SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ સગ ૫ મિ “માદી જનને છળે છે. કારીગર, અંત્યજ અને કોઈ પણ જાતનું કામ કરીને આજીવિકા ચલાવનારા પુરૂષો માયાથી ખોટા સેગન ખાઈને સાધુજનને વેચે છે. વ્યંતરાદિકની નઠારી યોનિમાં રહેલા ક્રૂર દેવે ઘણું પ્રકારના છળ કરીને પ્રાયે પ્રમાદી મનુષ્યને તથા “પશુઓને પીડે છે. મર્યાદિક જલચરે છળ કરીને પોતાનાં બચ્ચાંઓનું જ ભક્ષણ કરે છે, અને તેઓને પણ ધીવર લે કે માયાવડે જાળમાં બાંધે છે અને હણે છે. વિવિધ પ્રકારના ઉપાય કરીને વંચનમાં પ્રવીણ એવા શિકારીઓ પણ કપટથીજ સ્થળચારી “પ્રાણીઓને બાંધે છે અને મારે છે. માંસના ગ્રાસને ઈચ્છનારા પાપી પ્રાણીઓ લાવક “વિગેરે અનેક જાતના બીચારા આકાશચારી પ્રાણીઓને અનેક પ્રકારની માયાવડે બાંધી લે છે. “આ પ્રમાણે સર્વ લોકમાં પરવચના કરવામાં તત્પર એવા પ્રાણીઓ પિતાને આ“ત્માનેજ વંચી સ્વધર્મ અને સદ્ગતિને નાશ કરે છે. તેથી તિર્યંચ જાતિમાં ઉત્પન “થવાનું ઉત્કૃષ્ટ બીજ મોક્ષપુરીના દ્વારની ભૂંગળ અને વિશ્વાસરૂપ વૃક્ષને દાવાનળ “સરખી માયા વિદ્વાને એ ત્યાગ કરવા ગ્ય છે. મલ્લીનાથ તીર્થંકર પૂર્વ ભવમાં સૂક્ષમ માયા કરશે અને તે માયાશલ્યને કાઢશે નહીં તેથી તે સ્ત્રીભાવને પ્રાપ્ત કરશે; માટે “જગને દ્રોહ કરનારી માયારૂપી સર્પિણીને જગને આનંદનું કારણ એવી સરલતા રૂપ ઔષધિ વડે જીતી લેવી. સરલતા એ અવાર્ય વિસ્તારવાળે મુક્તિપુરીને માર્ગ “કહેલું છે, અને તપ દાન વિગેરે લક્ષણવાળે જે માગે છે તે તો અવશેષ માર્ગ છે. “જેઓ સરલતાને સેવનારા છે તેઓ લેકમાં પણ પ્રીતિના પાત્ર થાય છે, અને “સર્પની જેમ કુટીલ પુરૂષથી સર્વે ઉદ્વેગ પામે છે. જેઓની મનોવૃત્તિ સરલ છે તેઓ ભવવાસમાં રહેલા છે, તથાપિ તે મહાત્માઓને પિતાથીજ અનુભવાય તેવું અકૃત્રિમ મુક્તિસુખ મળે છે. જેઓના મનમાં કૌટિલ્યતા રૂપી શંકુ (ખીલ) કલેશ કર્યા કરે છે અને જેઓ બીજાને હાનિ કરવામાં જ તત્પર છે તેવા વંચક પુરૂષોને કયાંથી સુખ હોય! “સર્વ વિદ્યાઓમાં વિદ્વત્તા મેળવ્યા છતાં અને સર્વ પ્રકારની કળાઓ પ્રાપ્ત કર્યા છતાં “ધન્ય પુરૂષોને જ બાળકની જેવી સરલતા પ્રગટે છે. બાળકો અજ્ઞ છતાં પણ તેમની “સરલતા સર્વને પ્રાતિ ઉપજાવે છે; તે જેઓનાં ચિત્ત સર્વ શાસ્ત્રોના અર્થમાં આસક્ત “થયેલા છે તેમની સરલતા પ્રીતિ ઉપજાવે તેમાં શું કહેવું! સરલતા સ્વાભાવિક છે અને “કુટિલતા કૃત્રિમ છે, તે સ્વાભાવિક ધર્મને છોડી કૃત્રિમ ધર્મને કોણ આશ્રય કરે ! “પ્રાયઃ સર્વ જને છળ, પિશુનતા, વક્રોક્તિ અને પરવચનામાં તત્પર છે, તે તેમાં રહ્યા છતાં પણ સુવર્ણ પ્રતિમાની પેઠે નિર્વિકારી રહેનાર કેઈક ધન્ય પુરૂષજ હોય છે. સર્વ ગણધરે કે શ્રુતસમુદ્રના પારને પામ્યા હોય છે, તથાપિ શિક્ષા લેવાને માટે ગ્ય હોય તેમ તીર્થકરની વાણીને સરલતાથી સાંભળે છે. જે સરલપણે આલોચના કરે છે તે “સર્વ દુષ્કર્મને ખપાવે છે, અને જે કુટિલપણે આલોચના કરે છે તે થોડાં દુષ્કર્મ હોય તે તેને ઉલટાં વધારે છે. જેઓ મન, વચન અને કાયાથી સમસ્ત પ્રકારે કુટિલ છે તેમને “મેક્ષ થતું નથી, પણ જેઓ મન, વચન અને કાયાથી સર્વત્ર સરલ છે તેને મોક્ષ થાય છે. આ પ્રમાણે કુટિલ પુરૂષની અતિ ઉગ્ર એવી કર્મની પણ કુટિલતાને વિચારીને “સારી બુદ્ધિવાળા પુરૂષે મોક્ષની ઈચ્છાથી સરલતાને જ આશ્રય કરે. સર્વ દેની ખાણ, ગુણને ગ્રાસ કરવામાં રાક્ષસ, વ્યસન રૂપી લતાનું મૂળ અને “સર્વ અર્થને બાધ કરનાર લેભ છે. નિર્ધન સોને, સેવાળે સહસ્ત્રને, સહસ્ત્રાધિપતિ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy