SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૫ મું કલ્પથી ચવી ત્રિપૃષ્ટ અને સ્વયંપ્રભાના પુત્રપણે ઉત્પન્ન થયે. તે ગર્ભમાં આવતાં માતાએ સ્વમમાં અભિષેક સહિત શ્રીદેવી જોયા, તેથી પિતાએ તેનું શ્રી વિજય એવું નામ પાડ્યું. સ્વયંપ્રભાને વિજય અને ભદ્ર (કલ્યાણ ) ના કારણરૂપ વિજયભદ્ર નામે એક બીજો પુત્ર પણ થયો, અને શિખિનંદિતાને જીવ પ્રથમક૯૫થી ચવી ત્રિપૃષ્ટ અને સ્વયં પ્રભા તિઃપ્રભા નામે પુત્રી થયે. પૂર્વ સત્યભામાનો પતિ જે કપિલ હતું તે તિર્યંચાદિક નિમાં ચિરકાળે સંસાર ભમી ચમચંચા નગરીમાં અશનિઘોષ નામે વિદ્યાધરને પ્રખ્યાત રાજા થયે. અર્ક કીર્તિએ વિસ્તારવંત લોચનવાળી પોતાની સુતારા નામે પુત્રાને ત્રિપૃષ્ઠના પુત્ર શ્રીવિજયની સાથે પરણાવી. ત્રિપૃષ્મ પિતાની અતિ સુંદર પુત્રી જ્યોતિ પ્રભાને અર્કકીર્તિના પુત્ર અમિતતેજની સાથે વિવાહ કર્યો. શ્રી વિજય સુતારાની સાથે અને મહાભુજ અમિતતેજ જ્યોતિ પ્રભા સાથે વિષયસુખ ભોગવવા લાગ્યા. એકદા રથનુપુર ચક્રવાળ નગરની લક્ષમી વડે દેવવન જેવા વિશાળ ઉદ્યાનમાં અભિનંદન, જગનંદન અને જ્વલન જટી-એ ત્રણ મહાશય મુનિઓ જાણે મૂર્તિમાન જ્ઞાનાદિક ત્રણ રને હોય તેવા સમેસર્યા. પોતાના પિતા અને તેમના ગુરૂને આવેલા જાણ અર્કકીર્તિએ તત્કાળ ઉદ્યાનમાં આવી વંદના કરી. ઉત્કંઠા વિલંબને સહન કરી શકતી નથી. અભિનંદન મુનિએ મહા મેહરૂપી હિમરાશિને ગાળવામાં સૂર્ય પ્રભા જેવી દેશના આપી. તે દેશના સાંભળવાથી અકકીર્તિને સંસાર પર વૈરાગ્ય થયો તેથી અંજલિ જોડીને તેણે અભિનંદન મુનિને વિજ્ઞપ્તિ કરી કે “હું મારા પુત્ર અમિતતેજને રાજ્યપર બેસાડી વ્રત લેવાને માટે પાછો આવું ત્યાં સુધી તમે અહી બિરાજવા કૃપા કરશે.” “ ધર્મકાર્યમાં પ્રમાદ કરવો નહીં” એમ મહર્ષિએ કહેલ વચન સાંભળી અકકીર્તિ આદ્ર મને પોતાને ઘેર ગયે; અને વારંવાર આગ્રહ પૂર્વક પ્રાર્થના કરીને તેણે પિતાના પુત્ર અમિતતેજને રાજ્ય આપ્યું. પિતા અને પુત્રને આવો જ કમ છે. અમિતતેજે જેને નિષ્ક્રમણોત્સવ કરે છે એવા અર્ક કીર્તિએ અભિનંદન મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારથી રાજમુનિ અર્કકીર્તિ શમરાજ્યને પાળતા ગુરૂજનની સાથે વિહાર કરવા લાગ્યા; અને વિદ્યાધરના મુગટથી જેના ચરણકમલનું આસન ઘસાય છે એવા તેજસ્વી અમિતતેજે પિતાના રાજ્યની ધુરાને ધારણ કરી. આ તરફ ત્રિપૃષ્ણને શેકથી વૈરાગ્યને વહન કરતા અચળ બળભદ્ર ત્રિપૃષ્ટના પુત્ર શ્રીવિજ્યને રાયપર બેસાડી દીક્ષા લીધી. રાજાઓથી પૂજાતે અને વિજયલકમીએ સ્વયંવરે વરેલે શ્રીવિજય પિતાનું રાજ્ય પાળવા લાગ્યા. એક વખતે અમિતતેજ સુતારા અને શ્રીવિજયના દર્શનની ઉત્કંઠાથી પિતનપુરે આવ્યા. તે વખતે પોતનપુર નગર ઊંચી પાતકાઓથી અને માંચડાથી મંડિત અને અનુત્તર વિમાનની પેઠે આનંદના એક સામ્રાજ્ય રૂપ તેના જોવામાં આવ્યું. તેમાં પણ રાજકુલ-દરબારમાંતો વિશેષ ખુશાલી જોઈ. વિસ્મય પામેલ અમિતતેજ આકાશમાંથી સૂર્ય સમુદ્રમાં ઉતરે તેમ ત્યાં ઉતર્યો. તેને દૂરથી આવતે જોઈ શ્રીવિજય રાજા ઉભે થયે. સામાન્ય અતિથિ પણ પૂજા ને યોગ્ય છે, તો આવા ઉત્તમ સંબંધી અતિથિને માટે તો શું ન હોય ! પ્રૌઢ પ્રીતિથી ભરેલા અમૃતના દ્રહ જેવા તેઓ પોતપોતાની બહેનોને અને બનેવીઓને ગાઢ આલિ. ગન દઈને મળ્યા. પૂર્વ પશ્ચિમ પર્વતની ઉપર સૂર્યચંદ્રની જેમ તે બંને મોટા મૂલ્યવાળા
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy