SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ વ ૫ મુ ૨૦૧ તિના પ્રસરવાથી ગંગનાંગણમાં ઇંદ્રધનુષ્યની શેશભાને ધરતા રત્નના સંચય જોયા; અને છેલ્લે ધૂમ્ર રહિત, જવાળાઓથી આકાશને પલ્લવિત કરતા અને જોવા ચાગ્ય સુખદાયક પ્રકાશવાળા અગ્નિ અવલોકયા. આ પ્રમાણે સાત સ્વસ જોઇ જાગ્રત થયેલી અનુન્દ્વરા દેવીએ તે પતિની પાસે નિવેદન કર્યા.. તે સાંભળી રાજાએ કહ્યું-‘તમારે વાસુદેવ પુત્ર થશે. ’ સ્વમફળ સાંભળી દેવી ખુશી થયા. સમય આવતાં આકાશ જેમ મેઘને જન્મ આપે, તેમ દેવીએ નેત્રને ઉત્સવ આપનાર અને નીલ કમળના જેવા શ્યામ વર્ણ વાળા કુમારને જન્મ આપ્યા. અનુદ્ધુરાના ઉત્તરથી ઉત્પન્ન થયેલા એ મહાવીર્ય કુમારનુ' રાજાએ માટા ઉત્સવથી અનંતવી એવું નામ પાડયુ. હુંસ જેમ એક કમલથી બીજા કમલ પર જાય તેમ રાત્રિદિવસ ધાત્રીઓના ઉત્સંગમાં ફર્યા કરતા તે રાજકુમાર હળવે હળવે વૃદ્ધિ પામ્યા. અનુક્રમે વધેલા અને રમણીએએ જોયેલા એ રમણીય આકૃતિવાળા વાસુદેવ પાતાના મોટાભાઇની સાથે મિત્રની જેમ રમવા લાગ્યા. જાણે વર્ષાઋતુ અને શરદઋતુના મેઘ એક ઠેકાણે મળ્યા હાય તેમ શ્વેત અને શ્યામ શરીરવાળા એ બંને ભાઇએ શેાભતા હતા. યાગ્યવયે તેમણે લીલામાત્રમાં સર્વ શાસ્ત્રો શીખી લીધાં. ‘તેવા પુરૂષોને પૂર્વ ભવે અભ્યાસ કરેલી વિદ્યા સ્વયમેવ પ્રાપ્ત થાય છે. ' તેમણે ગુરૂની પાસે એવા અભ્યાસ કર્યા કે જેથી તેઓ ગુરૂના જ્ઞાનને જીવાડનાર થઇ પડયા. અનુક્રમે તે લક્ષ્મીનુ વાસગૃહ અને મંત્રતંત્ર વગરનુ કામિનીજનને કામણુરૂપ યૌવનવય પામ્યા. એકદા વિવિધ અતિશયવાળા સ્વયં પ્રભ નામે મુનિ ત્યાં પધાર્યા. તેમણે નગરની બહાર ઉપવનના કાઈ ભાગમાં નિવાસ કર્યાં. તે સમયે અશ્વક્રીડામાં ચતુર રાજા સ્તિમિતસાગર અશ્વને ખેલાવવા માટે નગરની ખહાર નીકળ્યા. ઉન્મત્ત અને શાંત અવેાને ખેલાવી અશ્વક્રીડામાં રેવંતકુમાર જેવા તે રાજા શ્રાંત થઈને તેજ વનમાં આવ્યા. ઘણા તરૂણ વૃક્ષાથી જાણે તેમાં મેઘ વિશ્રામ લેવા આવ્યા હોય તેવું, નીકવડે ઝરણાવાળા ગિરિ હાય તેવું, કદલીના પત્રથી જાણે પાંથજનને ૫ખા કરતુ. હાય તેવું અને સર્વત્ર ઉગેલી લીલેાતરીથી જાણે મરકત મણિથી તળ ખાંધ્યું હોય તેવું તે વન દેખાતું હતું. એલાઇચી, લવી'ગ, ક કાળ અને ચારેાળીની ખુશબેને વહન કરતા સુખકારી પવને તેમાં માન કરનારી દાસીનુ કામ કરતા હતા. પૃથ્વીપર રહેલુ જાણે નંદનવન હોય તેવા તે ઉદ્યાનમાં રાજા હર્ષોંથી નેત્રને સ્થિર કરતા પેઠા. ક્ષણવાર વિશ્રામ લઈ આગળ જોયું તેા અશેકવૃક્ષની નીચે ધ્યાન ધરતા પ્રતિમાધારી મુનિને જોયા. તત્કાલ શીત લાગવાની જેમ ભક્તિથી તે શમાંચિત થઈ ગયા. મુનિ પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દઈને વંદના કરી. મુનિએ પેાતાનું ધ્યાન પારી ધર્મલાભ રૂપ આશિષ આપી. સત્પુરૂષો પેાતાનું આરંભેલુ` કા` બીજાના હિતને માટે છેડી દે છે, પછી સ્વયંપ્રભ મુનિએ જેવા જોઈ એ તેવા ઉદાહરણાથી શ્રોતાને જાણે પ્રત્યક્ષ અનુભવ કરાવતી હેાય એવી ધર્મદેશના આપી. તે દેશના સાંભળી રાજા ક્ષણવારમાં પ્રતિબેાધ પામ્યા. ઘેર જઇ પાતાના પુત્ર અનંતવીને રાજ્યાસને બેસાયે; અનંતવીય તથા અપરાજિતે જેના નિગમોત્સવ કરેલા છે એવા રાજાએ સ્વય’પ્રભ મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. એ મહાત્માએ દુઃસહ પરીસહાને સહન કરી મૂલ ગુણ અને ઉત્તર ગુણ ચિરકાલ પાલન કર્યા. છેવટે દૈવયેાગે તેનાથી મન વડે ચારિત્રની વિરાધના થઈ ગઈ, તેથી મૃત્યુ પામી તે ભુવનપતિ નિકાયમાં ચમરેદ્ર થયા. નિઃસીમ પરાક્રમ રૂપ ધનવાળા અને દેવતાથી પણ અપરાજિત એવા અન તવીય પેાતાના ભાઈ અપરાજિતની સાથે પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યા. એક વખતે કોઈ વિદ્યાધરની સાથે તે બંને ભાઇઓને પવિત્ર ચૈત્રી થઈ ગઇ, સત્પુરૂષોના સંસગ સત્પુરૂષાની સાથે જ થાય છે, તે વિદ્યાધરે
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy