SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ પર્વ૬૪ થું “બાદર કષાયેના નિવલા પરિણામનો ફેરફાર થતું નથી, સર્વના એક સરખાજ પ્રણામ જયાં વે છે તે અનિવૃત્તિ બાદર નામે નવમું ગુણસ્થાનક છે. તેની પ્રાપ્તિવાળા મુનિ “ઉપશમ શ્રેણી કે ક્ષપકશ્રેણપર આરૂઢ હોય છે. ૧૦ પૂર્વે નવમે ગુણઠાણે લોભ નામને “કષાય સૂમ કીટ્ટી રૂપ કરેલ છે તેને વેદતાં સૂક્ષ્મ સંપાય નામે દશમું ગુણસ્થાનક “થાય છે, તેમાં પ્રાપ્ત થયેલ મુનિ પણ ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણી પર આરૂઢ હોય છે. “૧૧ મેહને ઉપશમ થવાથી ઉપશાંત મહ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે, અને ૧૨ મહિને “ક્ષય કરવાથી ક્ષીણ મોહ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. ૧૩ ઘાતિકર્મને ક્ષય થવાથી કેવળ“જ્ઞાનની ઉત્પત્તિ થાય છે તે સયોગી કેવળી નામે તેરમું ગુણસ્થાનક છે, અને ૧૪ મન, “વચન, કાયાના કેગનો ક્ષય થવાથી અગી કેવળી નામે ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય “છે. આ પ્રમાણે જીવતવનું સ્વરૂપ જાણવું. “હવે અજીવ તત્ત્વનું સ્વરૂપ કહે છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, “કાળ અને પુદગળાસ્તિકાય એ પાંચ અજીવ દ્રવ્યને જીવ દ્રવ્ય સહિત કરવાથી ષટ દ્રવ્ય “થાય છે. તે જ દ્રવ્યમાં કાળ વિના પાંચ દ્રવ્ય પ્રદેશ સમૂહ રૂપ છે. જીવ વિના બાકીના દ્રવ્ય અચેતન અને અકર્તા છે. કાળ વિના બાકીના દ્રવ્ય અસ્તિકાય છે અને પુગળ વિના “બાકીના દ્રવ્ય અરૂપી છે. છએ દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સરૂપી છે. પદ્દગળે સ્પર્શ, “રસ, ગંધ અને વર્ણ રૂપે છે. તેના અણુ અને સ્કંધ એવા બે પ્રકાર છે. અણુ અબદ્ધ છે “અને સ્કંધ બદ્ધ છે. જે બદ્ધ સ્કંધ છે તે વર્ણ, ગંધ, રસ, શબ્દ, સૂક્ષ્મ, સ્થળ, સંસ્થાન અંધકાર, આતપ, ઉદ્યોત, પ્રભા અને છાયા રૂપે પરિણમે છે, અને તે જ્ઞાનાવરણાદિ કર્મ, “પાંચ પ્રકારના શરીર, મન, ભાષા, ગમનાદિ ચેષ્ટા અને શ્વાસોચ્છવાસના દાયક છે; તેમજ “સુખ, દુઃખ, જીવિત અને મૃત્યુરૂપ ઉપગ્રહના કરનારા છે. આ લેકમાં ધર્માસ્તિકાય, અધ“ર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ તે પ્રત્યેકે એકેકજ દ્રવ્ય છે, અને તે સર્વદા “અમૂર્ત, નિષ્ક્રિય અને સ્થિર છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક જીવના પ્રદેશ જેટલા “અસંખ્યાત પ્રદેશવાળા અને સકળ લેકવ્યાપી છે. તેમાં પોતાની મેળે હાલવા ચાલવાને પ્રવેલા છેને તથા પુગળને, સર્વ ગમનક્રિયામાં મતસ્યાદિકની ગતિને જળની જેમ “ધર્માસ્તિકાય સહાયકારી હોય છે, અને જીવ તથા પુગળો પોતાની મેળે સ્થિર રહે છે ત્યારે વટેમાર્ગને છાયાની જેમ અધર્માસ્તિકાય સહાયકારી હોય છે. વળી સર્વ વ્યાપી, “નિજસ્વરૂપાધારે રહેલ, પર સર્વ વસ્તુને આધાર આપનાર, કાલેકવ્યાપી, અનંત પ્રદેશી આકાશાસ્તિકાય છે. કાકાશના પ્રદેશમાં અભિન્નપણે રહેલા જે કાળના અણુઓ (સમય) “છે તે ભાવોનું પરાવર્તન કરે છે તેથી મુખ્ય કાળ તે કહેવાય છે, અને જયતિ શાસ્ત્રમાં સમયાદિકથી જેનું માન કરવામાં આવ્યું છે તેને કાળવેત્તાઓ વ્યવહારિક કાળ કહે છે. “આ જગમાં સર્વ પદાર્થો નવીન અને જીર્ણ રૂપથી જે પરાવર્તન પામ્યા કરે છે તે કાળ“નું જ ચેષ્ટિત છે. કાળક્રીડાની વિડંબનાથી સવા પદાર્થો વર્તમાનના ભૂતકાળની સ્થિતિ પામે “છે અને ભવિષ્યના વર્તમાન સ્થિતિ પામે છે. આ પ્રમાણે અજીવતત્ત્વનું સ્વરૂપ જાણવું. “મન, વચન અને કાયાની જે વર્તન તે આશ્રવ છે. તેમાં શુભ વર્તન તે પુણ્યબંધને હેતુ છે, અને અશુભ વર્તન તે પાપબંધનો હેતુ છે. એ ત્રીજુ આશ્રવતવ સમજવું. સર્વે આશ્રાને દેશધ કરવાનું જે કારણે તે સંવર કહેવાય છે, અને સ ૮ રના હેતભૂત જે કમ તેની જે જરણા (વિનાશ) તેને નિર્જરા કહે છે. આ પ્રમાણે “ ચોથું અને પાંચમું સંવર નિર્જરા તત્ત્વ છે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy