેાતાની પુત્રી કેસરાને આપી, તે વધામણી માટે આ માંગળિક વાજા વાગે છે.’ આ ખબર સાંભળતાંજ જાણે મુદ્દગરથી તાડિત થયા હોય તેમ વસંતદેવ મૂર્છા પામી ગયા. તે વખતે તત્કાળ પ્રિયંકરાએ આવી આશ્વાસન આપ્યું કે “ હે ભદ્ર! અમારી સ્વામિની કેસરાએ તમને સદેશે! હાવ્યા છે કે તમારે કાંઈપણ ખેદ કરવા નહી. મારા વડીલ જનના ઉપક્રમ સાંભળ્યાં છતાં પણ મારે જે પ્રિય હશે તેની સાથે જ હુ વિવાહિત થઇશ, માતાપિતા મારા અભિપ્રાયને જાણ્યા વગર આ કાર્ય કરવાને ઇચ્છે છે તેા તે ભલે ઇચ્છે; હું તા મારૂ' ઇચ્છિત છે તે જ કરીશ. હે નાથ ! કયાં તે તમે મારા ભર્તા થશે અથવા તો મારૂં મરણ થશે; બીજું કાંઈપણ તમારે સમજવુ નહી.. કુલીનની વાણી દિપણ મિથ્યા થતી નથી. તે સાંભળી સતાષ પામી વસંતદેવે કહ્યું-· પૂર્વોક્ત પ્રકારના અમને ખ'નેને સ્વમ આવેલાં છે તેથી અને કુલીનાની પ્રતિજ્ઞા કદિ પણ બ્ય થતી નથી તેથી મારી પણ એવી પ્રતિજ્ઞા છે કે ગમે તે ઉપાયથી કેસરાને પરણવું અથવા તો ચમદ્વારમાં જવુ'. આ પ્રમાણે કહી પ્રિયંકરાને વિદાય કરી. એટલે તેણે કેસરાની પાસે આવી સ વાર્તા કહી; તે સાંભળી કેસરા ખુશી થઇ, આ પ્રમાણે પરસ્પર સંબંધ જોડવાના ઉપાયની ચિંતા કરતાં તે બંનેના ચક્રવાક પક્ષીઓને રાત્રિની જેમ કેટલાક કાળ દુઃખમાં વ્યતીત થયા. પરંતુ અનેક ઉપાય કરતાં પણ તેમના ઇરાદો પાર પડયેા નહી. તેવામાં કેસરાના વિવાહને માટે એક દિવસ પ્રાત:કાલે જાન આવી. તે સાંભળી વસ`તદેવ પવનની જેમ ઉતાવળા નગરની બહારના ઉદ્યાનમાં ગયા. ત્યાં જઇને તેણે વિચાયુ' કે ' અંગુલિવડે બતાવવાથી કાળાની જેમ તે કેસરા બીજાની સાથે વિવાહ થવાથી જરૂર મૃત્યુ પામશે; અથવા તા યથાયાગ્ય કૃત્યને નહી સમજનારા તેના માતાપિતાથી ઘણા કાળથી ખેદ પામેલી અને મારી સાથેના વિવાહમાં નિરાશ થયેલી એ બાળા પરણ્યા વગરજ પંચä પામશે. તેથી હું તેની અગાઉજ મૃત્યુ પામી મારા દુઃખને શાંત કરૂ'. કેમકે દાઝત્યા ઉપર ફાલ્લા થયા જેવુ પ્રિયાનુ` મરણુ કાણુ સાંભળવા ઇચ્છે ?' આ પ્રમાણે ચિંતવી વસ‘તદેવ એક અશેકવૃક્ષની ઉપર ચડી પેાતાના ભાથાની જેમ ગળે ફાંસી ખાવાની તૈયારી કરવા લાગ્યા. પાસને જરા ખાંધ્યા તેવામાં લતાગ્રહમાંથી કોઈ પુરૂષ · અરે! સાહસ કર નહી? એમ ખેલતા ખેલતા નીકળ્યે, અને અશેાક વૃક્ષની ઉપર ચડી તેણે ફાંસીની ગાંઠ તોડી "" ܐ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy