SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ સર્ગ ૪ થે ગુપ્તમુનિએ ગુરુની આજ્ઞાથી આચાસ્લવદ્ધમાન નામે દુસ્તપ કરવા માંડયો. છેવટે અનશન કરી ચાર શરણનો આશ્રય લઈ મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમને આયુષે દેવતા થયા. ત્યાંથી આવીને વિદ્યદ્રથ રાજાનો પુત્ર વિદ્યાધરપતિ આ સિંહરથ થયેલ છે. જે તેની સ્ત્રી શંખિકા હતી, તે પણ વિવિધ તપસ્યા કરીને બ્રહ્મલોકમાં દેવતા થઈ હતી, ત્યાંથી ચવી અહીં તેની પત્ની થયેલી છે. હવે અહીંથી પિતાને નગરે જઈ પુત્રને રાજ્ય સેંપી તે સદ્દબુદ્ધિમાન પુરુષ મારા પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરશે; અને તપ ધ્યાનાદિકથી આઠ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિપદને પામશે.” આવાં તેમનાં વચન સાંભળી મેઘરથને ભકિતથી નમસ્કાર કરી રાજા સિંહરથ પિતાને નગરે ગયે અને પુત્રને રાજ્ય સોંપી મનને દમનાર તે સિંહરથ રાજા શ્રી ઘનરથ સ્વામીની પાસે જઈ વ્રત લઈ, તપસ્યા કરીને સિદ્ધિપદને પ્રાપ્ત થયા. રાજા મેઘરથે પરિવાર સહિત દેવરમણ ઉદ્યાનમાંથી પાછા આવી પુંડરીકિણી નગરીમાં પ્રવેશ કર્યો. એક વખતે વિદ્વાનોમાં મુખ્ય એવા મેઘરથે પૌષધાગારમાં પૌષધ અંગીકાર કરી શ્રીભગવંતભાષિત ધર્મનું વ્યાખ્યાન કરવા માંડ્યું. તે વખતે ભયથી કંપતું અને મરણોન્મુખ હોય તેમ દીન દષ્ટિ ફેરવતું એક પારાવતા પક્ષી તેના ઉત્સંગમાં આવીને પડયું, તેણે માનુષી ભાષામાં અભયની યાચના કરી, એટલે રાજાએ કહ્યું કે “ભય પામીશ નહીં, ભય પામીશ નહીં.” એવા આશ્વાસનથી તે પક્ષી પિતાના ઉલ્લંગમાં બાળકની જેમ એ કારુણ્યસાગર રાજાના ઉલ્લંગમાં સ્વસ્થ થઈને બેઠું. થોડી વારે “હે રાજા ! એ મારું ભય છે, માટે સત્વર તેને છોડી દ્યો;” આ પ્રમાણે કહેતું એક બાજ પક્ષી સર્પની પાછળ ગરૂડની જેમ તેની પાછળ આવ્યું. રાજાએ બાજ પક્ષીને કહ્યું-“તને આ પક્ષી હું આપીશ નહીં, કારણ કે શરણાર્થી ને સેંપી દે તે ક્ષત્રિયે ધર્મ નથી. વળી અરે પક્ષી ! તારા જેવા બુદ્ધિમાનને બીજાના પ્રાણથી પોતાના પ્રાણનું પોષણ કરવું તે પણ ઉચિત નથ શરીર ઉપરથી એક પીછું ઉખેડીએ તો તેથી તને જેવી પીડા થાય તેવી પીડા બીજાને પણ થાય છે તે મારી નાંખવાથી તે કેટલી પીડા થાય તેને તે વિચાર કર. વળી આ પક્ષીના ભક્ષણથી તને તે માત્ર ક્ષણવાર તૃપ્તિ થશે અને આ બીચારા પક્ષીના તો આખા જન્મને વિનાશ થઈ જશે. પંચંદ્રિય પ્રાણીઓને વધ કરવાથી અને તેના માસનું ભક્ષણ કરવાથી પ્રાણીઓ નરકે જાય છે, અને ત્યાં દુઃસહ પીડા ભોગવે છે. જે પરલોકમાં અનંત દુઃખને માટે અને આલોકમાં માત્ર ક્ષણવાર સુખને માટે થાય તેવી પ્રાણીની હિંસા કર્યો વિવેકી પુરુષ ક્ષુધાતુર હોય તો પણ કરે? બીજા ભેજનથી પણ સુધા તો શાંત થાય છે. જે પિત્તાગ્નિ સાકરથી શમે છે તે દુધથી કેમ શાંત ન થાય! વળી જીવહિંસાથી પ્રાપ્ત થયેલી નરકની વ્યથા સહન કર્યા વગર કોઈ પણ પ્રકારે શાંત થતી નથી. માટે હે પક્ષી ! તું પ્રાણવધ છોડી દે અને ધર્મનું આચરણ કર; જેથી ભવભવ સુખ પામીશ, આ વિષે તું સ્વયમેવ વિચાર કર.” એટલે બાજપક્ષી મનુષ્યભાષાથી રાજા પ્રત્યે બેલ્યો-“હે રાજા! આ કપત મારા ભયથી તમારે શરણે આવ્યું છે, તેમ હું પણ ક્ષુધાથી પીડિત છું, તો કોને શરણે જાઉં તે કહો. કરૂણાધનવાળા મહાપુરૂષ સર્વને અનુકૂળ હોય છે. હે નૃપતિ! જેવી રીતે આ પારાવતનું રક્ષણ કરે છે તેવી રીતે મારું પણ રક્ષણ કરે; ક્ષુધાથી પીડિત એવા મારા આ પ્રાણ ચાલ્યા જાય છે. જ્યારે પ્રાણી સ્વસ્થ હોય ત્યારે જ ધર્માધર્મને વિચાર કરે છે. ધર્મપ્રિય પુરુષ પણ ક્ષુધાતુર થાય ત્યારે ૧ એક આંબેલ ને એક ઉપવાસથી અનુક્રમે ૧૦૦ અબેલ ને એક ઉપવાસ કરવો તેનું નામ આયંબીલ વદ્ધમાન તપ કહેવાય છે. ૨ પારેવુ.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy