SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૫ માં જેમ દિગ્વિજયની લક્ષમીના મુખરૂપ તે ચક અસ્ત્રશાળામાંથી નીકળી પૂર્વદિશાની સન્મુખ ચાલ્યું. હજાર આરાઓની જેમ સહસ્ત્ર યક્ષેથી અધિષ્ઠિત એવા, તે ચક્રની પછવાડે રૌન્ય વડે ભૂતળને આચ્છાદન કરતા શાંતિનાથ રાજા વેગથી ચાલ્યા. પ્રતિદિન એક એક યેજન ચાલી તે ચક સ્થિર રહેતું, એટલે પ્રભુ ત્યાં બાર જન વિસ્તારવાળી છાવણી નાખીને મુકામ કરતા હતા. એવી રીતે દિવસે દિવસે ખેદ રહિત પ્રયાણ કરતા વિશ્વસેનના કુમાર પૂર્વ દિશાના મુખના મંડરૂપ માગધ તીર્થ સમીપે આવ્યા, જેને મધ્ય ભાગ લબ્ધ થતું નથી એવા સમુદ્રની જે પિતાને કંધાવાર તેના કાંઠા ઉપર સ્થાપન કર્યો. પછી માગધ તીર્થની સન્મુખ વિજયેછુ એવા પ્રભુ નિર્વિકારપણે ઉત્તમ સિંહાસન પર બેઠા. તે સમયે કાંઠાથી દ્વાદશ જન ઉપર દૂર રહેલા મગધપતિનું સિંહાસન લૂલા પગની જેમ કંપાય. માન થયું. માગધપતિ વિચારમાં પડે કે “એવું અપૂર્વ શું થયું કે જેથી મારું દઢ આસન ચલિત થયું? અથવા શું મારે ચવવાને સમય આવ્યો કે કઈ મારી સમૃદ્ધિને નહીં સહન કરનારાએ મારા આસનને કંપાવ્યું ?' આ પ્રમાણે સંદેહ ઉત્પન્ન થતાં અવવિજ્ઞાન પ્રયુક્યું, એટલે ધર્મચક્રી અને ચક્રવર્તી શાંતિનાથ પ્રભુ ત્યાં આવેલા તેના જાણ વામાં આવ્યા. તેથી માગધપતિએ વિચાર્યું કે “અહો ! બાળકની જેમ મેં આવા અજ્ઞાન ભરેલા વિચાર કર્યા તેથી મને ધિક્કાર છે! આ સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવર્તી મારી ઉપર અનુકંપા લાવીને બેઠા છે. ત્રણ જગતની રક્ષા અને સંહાર કરવામાં જેમની ભુજા સમર્થ છે એવા તે પ્રભુની પાસે હું સૂર્ય પાસે ખદ્યોત જે છું. અમ્યુરેંદ્ર વિગેરે ઈદ્રો જેની પદાતિની માફક સેવા કરે છે તે પ્રભુની હું કેવી રીતે ભક્તિ કરી શકીશ? તથાપિ અહીં આવેલા આ જગન્નાથની વસ્ત્રને બદલે તાંતણાથી ચંદ્રની જેમ હું મારી સંપત્તિ વડે પૂજા કરૂં.' આ મનમાં નિશ્ચય કરી મ ટી ભેટ લઈ માગધપતિ શાંતિનાથની પાસે આવ્યો. પછી આકાશમાં રહી પ્રણામ કરીને તે બોલ્યો - હે નાથ ! એક પત્તિ માત્ર એવા મારા ઉપર સારે ભાગ્યે તમે અનુગ્રહ કર્યો છે. તે સ્વામી ! હું તમારે પૂર્વ દિશાને દિગપાળ આપની આજ્ઞાને ધારણ કરનાર છું, માટે દુગપાળની જેમ અહર્નિશ મને આજ્ઞા કરજે.” આ પ્રમાણે કહી નમસ્કાર કરી તેણે શવ્યાપાળની જેમ પ્રભુને ભક્તિથી દિવ્ય વસ્ત્રાલંકાર અર્પણ કર્યા. શ્રી શાંતિનાથે પણ સત્કાર કરીને તે દેવને વિદાય કર્યો. ત્યાંથી ચક્રરત્ન દક્ષિણ દિશા તરફ ચાલ્યું. અગાધ ભુજપરાક્રમવાળા પ્રભુ ચક્રના માર્ગે અનુસરતા અપ્રતિરૂદ્ધ વેગે દક્ષિણ સમુદ્રના કિનારા પાસે આવ્યા. ત્યાં આક્ષેપરહિત પણે વરદામ દેવને ઉદ્દેશીને સમુદ્રતીરે રત્નસિહાસન ઉપર બેઠા. વરદામપતિ અવધિજ્ઞાને પ્રભુને આવેલા જાણી પિતાની રક્ષાના ઉપાયરૂપ ભેટ લઈ સામે આવ્યો. તેણે પ્રભુને નમી તેમની સેવા સ્વીકારી દિવ્ય અલંકરાદિ ભેટ આગળ ધરી. પ્રભુએ પ્રસન્નતાથી તેને બોલાવી વિદાય કર્યો. પછી ચક્રરત્ન ત્યાંથી પશ્ચિમ દિશા તરફ ચાલવું. શાંતિનાથજી તેની પછવાડે ચાલ્યા. અનુક્રમે નાગરવેલના વન સાથે સેપારીનાં વૃક્ષે જેમાં મળેલાં છે એવા પશ્ચિમ સમુદ્રને કાંઠે પ્રભુએ છાવણી નાખી. આસન ચલિત થતાં પ્રભાસપતિએ ત્યાં આવી શાંતિનાથ પ્રભુની સેવા કરી તેમના શાસનને અંગીકાર કર્યું. ત્યાંથી સિંધુ દેવીને ઉદ્દેશી ચકરત્ન પશ્ચિમેત્તર (વાયવ્ય) દિશાને માર્ગે ચાલ્યું. શાંતિનાથજી તેના માર્ગને અનુસરી પછવાડે ચાલ્યા. સિંધુ દેવીના સ્થાનની નજીક સમદ્રને તીરે પ્રભુએ ચલિત નગરના જેવી છાવણી નાંખી. પછી સિંધુદેવીને મનમાં ધારી ગીની જેમ તેનું આકર્ષણ કરવામાં તત્પર એવા પ્રભુ તેની સન્મુખ સિંહાસન પર બેઠા. અવધિજ્ઞાનથી પ્રભુને આવેલા જાણી સિંધુદેવી ભેટ લઈ ભક્તિથી તત્કાળ તેમની પાસે આવી. પછી શાંતિનાથને નમી અંજલિ જોડીને
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy