SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૫ મું ૫૧ કિરાતાને કહ્યું–આજેજ અમે તમારા શત્રુઓને જળમાં ડુબાવી દઈ શીતળ મૃત્યુથીજ મારી નાખીશું.' પછી તે મેઘકુમારા જાણે પૃથ્વીને એકાણુ વ કરવાને ધારતા હોય તેમ લેાઢાના મુશલ જેવી જળધારાઓથી શાંતિનાથના સૈન્યમાં વર્ષવા લાગ્યા. જયારે પેાતાની સવ છાવણી જલવડે વ્યાપ્ત જોવામાં આવી, ત્યારે એ પાંચમાં ચક્રવત્તી એ કરવડે ચર્મ રત્નના સ્પર્શ કર્યા. તેથી પાણીમાં જેમ સેવાળ, જાળ અને ફ્રીના પિંડ વધે તેમ ચરત્ન ખાર ચેાજન સુધી વિસ્તાર પામ્યું. શ્રી શાંતિનાથની આજ્ઞાથી જાણે લાંગર નાંખેલું સ્થિર વહાણ હાય તેવા તે ચર્મ રત્નની ઉપર બધુ સૈન્ય ચડી ગયું. પછી ચ રત્નની જેમ છત્રરત્નને કરથી સ્પશ કરી તેને સૈન્યની ઉપર ખાર યાજન સુધી વિસ્તાર્યુ. પુરૂષોમાં શિરામણ પ્રભુએ છત્રરત્નના દંડના મૂળમાં, ગોખમાં દીપકની જેમ અંધકારના નાશ કરવાને માટે મણિરત્ન સ્થાપિત કર્યું. પછી તેમાં રહી સર્વ સૈન્ય પ્રાતઃકાલે વાવેલા અને મધ્યાન્હે પાકીને તૈયાર થયેલા શાળિ વિગેરે ખાવા લાગ્યું. એ ગૃહી રત્નના મહિમા છે. જેમ સમુદ્રમાં વહાણવટી રહે તેમ શાંતિનાથ ચકી સૈન્ય સાથે તે જળમાં સાત દિવસ રહ્યા. પછી પ્રભુના સેવકદેવતાએ કાપ કરી શસ્ત્ર ધારણ કરીને મેઘકુમારને કહેવા લાગ્યા-અરે મેઘકુમારો ! તમે વિચાર્યા વગર આ શુ આરલ્યુ છે? રે અભાગીઆએ ! તમે આત્મશક્તિ કે પરશક્તિને જાણતા નથી. જેના શિખરો આકાશ સુધી ઉંચા છે એવા સુવર્ણના મેગિરિ કયાં અને મૃત્તિકાના કે વેળુના બનેલા જાનુ સુધી ઉંચા રાફડા કયાં ! બધા જંગતને પ્રકાશ કરનાર સૂર્ય કયાં અને ખજુઆના નાનાં બચ્ચાં કયાં ! અલનું ધામ ગરૂડ કાં અને સાર વગરના ટીડ કયાં! પૃથ્વીને ધારણ કરનાર શેષનાગ કયાં અને બીચારા નાના સાપનાં પડકાં કાં ! સ્વયંભૂરમણ સમુદ્ર કયાં અને ઘરની ખાળા કયાં ! તેમજ ગેલેકયે વઢના કરેલા આ તીર્થંકર અને ચક્રવત્તી કયાં અને અમારાથી જીતી શકાય તેવા ખીચારા રાંકડા તમે કયાં ! માટે શીઘ્ર હવે અહીંથી ચાલ્યા જાઓ. નહીંતા તમારા અપરાધ અમે સહન કરશું નહી.” આ પ્રમાણે તેઓએ આડંબરથી કહ્યું, એટલે તે મેઘકુમારાએ કિરાતાને સમજાવ્યા કે ‘આ શાંતિનાથ પ્રભુજ તમારૂ' શરણુ છે.' મેઘકુમારની શિક્ષાથી તે સ્વેછે નિશ્વાસ મૂકી મદ રહિત થયેલા હાથીની જેમ ક્રાધ છેડીને શાંત થઈ ગયા. પછી વિચિત્ર વાહના, અદ્ભુત આભૂષણા અને ઘણા મૂલ્યવાળાં વસ્ત્રો તથા સુવર્ણ અને રૂપાના રાશિ ભેટ આપવા માટે લઇને તે શરણાથી કરાતા સર્વ અંગે આળોટી પૃથ્વીનું માન કરતાં ત્યાં આવ્યા. શાંતિનાથને ભેટ અર્પણ કરી નમીને તેઓ ખેલ્યા- “હે પ્રભુ ! અરણ્યના વૃક્ષભની જેમ અમે સદા ઉન્મત્ત છીએ, તેથી તમે અમારા સ્વામી અહીં આવ્યા છે તેમ નહી' જાણતા એવા અમેએ સાહસથી જે અપરાધ કર્યા છે તે ક્ષમા કરે, અને અમારાપર પ્રસન્ન થાએ. આજથી આ પૃથ્વીને સાધનાર એવા તમેજ અમારા સ્વામી છે; અમાને આજ્ઞા કરો; વધારે શું કહીએ ! હવેથી તમારા સેવક થઈ ને અમે અહી રહીશું.” આ પ્રમાણે ખેલતા તે મલેચ્છેાના સત્કાર કરી, ભેટ સ્વીકારીને પ્રભુએ તેમના અનુગ્રહ કર્યા. પછી શાંતિનાથે સેનાપતિ પાસે સિંધુના ઉત્તર નિષ્ફટ સધાવ્યા. ત્યાંથી માટી સેવાવાળા પ્રભુ પાતાના બહાળા સૈન્યથી ગંગા અને સિધુ નદીના અંતરને આચ્છાદન કરતા ત્યાંથી ક્ષુદ્ર હિમાલય પર્વત પાસે આવ્યા. ત્યાં પર્વતના અધિષ્ઠાયક હિમવત્યુમા રે ગાશીષ - ચંદનથી, પદ્મદ્ભુદના જળથી અને બીજા રત્નોથી શ્રી શાંતિનાથનુ પૂજન કર્યુ.. ત્યાંથી ઋષભકૂટાદ્રએ જઈ કાંકણી રત્ન હાથમાં લઈ ચક્રવત્તીના કલ્પ પ્રમાણે પાંચમા ચક્રવતી શાંતિનાથ” એવા અક્ષરો લખ્યા. શત્રુઓના પરાક્રમને શાંત કરનાર શાંતિનાથ ત્યાંથી પાછા ફ્રી અનુક્રમે બૈતાઢય પર્વતની પાસેની ભૂમિમાં આવ્યા. ત્યાં બંને શ્રેણીમાં રહેનારા વિદ્યા
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy