SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ ૪ થું ૧૬૭ દેદીપ્યમાન ચક્રરત્ન ઉત્પન્ન થયું. અનુક્રમે પુહિત વિગેરે બીજાં સર્વ રત્નો પણ સૌસૌના ગ્ય સ્થાનમાં ઉત્પન્ન થયાં, અને ક્રમ પ્રમાણે તેમને આવીને મળ્યાં. પછી ચક્રરત્ન ચાલ્યું, એટલે તેની પાછળ દિગ્વિજય કરવાની ઈચ્છાએ મઘવાચક્રી પ્રથમ પૂર્વક સમુદ્રના આભૂષણરૂપ માગધતીથે ગયા. જાણે દૂત આવ્યો હોય તેમ તેમના નામથી અંકિત એવું બાણ જોઈને માગધપતિએ ત્યાં આવી તેમની સેવાનો આશ્રય કર્યો. પછી માગધપતિની જેમ દક્ષિણમાં વરદામદેવને અને પશ્ચિમમાં પ્રભાસપતિને જીતી લીધા. ત્યાંથી સમુદ્રના દક્ષિણ તટે જઈને સિંધુદેવીને સાધી. ત્યાંથી ચૈતાઢય પર્વતે આવી શૈતાઢયકુમારદેવને સ્વાધીન કરી, તેની ભેટ લઈ, તમિશ્રા ગુફા પાસે આવ્યા. તે ગુફામાં દ્વારપાળની પેઠે રહેલા કૃતમાળ નામના દેવને વિધિ પૂર્વક સાધી લીધે. ત્યાંથી ચક્રવર્તીની આજ્ઞાથી સેનાપતિ ચમ રતનવડે સિંધુને ઉતરીને તેના પશ્ચિમ નિષ્ફટમાં ગયે, અને તે ભાગ સાધીને પાછો આવ્યું. પછી સેનાપતિએ દંડ રનવડે તે ગફાનાં કમાડ ઉઘાડયાં, એટલે ચકવર્તીએ ગજ રત્નપર બેસીને સૈન્ય સહિત તેમાં પ્રવેશ કર્યો. કાકિણી રત્નવડે અંદર પ્રકાશ આપનારા મંડળો કરી ગજરત્નના કુંભસ્થળ ઉપર મણિરત્ન રાખી, તેની કાંતિના પ્રસારવડે અંદર ચાલ્યા. ગુફાની મધ્યમાં વકિ રત્ન રચેલા સેતુબંધવડે અત્યંત દુતર એવી ઉમેગા અને નિમ્નગા નદી ઉતરી, પોતાની મેળે જેનાં કમાડ ઉઘડી ગયેલાં છે એવા ઉત્તર દ્વારને માર્ગે થઈ ચક્રવત્તી સેના સાથે તે ગુફાની બહાર નીકળ્યા. ત્યાં આપાત નામના અતિ દુર્જય કિરાને, અસુરોને ઈદ્ર જીતે તેમ મઘવા ચક્રવત્તએ જીતી લીધા. પછી ત્યાંથી સેનાપતિએ જઈને સિંધુના પૂર્વ નિષ્કટને જીતી લીધું. ચક્રવત્તીએ પિતે જઈને હિમાલયકુમારને સા વ્યા અને ત્યાંથી ઋષભકટે જઈને ચક્રવત્તી એ કાકિણી રતનવડે ‘મઘવા ચકવરી' એવું પિતાનું નામ લખ્યું. ત્યાંથી પાછા ફરતાં સેનાપતિ પાસે ગંગા નદીને પૂર્વ નિષ્ફટ સધા. બે અને પોતે ગંગાદેવીને સાધ્યા પછી એ ત્રીજા ચક્રવત્તી મઘવાએ શૈતાઢય પર્વતની બંને શ્રેણીના વિદ્યાધરોને લીલામાત્રમાં સાધી લીધા. વિધિ જાણવામાં ચતુર એવા ચક્રવ નીએ ખંડપ્રપાતા ગુફાના દ્વારમાં રહેલા નાટમાળ દેવને યથાવિધિ વશ કર્યો; અને સેનાપતિ પાસે જેનાં કમાડ ઉઘડાવ્યાં છે એવી ખંડપ્રપાતા ગુફામાં થઈ મઘવા ચક્રવર્તી સમુદ્રજલમાંથી વહાણની જેમ શૈતાઢયમાંથી બહાર નીકળ્યા. ત્યાં ગંગાના મુખમાં નિવાસ કરી રહેલા નૈસર્પ વિગેરે નવનિધિએ તેને સુખે વશ થઈ ગયા. પછી સેનાપતિની પાસે ગંગાને પશ્ચિમ નિષ્ફટ સધાવ્યા. આ પ્રમાણે માવાચક્રીએ ષખંડ ભરતક્ષેત્રને વશ કર્યું, આગળ ચાલતાં અનુક્રમે ચક્રવત્તપણની સમગ્ર સામગ્રીથી પ્રકાશમાન થયેલા મઘવા ચક્રવ, અમરાવતીમાં ઈદ્ર આવે તેમ પોતાની શ્રાવસ્તી નામની નગરીમાં આવ્યા. ત્યાં દેવતાઓ અને રાજાઓએ એકત્ર થઈને પૂર્ણ સંપત્તિવાળા મઘવાચક્રીને વિધિ પ્રમાણે ચકવન્તપણાને અભિષેક કર્યો. ચક્રવર્તીપણામાં અભિષિક્ત થયા પછી એ મહારાજા બત્રીસ હજાર મુગટધારી રાજાઓથી નિરંતર સેવાતા હતા. સોળહજાર દેવતાઓથી આશ્રિત હતા, નવ નિધિઓથી તેમના મનોરથ પૂર્ણ થતા હતા, અને ચોસઠહજાર અંતઃપુરની સ્ત્રીઓની નયનકમળની માળાઓથી નિત્ય પૂજાતા હતા, આ શિવાય બીજા પણ અનેક પ્રમાદનાં સ્થાનો તેમને સુલભ હતાં, તથાપિ તે પોતાના પિતૃપરંપરાથી આવેલા શ્રાવકધર્મમાં કદિ પણ પ્રમાદી થતા નહી. તેમણે સુવર્ણ અને રત્નથી દેવતાઓના વિમાન જેવા વિવિધ પ્રકારનાં ચિત્ય જિનબિંબ સહિત કરાવ્યાં. જેમ તે પૃથ્વીના એકજ પતિ હતા, તેમ તેના મનમાં અહંત દેવ, સાધુ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy