SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું ૧૭૫ મધુર વેણુને નાદ અને મનહર વીણાનો વનિ તેના સાંભળવામાં આવ્યું. એટલે હર્ષ સહિત આગળ ચાલતાં વિચિત્ર વેષધારી રમણીઓની વચમાં રહેલા અને પ્રિય છે દર્શન જેનું એવા પિતાના મિત્ર સનસ્કુમારને તેણે દીઠે. તત્કાલ તેના મનમાં વિચારે છે કે શું આ મારો પ્રિય મિત્ર સનકુમાર છે વા શું કોઈ માયા છે ! કે શું ઈદ્રજાળ છે અથવા શું મારા હૃદયમાંથી બહાર નીકળીને તે અહીં પ્રગટ થયે છે ! ” આ વિચાર કરતા હતા, તેવામાં કઈ વૈતાળિકના મુખમાંથી આ પ્રમાણે કર્ણમાં અમૃત જેવાં વાક્ય તેના સાંભળવામાં આવ્યાં-“કુરુવંશ રૂપી સરોવરમાં હંસ સમાન, અશ્વસે ન રૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને સૌભાગ્યના કામદેવ સમાન હે સનકુમાર ! તમે જય પામે. વળી વિદ્યાધરની કન્યાઓની ભુજલતાને આલિંગન કરવા નું વૃક્ષ અને વૈતાઢય ગિરિની બંને શ્રેણીની જયલક્ષ્મીવડે આઢય એવા હે કુમાર ! તમે જય પામે.” આ પ્રમાણે સાભળતાંજ ગ્રીષ્મથી તપેલે હાથી જેમ જલાશય સમીપે આવે તેમ તે સનકુમારની પાસે ગયે. અશ્રુધારાની સાથે ચરણકમળમાં પડતા મહેદ્રસિંહને ઉભો કરીને સનસ્કુમારે આલિંગન કર્યું. અતર્કિત થયેલ પરસ્પરના સમાગમથી વિસ્મય પામેલા બને મિત્ર વર્ષાકાળના મેઘની જેમ હર્ષાશ્રુને વર્ષાવવા લાગ્યા. વિદ્યાધના કુમારોએ આશ્ચર્યથી જોયેલા બંને મિત્રો રોમે રમે હર્ષિત થઈ મોટાં મૂલ્યવાળાં આસન ઉપર બેઠા. દષ્ટિ અને મન બીજે નહીં રાખતાં તે બંને પરસ્પર ગીની જેમ રૂપસ્થ ધ્યાનની મુદ્રામાં પરાયણ થયા. સનસ્કુમારના ગથી મહેંદ્રસિંહને શ્રમ દિવ્ય ઔષધથી રોગની જેમ ઉતરી ગયો. પછી સનકુમાર પોતાના નેત્રના હર્ષાશ્રુ લુંછી અમૃત જેવી વાણીવડે મહેદ્રસિંહ પ્રત્યે બે-“પ્રિય મિત્ર ! અહીં શી રીતે આવ્યા ? એકાકી કેમ છે ? હું અહીં છું તે તમે શી રીતે જાણું ? આટલો વખત કયાં નિર્ગમન કર્યો ? મારા વિશે થતાં પૂજ્ય પિતાએ શી રીતે પ્રાણ ધારણ કર્યા ? અને માતાપિતાએ આવા દુર્ગમ પ્રદેશમાં તમને એકલા કેમ મોકલ્યા ? આ પ્રમાણે કુમારે પૂછયું, એટલે મહેદ્રસિંહે ગદગદ વાણીએ પિતાનું પૂર્વ વૃત્તાંત યથાર્થ રીતે કહી આપ્યું. પછી સનસ્કુમારે ચતુર એવી વિદ્યાધરોની રમણીઓ પાસે તેને સ્નાન અને ભેજનાદિ કરાવ્યું. પછી વિસ્મયથી પ્રકુલિત લેશનવાળો મહેદ્રસિંહ વિનયથી અંજલિ જોડી બેલ્ય-“ પ્રિય મિત્ર ! તે તુરગ પછી તમને કેટલી ભૂમિ સુધી લઈ ગયે ? અને ત્યારથી થયેલા મારા વિયોગમાં તમને શું પ્રાપ્ત થયું ? તેમજ આ સમૃદ્ધિ તમને ક્યાંથી પ્રાપ્ત થઈ ? તે જ મારાથી ગોપવવા કે ગ્ય ન હોય તે પ્રસન્ન થઈને કહેવાને ચગ્ય છે.” આવાં તેનાં વચન સાંભળી સનકુમારે ચિત્તમાં વિચાર કર્યો કે “આ આત્મ સમાન મિત્રથી ગોપવી રાખવા યોગ્ય કાંઈ પણ નથી. પરંતુ જે કઈ બીજે પણ પિતાનું વૃત્તાંત કહે તો તેથી પણ રાહાત્માઓ લજજા પામે છે, તો હું મારું વૃત્તાંત સ્વમુખે શી રીતે કહે ! માટે બીજા પાસે કહેવરાવું.” આવી રીતે નિશ્ચય કરી તે અશ્વસેનના કુમારે પિતાના વામ પડખે રહેલી પ્રિયાને એવી આજ્ઞા કરી કે “વિદ્યાથી મારે વૃત્તાંત જાણનારી હે પ્રિયા બકુલમતિ ! આ મારા મિત્ર મહેંદ્રસિંહને મારી કથા કહી સંભળાવો, કેમકે અત્યારે મારાં નેત્રકમળમાં નિદ્રા આવે છે. આ પ્રમાણે કહી સનસ્કુમાર સુવાની ઈચ્છા દેખાડીને ઘરમાં ગયો. હવે બકુલમતિ વિદ્યાધરી મહેંદ્રસિંહને કહે છે-“હે રાજા! તમે સૌના જોતજોતામાં તે અવે તમારા મિત્રનું હરણ કર્યા પછી વેગવડે દોડતા તેણે યમરાજના રહસ્યક્રીડાસ્થાન જેવી એક મોટી અને ભયંકર અટવીમાં પ્રવેશ કર્યો. બીજે દિવસે પણ પંચમ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy