SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ સર્ગ ૫ મો. પછી પંચવણું દિવ્ય પુષ્પની જાનુ સુધી વૃષ્ટિ કરી. પછી સુવર્ણ શિલાઓથી તે ભૂમિને સાંધે સાંધ મેળવીને બાંધી લીધી, અને પૂર્વાદિ ચારે દિશાઓમાં રમણીક તેરણા બાંધ્યાં. મધ્યમાં મણિમય પીઠ કરી ચાર ગેપુર વડે સુંદર એવા રૂપ્ય, સુવર્ણ અને રત્નના ત્રણ પ્રાકાર વિકુવ્યું. તેની ઉપર રત્નવપ્રની મધ્યમાં ચાર ને એંશી ધનુષ ઉચું એક ચૈત્ય વૃક્ષ કર્યું. તેની નીચે દેવતાઓએ અનુપમ દેવછંદ રચ્યો. તેની ઊપર પૂર્વાદિ ચારે દિશાની સમખ ચાર રનમય સિંહાસન રચ્યાં. ત્રીશ અતિશથી પ્રકાશિત ભગવંત શાંતિનાથે પૂર્વ દ્વારાથી સમસરણમાં પ્રવેશ કર્યો અને ત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરી “તીર્થોનમઃ' એમ કહ્યું. પરંપરાથી અહંતોની એ સ્થિતિ છે, પછી પ્રભુ પૂર્વ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા; એટલે બીજી ત્રણ દિશાઓમાં દેવતાઓએ તેમના ત્રણ પ્રતિબિંબ વિક્ર્યા. પછી શ્રી ચતુર્વિધ સંઘ યથાયોગ્ય દ્વારે પ્રવેશ કરી પ્રભુના મુખ સામું જોતો એગ્ય સ્થાનકે બેઠો. પરસ્પર વિરોધી એવા તિર્યો પણ મધ્ય પ્રમાં આવીને બેઠા, અને નીચલા પ્રકારમાં બધાં વાહનો રાખવામાં આવ્યાં. તે સમયે સહસ્સામ્રવનના ઉદ્યાનપાલકોએ હર્ષથી પ્રફુલ્લિત લચને નગરમાં આવી ચકાયુધ રાજાને ખબર આપ્યા કે “મહારાજા ! આપ હમણું સારે ભાગ્યે વૃદ્ધિ પામે છે. કેમકે આપણું સહસામ્રવનમાં સ્થિતિ કરી રહેલા શ્રી શાંતિનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન થયું છે. આ પ્રમાણે સાંભળી શકાયુધ ઘણે હર્ષ પામ્યા. તત્કાળ તેમને પારિતોષિક આપી પ્રભુની પાસે આવ્યા, અને પ્રભુને પ્રદક્ષિણા પૂર્વક પ્રણામ કરી વિનયથી ઈદ્રની પછવાડે બેઠો. પછી ફરીવાર પ્રભુને નમી ચકાયુધ અને ઈદ્ર બંને હર્ષથી ગદ્ગદ્ એવી ગિરાવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. જગત્પતિ ! દિનના ઉત્સવને કરનાર જ્ઞાનસૂર્યરૂપ તમારા ઉદયથી આજે જગતનો કલ્યાણદશામાં પ્રવેશ થયો છે. હે જગદગુરૂ ! અમારી જેવાને પૂર્વ પુણ્યના વેગથીજ “કલ્યાણપ્રાપ્તિના ચિંતામણિ રૂપ તમારા કલ્યાણકના ઉત્સવો પ્રાપ્ત થાય છે. હે જગન્નાથ! તમારા દર્શનરૂપ જલના તરંગે સર્વે પ્રાણીઓ ના કષાયાદિ મલથી ભરેલા મનને ધોઈ “નાખે છે. કર્મને છેદવાને મોટો યત્ન કરી તમે જે પૂર્વે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું તેજ તમારૂ નિ:સ્વાર્થ પરોપકારીપણું છે. આ જગતમાં ઘોર સંસારથી ભય પામેલા પ્રાણીઓને તમારું આ સમોસરણ મોટા કિલ્લાની પેઠે શરણ રૂપ છે. હે પ્રભુ ! તમે સર્વ જીના સર્વ ભાવ જાણે છે અને સદા હિતકારી છે, થી તમારી પાસે કાંઈપણ “પ્રાર્થના કરવાની જરૂર નથી. તથાપિ એટલી પ્રાર્થના કરું છું કે જેમ તમે પૃથ્વીમાં વિહાર કરી ગામ, અકર અને નગર વિગેરેને ક્ષણે ક્ષણે છોડી દ્યા છે, તેમ કઈ વખત પણ મારા હૃદયને છોડશે નહીં; અને હે ભગવન ! તમારા પ્રસાદથી નિરંતર તમારા “ચરણકમલમાં મારૂં ચિત્ત ભ્રમરરૂપ થયેલું રહે એવી રીતે મારો સર્વ કાલ નિગમન થશે.” આ પ્રમાણે ઈદ્ર અને ચકાયુધ ભગવંતની સ્તુતિ કરીને મૌન રહ્યા; એટલે ભગવંત શાંતિનાથે દેશના આપવા માંડી. અહો ! આ ચાર ગતિવાળો સંસાર દાવાનળની જેમ અનેક દુઃખોની પરંપરાનું “મૂળ કારણ છે. મેટા મંદિરને આધારભૂત જેમ સ્તંભ હોય તેમ તે સંસારને ક્રોધ, ૧. દરવાજા ૨. ગઢ. ૩ શ્રી સંઘમાં સમ્યક દષ્ટિ દેવીદેવતાઓને સમાવેશ શ્રાવકશ્રાવિકામાં થાય છે, ૪ દિવસ બીજે પક્ષે સંસારદુ:ખમાં દબાયેલા દીન એવા સંસારી જનો.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy