SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સર્ગ ૫ મ વાહનવાળો, દક્ષિણ ભુજાઓમાં બીજોરું, ગદા અને અભયને તથા વામ ભુજાઓમાં નકુળ, પદ્મ અને અક્ષમાળાને ધરનારે રક્તવણી અને તેજસ્વી કિંમર નામનો યક્ષ શાસનદેવતા થયે; અને ગૌર અંગવાળી, મત્સ્યના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં ઉત્પળ અને અંકુશ તથા બે વામ ભુજામાં પ અને અભયને ધરનારી કંદર્પ નામે યક્ષણી શાસનદેવી થઈ. એ બંને નિરંતર પ્રભુની પાસે રહેવા લાગ્યા. આ બંને શાસનદેવતાથી સેવાતા ધર્મનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરતા અનુક્રમે અશ્વપુરે આવ્યા. તત્કાળ ઈદ્રાદિક દેવતાઓએ જેમાં પાંચસો ને ચાળીશ ધનુષ ઊંચું અશક વૃક્ષ છે એવું સમવસરણ રચ્યું. પ્રભુએ તેમાં પ્રવેશ કરીને રમૈત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરી, અને તીર્થને નમન કરીને પૂર્વ સિંહાસન પર બેઠા. બીજી ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ પ્રભુની જેવાંજ ત્રણ પ્રતિબિંબ રતનસિંહાસનપર વિકુવ્ય. પ્રભુની પર્ષદામાં ચતુર્વિધ સંઘ પહેલા વપ્રમાં એગ્ય સ્થાને બેઠે, બીજા વપ્રમાં તિય રહ્યા, અને ત્રીજા વઝમાં વાહનો ગોઠવાયાં. તત્કાળ સેવક પુરૂષએ આવીને પ્રકુલિત નેત્રે પ્રભુ સમોસર્યાના સમાચાર પુરુષસિંહ વાસુદેવને કહ્યા. તેમને સાડાબાર કેટી રૂપીયા ઈનામમાં આપી પુરુષસિંહ વાસુદેવ સુદર્શન બળદેવ સહિત સમોસરણમાં આવ્યા. ત્યાં પ્રભુને ભક્તિ પૂર્વક પ્રદક્ષિણા અને નમસ્કાર કરીને વાસુદેવ જયેષ્ઠ બંધુ સાથે ઈદ્રની પછવાડે બેઠા. પછી ઈદ્ર, વાસુદેવ અને સુદર્શન ફરીવાર સ્વામીને નમી પ્રભુની ભક્તિથી અસંતુષ્ટ હોય તેમ હર્ષથી સ્તુતિ કરવા લાગ્યા. જગતના નેત્રરૂપ, ચકોર પક્ષીને આનંદ આપવામાં ચંદ્રરૂપ અને મિથ્યાત્વ રૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય રૂપ એવા હે જગત્પતિ ધર્મનાથ! તમે વિજય પામે. હે “નાથ! તમે છદ્મસ્થપણે ચિરકાળ રહ્યા તે છતાં છદ્મ (કપટ) રહિત છે, અને અનંત દર્શન છતાં અનેક દર્શનને બાધ કરનારા છે. તમારી દેશના રૂપ જળના પૂરથી જેમને “આત્મા પ્લાવિત થયેલ છે તે પ્રાણીઓની કર્મની મલીનતા તત્કાળ ધોવાઈ જાય છે. તેવી રીતે તમારા ચરણમૂળની છાયાથી પ્રાણીઓના સંતાપ શમી જાય છે, તેથી રીતે મેઘ “અને વૃક્ષની છાયામાં પણ સંતાપ શમતો નથી. હે પ્રભુ! તમારા દર્શન કરવાથી થયેલા નિ:સ્પદ શરીરવાળાં પ્રાણીઓ જાણે કોતરેલી પુતળીઓ હોય તેવા જણાય છે. હે “જગતુબંધુ! આ ત્રણ જગત્ સ્વભાવાદિની કેટલીક વિરૂદ્ધતાથી જુદું જુદું છે, પણ આજે “તમારા પ્રભાવથી એકત્ર મળી જઈને બંધરૂપે થઈ ગયેલું છે. આ ત્રિખંડ ભરતક્ષેત્રના “મૂળ સ્થાનના દેવતા રૂપ હે પ્રભુ! જેમને બીજું કઈ શરણ નથી એવા અમારી તમે રક્ષા કરે. હે જગત્પતિ ! અમે તમને વારંવાર પ્રાર્થીએ છીએ કે હમેશાં તમારા ચરણકમળમાં અમારું મન ભ્રમરની ચેષ્ટા કરો.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઈદ્ર, વાસુદેવ અને બલભદ્ર વિરામ પામ્યા પછી ભગવાન ધર્મનાથ પ્રભુએ આ પ્રમાણે ધર્મદેશના આપી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વર્ગમાં મોક્ષ વર્ગ અગ્રણી છે. તેને યોગ કરાવનાર કારણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન છે. તેને અનુસરનારી મતિ “ તે જ્ઞાન, સમ્યક પ્રકારની શ્રદ્ધા તે દર્શન અને સર્વ સાવધ રોગને ત્યાગ તે ચારિત્ર “કહેવાય છે. પ્રાણીને આત્મા જ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ છે, અથવા તદામકપણેજ તે શરીરમાં રહેલું છે; મેહનો ત્યાગ થકી જે પિતાના આત્મા વડે આત્માને વિષે આ“માને જાણે છે તે જ તેના જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. આત્માને અજ્ઞાનપણથી ઉત્પન્ન
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy