SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ સર્ગ ૨ જે જાણે એક છત્રવાળું હોય અને પુષ્પિત વૃક્ષોથી અદ્વૈત સુગંધનું તેને સામ્રાજ્ય પ્રાપ્ત થયું હોય તેવું દેખાતું હતું. વૃક્ષોની આસપાસના કયારાએ પુષ્પમાંથી ઝરતા પરાગની કણિકાથી કાદવવાળા થઈ ગયા હતા અને ફલના ભારથી નમેલા વૃક્ષોની શાખાઓ ભૂતળને સ્પર્શ કરતી હતી. તે ઉદ્યાનમાં કુમાર વજાયુધ અંતઃપુર સાથે કોઈ ઠેકાણે ઉત્કંઠિત મને અને કઈ ઠેકાણે યોગીની જેમ ગુહામાં પેસીને ક્રીડા કરવા લાગે. પછી ઉદ્યાનના વિહારથી શાંત થઈ ગયેલી રમણીઓને લઈને તે પ્રિયદર્શન કુમાર જલક્રીડા કરવાને માટે એક વાપિકામાં ગયે. નંદીશ્વર દ્વીપની વાપિકા જેવી મનહર વાપિકામાં શ્રમ નાશ કરવાને કુમારે પ્રિયા સહિત પ્રવેશ કર્યો. પછી ગિરિનદીમાં હસ્તીની જેમ પોતાની પ્રિયાઓની સાથે તે જલક્રીડા કરવા પ્રવર્યો. જલક્રીડામાં થતા કરના આઘાતવડે ઉડેલા હારના મોતી અને જલબિંદુઓમાં કાંઈ પણ અંતર જણાતું નહોતું. જલમાં રમતી અંત:પુરની રમણીએના મુખનો અને સુવર્ણ કમળનો મિત્રોની જેમ ઘણે કાળે પરસ્પર ડ્ય સંગમ થઈ ગયે. મૃગાક્ષીઓની ઉપર અંજલિ, શીંગડી અને ગંડૂષ વડે થતા જલપ્રહારથી કામદેવ જલના આયુધને ધરનારે થઈ પડ હોય તેમ જણાવા લાગ્યું. આસપાસ પથરાઈ ગયેલી કામિનીઓની કેશવેણી જાણે કામદેવે વજાને માટે તૈયાર કરેલા મીન હોય તેવી દેખાવા લાગી. જયક્રીડાથી ઢાંત થઈ જલતીરે વિશ્રામ લેવા જતી કેટલીક ગૌરાંગી રામાઓ જાણે જલદેવીઓ હોય તેવી દેખાતી હતી. સુંદર બ્રકુટીવાળી બાલાઓનાં નેત્રો પિતાના સાપનો કમળના સંઘર્ષણથી જાણે રેષિત થયાં હોય તેમ જળને છાંટાથી આતામ્રજ થઈ ગયાં. મદગંધી વહસ્તીના મદથી નદીના જલની જેમ વાપિકાનું જલ મૃગાક્ષિઓના અંગરાગથી સુગધી થઈ ગયું. આ પ્રમાણે શત્રુઓના ભયના અસ્થાનરૂપ વાયુધ કુમાર ભરપૂર જલક્રીડામાં વ્યગ્ર થઈ ગયા હતા. તે સમયે પૂર્વ જન્મના રિપુ દમિતારિ પ્રતિવાસુદેવને જીવ ચિરકાલ ભવભ્રમણ કરી દેવપણાને પ્રાપ્ત થઈને વિદ્યુદંષ્ટ્ર નામે વિખ્યાત થયા હતા, તે ત્યાં આવ્યો. વાયુધને જોઈ પરસ્પર દાઢને ઘસતો તે દેવ “અરે ! આ જીવતો ક્યાં જાય !” એમ કાલથી ચિંતવવા લાગ્યો. પછી તેણે ચણાની મુષ્ટિની જેમ પરિવાર સહિત વાયુધને ચૂર્ણ કરવાને તે વાપિકા ઉપર એક પર્વતને ઉપાડીને નાખે; અને તે અધમ અસુરે મહાવત જેમ પગમાં સાંકળ નાંખીને હાથીને બાંધે તેમ વરૂણના પાશ જેવા નાગપાશથી વજાયુધને બાંધી લીધો. પરંતુ વાયુધે ઈદ્ર જેમ વજથી પર્વતને દળી નાંખે, તેમ મુષ્ટિથી ગિરિને ભાંગી નાંખે અને કમલના તંતુની જેમ પાશને તેડી નાંખ્યો; પછી એ મહાભુજ જેમ પાતાળમાંથી શેષનાગ નીકળે તેમ તે વાપિકામાંથી અંતઃપુર સહિત અક્ષતાંગે બહાર નીકળ્યો. એ સમયે શકઈદ્ર મહાવિદેહક્ષેત્રના જિનેશ્વરને નમીને નંદીશ્વર દ્વીપની યાત્રા કરવાને જતા હતા. તેણે વાપિકામાંથી નીકળતા વાયુધને જોયા. એટલે “આ વાયુધ આ ભવમાં ચક્રવતી અને આગલા ભવમાં અહત થશે એમ ધારી ઈ કે તેની પૂજા કરી. ભવિષ્ય કાલનો પણ ભૂતકાલની પેઠે ઉપચાર થાય છે. પછી “તમે ધન્ય છો. કારણકે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં શાંતિ નામે સેળમાં તીર્થકર તમે થશે.” આ પ્રમાણે કહી ઈદ્ર નંદીશ્વર દ્વીપે ગયા અને વાયુધે સ્વેચ્છાથી વિવિધ પ્રકારની ક્રીડા કરીને અંતપુરના પરિવાર સહિત પિતાના પુરમાં પ્રવેશ કર્યો. ૧ પીચકારી. ૨ કોગળાઓ. ૩ સરખા. ૪ કાંઈક રાતા,
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy