SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ચિકિત્સા કરતા નથી, વિજય અને વૈજય આ વૈધનું રૂપ કરી સન ૧૮૪ સગ ૭ માં તે સમયે હૃદયમાં ચમત્કાર પામી ઈ દેવતાઓની પાસે તેમની પ્રશંસા કરવા માંડી -અહા ! બળતા ઘાસના પુળાની જેમ ચકવત્તની લમીને છેડી દઈને આ સનસ્કુમાર મુનિ દુસ્તપ તપ કરે છે. તપના પ્રભાવથી તેમને સર્વ લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે, છતાં પણ શરીરમાં અપેક્ષા રહિત આ મહાત્મા પોતાના રંગેની પણ ચિકિત્સા કરતા નથી.” ઈદ્ર કરેલી આવી પ્રશંસા સાંભળીને વિજય અને વૈજયંત દેવને તે પર શ્રદ્ધા આવી નહીં, તેથી તેઓ વૈદ્યનું રૂપ કરી સનકુમારની સમીપે આવ્યા. તેઓ બોલ્યા- “ મહાભાગ ! શા માટે રિગથી પરિતાપ પામો છે? અમે બંને શૈદ્ય છીએ અને પિતાનાંજ ઔષધથી સર્વની ઉત્તમ રીતે ચિકિત્સા કરીએ છીએ. તમારું શરીર રોગથી ગ્રસ્ત છે, તેથી જો આપની આજ્ઞા હોય તે તમારા વૃદ્ધિ પામેલા રેગન અમે નિગ્રહ કરીએ.” તેમનું આવું કથન સાંભળી મહા તપસ્વી સનકુમાર બોલ્યા- “અરે વૈદ્યો ! પ્રાણીઓના શરીરમાં દ્રવ્યોગ અને ભાવરેગ એમ બે પ્રકારના રોગ હોય છે. ક્રોધ, માન, માયા અને લેભ-એ પ્રાણીઓના ભાવ રોગ છે. તેઓ જન્માંતરમાં પણ પ્રાણીની પાછળ જનારા અને અનંત દુઃખના આપનારા છે, તેથી તે રોગની ચિકિત્સા કરવાને જો તમે સમર્થ છે તે ચિકિત્સા કરો. તરફ અને જે દ્રવ્યોગની ચિકિત્સા કરતા હો તો આ તરફ જુઓ.”—આ પ્રમાણે કહીને તેમણે ગલત પતથી શીર્ણ થઈ ગયેલી પિતાની આંગળીને પોતાના કફના બિંદુથી લિંપી એટલે તત્કાલ તે સુવર્ણ જેવી થઈ ગઈ! સુવર્ણ શલાકાની પેઠે પ્રકાશમાન તે અંગુલીને જઈ તેઓ તેમના ચરણમાં પડયા. અને બોલ્યા- “ પ્રથમ વિપ્ર રૂપે આવીને જે બે દેવતા તમારું રૂપ જોઈ ગયા હતા તેજ અમે બંને દેવતાઓ આજે વૈદ્ય થઈને આવ્યા છીએ. “અપૂર્વ લબ્ધિ પ્રાપ્ત થયા છતાં પણ સનસ્કુમાર ભગવાન વ્યાધિની બાધાને સહન કરીને તપ કરે છે. આ પ્રમાણે છે કે તમારી પ્રશંસા કરી તે સાંભળી અમોએ અહી આવી પ્રત્યક્ષ રીતે પરીક્ષા કરી.” આ પ્રમાણે કહી, પ્રણામ કરી તે બંને દેવ અંતર્ધાન થયા. અર્ધ લાખ વર્ષ કુમારવયમાં, અર્ધ લાખ વર્ષ મંડલિકપણુમાં, દશ હજાર વર્ષ દિગ્વિજયમાં, નેવું હજાર વર્ષ ચક્રવતીપણામાં અને લાખ વર્ષ વ્રતમાં-એમ સર્વ મળીને ત્રણ લાખ વર્ષનું આયુષ્ય-ચોથા ચક્રવતી સનસ્કુમારે ભગવ્યું. પિતાનું અવસાન સમય જાણવામાં આવતાં અનશનવ્રત ગ્રહણ કરી અને ત્રણ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એ સનકુમાર ચક્રવતી પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતા કાલધર્મ પામી સનસ્કુમાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. BBA BBA BB%VARGER#38888888 : 689 इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते महाकाव्ये चतुर्थपर्वणि सनत्कुमारचरित वर्णनो नाम सप्तमः सर्गः समाप्तः ।। #3&#277888888888888888888888888 છે __श्रीसंभव प्रभृति तीर्थकृतां तृतीये ऽष्टानां चरित्रमहपर्ववरेऽष्ट सगे । ध्येयं पदस्थमिव वारिरहेऽष्टपत्रे ऽनुध्यायतो भवति सिद्धिरवश्यमेव ॥१॥ // સમાપ્ત ૨૮ વતુર્થ પર્વ 233EA DE 38 882766
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy