SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ પ મું ૨૦૭ કામનાં છે? કાંઈ કામનાં નથી.” આ પ્રમાણે કહી નારદ મુનિ પૃથ્વીમાં જેમ બીજ વાવે તેમ સ્વાર્થ સિદ્ધ કરવા માટે ત્યાં કલેશ બીજ વાવીને આકાશમાર્ગે ચાલ્યા ગયા. એમનાં વચને સાંભળતાંજ ત્રણ ખંડને ઐશ્વર્યથી ગવ પામેલા દમિતારિ રાજાએ અપરાજિતના બંધુ અનંતવીર્યની પાસે દૂત મોકલ્યો. તે દૂત શુભા નગરીમાં આવી અગ્રજ બંધુ સહિત સભામાં બેઠેલા અનંતવીર્યને નમસ્કાર કરી વચનની વિશિષ્ટ રચનાથી આ પ્રમાણે છે -“હે રાજન ! એ અર્ધ વિજયમાં જે કાંઈ અદ્દભુત વસ્તુ ઉત્પન્ન થાય તે સર્વ રાજાધિરાજ દમિતારિ રાજાની જ છે, એમ સમજવું, તેમાં કાંઈ સંશય રાખવો નહીં. તેથી તમારી પાસે જે બર્બરી અને કિરાતી નામે બે પ્રખ્યાત નાટક્કારિકા છે તેને મહારાજા દમિતારિ તરફ મોકલી દો. જે સર્વ રાજ્યના સ્વામી થાય તેને રાજ્યમાં ચેટી વિગેરે જે કાંઈ ઉત્તમ પદાર્થ હોય તે સર્વ સ્વાધીન કરવાજ જોઈએ. કેમકે ઘર આપ્યું તો પછી શું તેમાંની સર્વ વસ્તુ જુદી રહી શકે !” આવાં દતનાં વચનો સાંભળી અનંતવીયે કહ્યું- હે દૂત! તું હમણું ચાલ્યો જા, હું જરા વિચારીને પછી તત્કાળ તે દાસીઓને મોકલી આપીશ.” આ પ્રમાણે વાસુદેવના કહેવાથી દત હર્ષ પામ્ય, અને સત્વર પાછા ફરીને દમિતારિ રાજાને સિદ્ધપ્રાય થયેલું પ્રયજન કહી આપ્યું. પ્રચ્છન્ન અગ્નિવાળા બે કુંડ હોય તેવા ગુઢ ક્રોધવાળા અપરાજિત અને અનંતવીચ બંને દૂતના ગયા પછી વિચાર કરવા લાગ્યા–“રાજા દમિતારિ આકાશગમન અને વિદ્યાસિદ્ધિના બલથી આપણી ઉપર આવું શાસન પ્રવર્તાવે છે. તે શિવાય બીજું તેની પાસે કોઈ અધિક નથી. આપણને પણ મિત્ર વિદ્યારે જે વિદ્યા પૂર્વે આપેલી છે તેનું હમણાજ સાધન કરીએ, તે પછી એ વરાકને શે ભાર છે?” આ પ્રમાણે બંને ભ્રાતા ચિંતવતા હતા, તેવામાં જ જાણે સંકેત કરી રાખેલી હોય તેમ ત્યાં પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ પ્રગટ થઈ અને વિદ્યુતના તેજની જેવા ઉદ્યોતને ધરનારી, વિવિધ અલંકારે ભૂષિત અને વિચિત્ર દિવ્ય વસ્ત્રોથી અલંકૃત તે વિદ્યાઓ અંજલિ જોડી કહેવા લાગી—“જેને સાધવાની તમે ઈરછા કરો છો તેજ અમે વિદ્યાઓ છીએ. પૂર્વ જન્મમાં તમે અમને સિદ્ધ કરેલી હોવાથી અત્યારે તમારી આગળ વગર પ્રયાસે પ્રાપ્ત થયેલી છીએ. હે મહાભાગ! મંત્રાસ્ત્રમાં દેવતાની જેમ અમે તમારા શરીરમાં સંક્રમણ કરશું માટે હવે જે આજ્ઞા હોય તે બતાવો.” આવાં તે વિદ્યાઓનાં વચન સાંભળી તેમણે કહ્યું કે “' એટલે તત્કાલ તે વિદ્યાઓ પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં જેમ સરિતાઓ પ્રવેશ કરે તેમ તેમના અંગમાં પ્રવેશિત થઈ. તેઓ સ્વભાવથી બલવાન તે હતા જ, તેમાં આ વિદ્યાના પ્રભાવથી કવચધારી સિંહની જેમ અધિક બલવાન થયા. પછી ગંધ અને મને હર પુપોથી તેમણે વિદ્યાઓની પૂજા કરી. વિવેકી જનો કયારે પણ પૂજયની પૂજાનો કમ ઉલંઘતા નથી. આ અરસામાં દમિતારિ રાજાએ મેકલેલો ફ્રત પુનઃ વેગથી ત્યાં આવ્યો અને તિરસ્કારથી બોલ્યો“અરે મૂર્ખની પેઠે અજ્ઞાનપણાને લીધે તમે બંને યુવાનોએ સ્વામી તરફ આવો અનાદર કેમ આરંભ્યો છે? “અમે ચેટીઓને તરત મોકલી આપશું” આ પ્રમાણે કહીને અદ્યાપિ કેમ મકલી નહીં ? શું તમારે મરણ પામવાની ઈચ્છા છે? મને તે તમે ખરેખર મૂખ લાગે છે. તે મહારાજાને કેપ હજુ તમે જાણ્યું નથી. હું ધારું છું કે આ બે ચેટને બહાને તમારા ઉપર બે કૃત્યા (રિષ્ટ) આવેલી છે. તે તમારૂં મૂલમાંથી ઉમૂલન કર્યા વગર જશે નહીં. તમે બીજું વિશેષ આપશે નહીં પણ બે ચેટિકા તે. ૧ એમજ થાઓ.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy