SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ સર્ગ ૪ થે બધ પામ્યા, એટલે રાજ્ય ઉપર મેઘરથને અને યૌવરાજ્ય ઉપર દઢરથને બેસાડી વાર્ષિક દાન આપી તરતજ તેમણે દીક્ષા ગ્રહણ કરી. થોડા કાળમાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભવિ પ્રાણીઓને બંધ કરતા ઘનરથ તીર્થકર અનુક્રમે પૃથ્વી પર વિહાર કરી આઠ કર્મો ક્ષય કરીને મોક્ષે જશે. નિરંતર અનેક રાજાઓના મુગટ વડે જેના ચરણકમલની પીઠ ઘસાયા કરે છે એ મેઘરથ રાજા દઢરથ સાથે પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો. એક વખતે પરજનના આગ્રહથી રાજા મેઘરથ ક્રીડા કરવાની ઈચ્છાએ દેવરમણ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં એક અશોકવૃક્ષની નીચે પિતાની પ્રિયામિત્રા પ્રિયા સહિત બેસીને તેમણે મધુર સંગીત કરાવવાનો આરંભ કર્યો. તે સમયે તેમની આગળ હજારો ભૂત અપૂર્વ સંગીત કરવાની ઈચ્છાથી પ્રગટ થયા. કેઈ વિશાળ ઉદરવડે લંબોદર (ગણેશ) જેવા લાગતા હતા, કઈ કૃશ ઉદરથી જાણે પાતાળને ધારણ કરતા હોય તેવા દેખાતા હતા, કેઈ લાંબા અને કઠોર ચરણથી તાડ પર ચડ્યા હોય તેવા લાગતા હતા, અને કઈ લાંબી ભુજાઓથી અજગર સહિત વૃક્ષ જેવા જણાતા હતા; કેઈએ સર્પનાં આભૂષણ પહેર્યા હતાં, કોઈએ નળનાં ઘરેણાં ધર્યા હતાં, કોઈએ ચિત્તાનાં ચર્મ ઓઢયાં હતાં, કોઈએ વ્યાઘ્રચર્મનાં વસ્ત્ર ધર્યા હતાં, કેઈએ અંગરાગ લગાવ્યા હતા, કોઈએ રુધિરના વિલેપન કર્યા હતાં, કેઈએ ઘુવડનાં કર્ણાભરણ પહેર્યા હતાં, અને કેઈએ ગીધના મુગટ ધર્યા હતા, કોઈએ ઉંદરની માળા, કેઈએ કાકીડાની માળા અને કોઈએ મુંડમાળા પહેરી હતી, કેઈએ હાથમાં છે પરીઓ રાખી હતી, કેઈ અટ્ટહાસ્ય કરતા હતા, કોઈ કોલાહલ કરતા હતા, કોઈ ઘેડાના જેવા અવાજ કરતા હતા, કેઈ હાથીના જેવી ગર્જના કરતા હતા, કેઈ ભુજાના આસ્ફાટ કરતા હતા, કોઈ તાલ આપતા હતા, કેઈ મુખવાદ્ય વગાડતા હતા, અને કોઈ કલા વગાડતા હતા. આ પ્રમાણે સર્વ ભૂત એકઠાં મળી જાણે પૃથ્વીને ફાડતી હોય અને આકાશને તેડતા હોય તેમ મોટા આડંબરથી પ્રચંડ તાંડવ કરવા લાગ્યા. એવી રીતે રાજાને સંતોષ આપવા તેઓ તાંડવ કરતા હતા, તેવામાં આકાશમાં એક ઉત્તમ વિમાન પ્રગટ થયું. તેમાં રતિ સાથે કામદેવ હોય તે સુંદર આકૃતિવાળો પુરૂષ એક યુવતીની સાથે રહેલો જોવામાં આવ્યો. તેને જોઈ પ્રિયમિત્રા દેવીએ રાજાને પૂછયું-“પ્રભે ! આ પુરૂષ અને આ સ્ત્રી કોણ છે અને અહીં તે શા માટે આવેલ છે ?” મેઘરથે કહ્યું- આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં અલકા નામે ઉત્તમ નગરી છે, ત્યાં વિદ્યદ્રથ નામે વિદ્યાધરોનો રાજા છે. તેને માનસવેગા નામે પ્રિયંવદા દેવી છે. સિંહના રથના સ્વમથી સૂચિત સિંહરથ નામે તેને એક પરાક્રમવડે પ્રફુલ્લિત ભુજવૃક્ષવાળે પુત્ર થયે; અને તે રોહિણીને ચંદ્રની જેમ ઉત્કૃષ્ટ કુલમાં જન્મેલી સ્વાનુરૂપ વેગવતી નામે એક કન્યાને પરણ્ય. રાજા વિદ્યદ્રથે તેને યુવરાજપદ આપ્યું. જ્યારે પુત્ર કવચધારી થાય ત્યારે રાજાઓને તેમ કરવું ઉચિત છે. રાજા સિંહરથ લીલાદ્યાન અને કીડાવાપી વિગેરે સ્થાનમાં લલનાને સાથે રાખી વનમાં સિંહની જેમ વેચ્છાએ સુખે રમવા લાગ્યા. એકદા વિઘુદ્રથ રાજા સંસારમાં સર્વ પદાર્થ વિદ્યુતની જેવા ચલિત ધારી પરમ વૈરાગ્યને પ્રાપ્ત થયે. તેથી તરતજ સિંહરથને રાજ્ય બેસાડી તેમણે ગુરૂની પાસે જઈ “સર્વ સાવદ્ય વિરતિ ગ્રહણ કરી. અનુક્રમે અતિ સંવેગને પામી સંયમ, નિયમ અને ધ્યાનવડે ૧ આની પછીની હકીકત તેમના મોક્ષે પધાર્યા અગાઉની છે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy