SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ થો. શ્રી અનંતનાથ ચરિત્ર. આ સંસારમાં પણ મોક્ષની પેઠે પ્રાણીઓને અનંત સુખ આપનારા તેમજ જેમણે અનંત ચતુષ્ટયને સિદ્ધ કરેલા છે એવા શ્રી અનંતનાથ ભગવાન તમારી રક્ષા કરે. અપાર સંસાર રૂપ સમુદ્રને તારવામાં વહાણની જેવું તે શ્રી અનંતનાથ ભગવંતનું ચરિત્ર હવે કહેવામાં આવે છે. ધાતકીખંડ દ્વીપમાં પ્રાવિદેહ ક્ષેત્રના ઐરાવત નામના વિજયને વિષે અરિષ્ટા નામે એક મોટી નગરી છે. તેમાં શત્રુઓના રથવાળા સૌન્યના રથમૂહને ખુલના કરવામાં ગિરિ સમાન પધરથ નામે મહારથી રાજા રાજય કરે છે. તેમણે સર્વ શત્રુઓને વિજય કરી બધી ઋદ્ધિ સાધી હતી, તથાપિ મોક્ષલક્ષમીને સાધવામાં ઉત્સુક થવાથી તે સર્વને તૃણસમાન ગણવા લાગ્યા. તેઓ ઉદ્યાનમાં વિહારલીલા, વાપિઓમાં જલક્રીડા, ગાંધર્વોના સંગીતનું અવલોકન, હાથીઘેડા વિગેરે વાહનની વિચિત્ર ગતિનું દર્શન, વસંતના તથા કૌમુદીના મહોત્સવ જેવા કીડા ઉત્સવનું નિરીક્ષણ, નાટકાદિક દશ રૂપકના અભિનયને ઉત્સવ, સ્વગના વિમાન જેવા મહેલમાં નિવાસ અને વિચિત્ર વસ્ત્રના વેષ, અંગરાગ અને આભૂષણનું ધારણએ સર્વ માત્ર લેકરીતિને અનુસરીને અનુભવતા હતા, પણ રાગપૂર્વક કાંઈપણ અનુભવતા નહોતા. આ પ્રમાણે કેટલાએક કાળ ઉલ્લંઘન કરી છેવટે એ વિવેકી રાજાએ ચિત્તરક્ષ નામના ગુરૂના ચરણમાં જઈ દીક્ષા ગ્રહણ કરી. પછી અહંતની ભક્તિ વિગેરે સ્થાનોના આરાધનવડે તીર્થકર નામકર્મ બાંધી, મૃત્યુ પામી પ્રાણુત દેવ લોકમાં પુષ્પોત્તર વિમાને દેવતા થયા. આ જંબુદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધને વિષે ઈવાકુવંશ રૂપ પર્વતની ભૂમિમાં અયોધ્યા નામે ઉત્તમ નગરી છે. આસપાસ રહેલી નિર્મલ સ્વરછ જળવાળી ખાઈના મંડલથી રતિ વખતે જેની કેશવેણી છુટી ગઈ હોય તેવી રમણીના જેવી તે નગરી શોભતી હતી. તેમાં સારા નિષ્ક્રમ અને પ્રવેશવાળા, ઉત્તમ સંધિવાળા, અર્થવાળા અને સારી ભૂમિકાવાળા શ્રીમતનાં મંદિરે નાટકની પેઠે દીપતાં હતાં. તે ગૃહોની ઉપલી ભૂમિ ઉપર આવેલી સેનાની જાળીએ, જાણે પ્રત્યેક ગૃહલક્ષ્મીના મુગટ હોય તેવી પ્રકાશતી હતી. તેમાં રહેલાં દેહેરાસરમાં અહંત પ્રભુની પૂજાનાં પુષ્પોના ગંધને વહન કરનાર પવન, અમૃતના પાનની જેમ લોકોના તાપને હરી લેતે હતો. તે અયોધ્યા નગરીમાં અતિશય પરાક્રમવડે સિંહ જે અને નરસિંહમાં અગ્રેસર સિંહસેન નામે રાજા રાજ્ય કરતો હતો. પોતાનું કલ્યાણ કરવાની ઈચ્છાથી જેમ ઈષ્ટદેવની સમીપે ધરે તેમ ઘણા રાજાઓ ભક્તિ વડે તેને ઉત્તમ ભેટણ આપતાં હતાં. કિરણોથી ચંદ્રની જેમ ગુણીજનમાં અગ્રણી એ રાજા પોતાના ઉજજવળ ગુણોથી સર્વ જગતને પ્રસન્ન કરતો હતે. ગ્યતામાં વિચક્ષણ એ એ રાજા, સેવા કરવાને આવતા રાજપુત્રોની જેમ ધર્મ, અર્થ અને કામને સૌ સૌની યેગ્યતા પ્રમાણે ધારણ કરતું હતું. તેને ધર્મની
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy