SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ સર્ગ ૪ પછી રાજા ઘરથે મૂર્તિમાન કામદેવ હોય તેવા દરથ સહિત મેઘરથને સુમંદિરપુર તરફ રવાને કર્યા. સામંત, મંત્રી, સેનાપતિ અને તેનાથી વિંટાએલા બને ભાઈ સરિતાના પુરની જેમ નિર્વિને ચાલ્યા. કેટલાક પ્રયાણ કરી મર્યાદા પાળવામાં સાગરરૂપ તેઓ સુરેદ્રિદત્ત રાજાના દેશના સીમાડામાં આવ્યા. તે વખતે રાજા સુરેંદ્રદત્ત શિક્ષા આપીને મોકલેલા એક દૂતે આવી મેઘરથને ગર્વિષ્ટ વચન વડે આ પ્રમાણે કહ્યું-“ અમારા સ્વામી સુરેંદ્રદત્ત સુરેંદ્રના જેવા પરાક્રમી છે. તેઓએ કહ્યું છે કે તમારે અમારા દેશની મધ્યમાં થઈને જવું નહીં. તેથી આ દેશનો સીમાડો છોડી બીજે માગે જાઓ. કેમકે મૃગપતિના માર્ગમાં મૃગની ગતિ ક્ષેમકુશલ થતી નથી.” આવાં દૂતનાં વચન સાંભળી વાચાળ પુરૂષ માં શ્રેષ્ઠ એવા મેઘરથે કહ્યું-“અમારે આ માર્ગ સરળ પડે છે, તો તેને કેમ ત્યાગ થાય? નદી ખાડા પૂરે, વૃક્ષ ઉમે, ઉંચી ભૂમિ ખોદી નાખે તથાપિ પિતાને માર્ગ છોડતી નથી. માટે અમે આ સરલ માર્ગથીજ જઈશું, તેથી જો તારે સ્વામી સરલ નથી તે ભલે પિતાની શક્તિ બતાવે.” મેઘરથનાં આ સર્વ વચને દૂતે જઈને સુરેંદ્રદત્ત રાજાને કહ્યાં. તે સાંભળી જેણે હા કટા સાંભળ્યા હોય તેવા હાથીની જેમ ધમેલા તાંબાની જેવાં રાતાં ને સુરેંદ્રદત્તે યુદ્ધને માટે ભંભાનાદ કરાવ્યા. હાથીસ્વારે, ઘેડેસ્વારે, પેદલે અને રથનું મોટું સૈન્ય યુદ્ધ કરવાને એકઠું થયું. સુભટની ભુજાના આસિફેટથી, ધનુષ્યના ટંકારોથી, ઘેડાના હેવારવથી, રથના ચિત્કારથી, હાથીઓની ગર્જનાથી, ઉંટના ઘંઘાટથી, ખચ્ચરેના અવાજેથી અને રણવાદ્યના નાદથી ક્ષણમાં સર્વ જગતને બધિર કરતે સુરેંદ્રદત્ત રાજા સર્વ બલથી મેઘરથનું રણતિથ્ય કરવાની ઈચ્છાએ સામે આવ્યા. અંધકારને નાશ કરવા સૂર્યની જેમ મેઘરથ અને દઢરથે કુમાર યુદ્ધને માટે જૈત્રરથમાં આરૂઢ થયા. શંકુ, શલ્ય, ચકે, પ્રાસ, દંડ, ગદા, તીર, મુદ્દગલ, નારા અને વિશિખ તેમજ પાષાણું અને લાહના ગેળા, કરથી અને યંત્રથી સર્વ સૈનિકો અને જાણે મેઘ હોય તેમ બંને સૈન્યમાં વર્ષાવવા લાગ્યા તે વખતે બને સૈન્યમાં એવો ગાઢ શસ્ત્રપાત થયે કે ખેચરની સ્ત્રીઓને યુદ્ધદર્શન કરવામાં વિદનકારી થઈ પડયો. સમુદ્રમાં જલજંતુઓથી જલજંતુની જેમ યુદ્ધમાં અસ્ત્રોથી અસ્ત્ર અને રથોથી રથો ભાંગવા લાગ્યા. જેમના વેગ અખલિત છે એવા શત્રુ એ પવનથી વનની જેમ બન્ને કુમારનું સૌન્ય ભગ્ન કરી દીધું. પછી અદ્વૈત ભુજ પરાક્રમવાળા બને વરે ક્રોધ કરી મોટા સરેવરમાં હાથી પેસે તેમ શત્રુના સૈન્યમાં પેઠા. તે વખતે ઉછળેલા સમુદ્રની જેમ અસ્રરૂપ ઊર્મિવડે શેભતા તે બંને વીરેને ખલના કરવાને શત્રના કોઈપણ સૈનિકે ઉભા રહી શક્યા નહીં. બે હાથીવડે શેરડીના વાડાની જેમ તેઓએ સૈન્યરૂપ વનનું મથન કરવા માંડયું. તે જોઈને સુરેંદ્રદત્ત યુવરાજ સહિત તેમની સામે યુદ્ધ કરવાને દેડો. સુરેંદ્રદત્ત મેઘરથ સાથે અને યુવાન યુવરાજ દઢરથની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓ પરસ્પર એક બીજાનાં શસ્ત્રો છેદવા લાગ્યા અને અન્ને બાધિત કરવા લાગ્યા. તે વખતે તે ચારે જણ રણગણમાં લેકપાળની જેવા શેવા લાગ્યા. પછી કરાસફેટ કરતા અને પરસ્પર તિરસ્કાર કરતા તેઓ બંધને જાણનારા સર્ષની જેમ ભુજાયુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા. તે મહાપરાક્રમી ચારે વીર ભુજારૂપ શિખરને તિરછી રીતે ઊંચા કરવાથી જાણે ગજદંતવાળા પર્વત હોય તેવા ક્ષણવાર યુદ્ધભૂમિમાં દેખાવા લાગ્યા. એમ યુદ્ધ કરતાં છેવટે મેઘરથ અને દઢરથે કુમારે એ ક્ષણવારમાં તેમને ખેદ પમાડીને વનના હાથીની જેમ બાંધી લીધા. પછી તે દેશમાં સ્વદેશની પેઠે પોતાની આજ્ઞા ફેલાવીને બન્ને કુમાર પ્રસન્નપણે ત્યાંથી ચાલી સુમંદિરપુર સમીપે આવ્યા. તેમના આવવાની ખબર સાંભળી રાજા નિહતશત્રુ તત્કાળ સામે આવ્યું. બીજા સાધારણ અતિથિને પણ જે માન આપે તેને આવા
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy