SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ થા દેશનાને અંતે રાજાએ પ્રણામ કરીને કહ્યું કે “ ભવી પ્રાણીઓના પુણ્યથીજ કલ્પવૃક્ષની જેમ તમે અહીં પધાર્યા છે. હે સ્વામી! આ તમારી પ્રવૃત્તિ પરના ઉપકારને માટે જ છે, માટે હું તમને વિજ્ઞપ્તિ કરૂ છું કે હે વિશ્વપૂજ્ય કરૂણાનિધિ! જ્યાં સુધીમાં મારા પુત્ર ઉપર સ પૃથ્વીના ભાર મૂકી તમારા ચરણકમલમાં દીક્ષા લેવાને હું પાછે આવું ત્યાં સુધી અહી` ખીરાજશે. ’’‘ધર્મકાર્ય માં પ્રમાદી થવુ નહી' એમ પ્રભુએ કહ્યું એટલે રાજા અભયઘાષે ઘેર આવી પોતાના અને પુત્રાને જુદુ જુદુ' કહ્યું–“ હે વત્સ વિજય ! આ ક્રમાગત રાજ્યને તું ગ્રહણ કર; અને હે વત્સ વૈજયત! તુ વિજયનુ યૌવરાજ્ય સ્વીકાર. હું... શ્રી અન તેનાથ પ્રભુની પાસે દીક્ષા લઇશ કે જેથી મારે ફરીવાર આ અતિગહન સ`સારમાં આવવું પડે નહીં. ” પુત્રા ખેલ્યા- પૂજ્ય પિતા ! જેમ તમે આ સ`સારથી ભય પામ્યા છે, તેમ અમે પણ તમારા પુત્રો આ સંસારથી ભય પામ્યા છીએ; માટે અમે પણ દીક્ષા ગ્રહણ કરશું, કારણકે દીક્ષા લેવાથી આ લાકમાં તમારી સેવા અને પરલેાકમાં મેાક્ષપ્રાપ્તિ એ બે ફળ અમાને પ્રાપ્ત થશે. ” ‘ પુત્ર ! તમને શાખાશ છે ’ એમ ખેલતા રાજાએ માટી ઉદારતાથી પેાતાનું વિસ્તારવાળું રાજ્ય કોઇ બીજાને આપી દીધું, અને પેાતાના અને પુત્રાને સાથે લઈ પોતે શ્રી અન ંતનાથ પ્રભુની પાસે ગયા. ત્યાં સર્વ સંઘની સમક્ષ તેમણે દીક્ષા ગ્રહણ કરી. તે ત્રણે. રાજમુનિઓમાં અભયઘાષે અતિઉગ્ર તપ કરી વીશ સ્થાનકને આરાધી તીર્થંકરનામગાત્ર ઉપાર્જન કર્યું.... આયુ પૂર્ણ થતાં તે ત્રણે કાળ કરી અચ્યુતદેવલા કે ખાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ,, ૨૩૪ આ જ ખૂદ્બીપના પૂર્વ મહાવિદેહના આભૂષણ જેવા પુષ્કલાવતી નામના વિજયમાં પુડરીકણી નામે નગરી છે. તે નગરીમાં હેમાંગઢ નામે રાજા છે. ઇંદ્રની જેમ તેને વજ્રમાલિની નામે પ્રિયા છે. અચ્યુત દેવલાકમાંથી ચવી અભયઘાષને જીવ તે વમાલિનીના ઉત્તરમાં અવતર્યા. સમય આવતાં વજ્રમાલિનીએ ચૌદ મહાસ્વપ્નાએ જેના તીથ કરમહિમા સૂચવ્યેા છે એવા એક પુત્રને જન્મ આપ્યા. ઇંદ્રાદિકે આવી તેમના જન્માભિષેક કર્યો. પિતાએ ઘનર્થ નામ પાડયું. તે ઘનરથ તીર્થંકર થઈ અદ્યાપિ ગૃહવાસમાં રહી પૃથ્વીને પાવન કરે છે. તમે વિજય અને વૈજયંતના જીવ દેવલાકથી ચવીને ચંદ્રતિલક અને સૂર્ય - તિલક નામે વિદ્યાધર થયા છે. આ પ્રમાણે પેાતાના પૂર્વ ભવને સાંભળી તે ઘણા પ્રસન્ન થયા. પછી તે મુનિને નમસ્કાર કરી પેાતાના પૂર્વ જન્મના પિતા જે તમા તેને જોવાને તે ભક્તિથી અહીં આવેલા છે. હે સ્વામી ! તેમણે કૌતુકથી આ કુકડામાં પ્રવેશ કરીને તેનું યુદ્ધ કરાવ્યું છે, તે તમારા દર્શનના ઉપાય રૂપ છે. અહીંથી તેઓ ભાગવદ્ધન નામે ગુરૂની પાસે જઇ દીક્ષા લઈ ક ના ક્ષય કરીને મેાક્ષપદને પામશે. ’’ આ પ્રમાણેના વૃત્તાંત સાંભળી પૂર્વની જેમ પેાતાને પુત્રપણે માનનારા તેઓ પ્રગટ થઈ ઘનરથ રાજાને નમી પાતાના ઘર તરફ ગયા. (6 આ સર્વ વૃત્તાંત સાંભળી તે કુકડાઓ જાતિસ્મરણ પામવાથી વિચાર કરવા લાગ્યા કે અહો ! આ સંસાર આવા કલેશાનું કારણ છે. પૂર્વ જન્મમાં વણિક થઈને આપણે કાંઈ પણ ઉપાર્જન કર્યું નહીં. બીજું તેા દૂર રહ્યું, પણ જે મનુષ્યજન્મ પુન: મળવા અતિ દુલ ભ છે તે આપણે નિષ્ફળ ખાઈ નાંખ્યા. અહા ! તે જન્મમાં લુબ્ધકની જેવા લબ્ધ થઇ અનેક ઉપાનાથી આપણે ઘણા પ્રાણીઓને છેતર્યા. ચિરકાળ અસંતોષી થઇ ખાટા માન અને ખાટા તાલ વિગેરેથી લાકાને ઠગી છેવટે માંહેામાંહી કલહ કરનારા આપણને ધિક્કાર ૧ જાળ નાખનાર—પાસ પાથરી પશુ પક્ષીઓને પકડનાર
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy