SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું ૧૩૧ રીત બુદ્ધિ થાય છે. ચોરની પેઠે મારી ભેટને હરણ કરનાર એ નવા ભત્રિજાને પિતા બ્રાતા સહિત હું મારી નાખીશ.” મેરક આ પ્રમાણે કહી રહ્યા એટલે એક સચિવે કહ્યું- હે સ્વામી ! તે છોકરાઓ તે બાળક છે. તેથી તેમણે આમ કર્યું છે, પણ રૂદ્ર રાજા આપની ચિરકાલથી સેવા કરે છે, માટે આપે તેની ઉપર કેપ કર યુક્ત નથી. હું ધારું છું કે આ કાર્યમાં રૂદ્રરાજાની સંમતિ હશે નહીં, કેમકે આપની તરફ તેની આરાધના કરવાની જ ઈચ્છા વ છે. સ્વામીને થતા કેપમાં અને નદીના પૂરમાં કેણ વચ્ચે પડે એવી શંકાથીજ રૂદ્રરાજા આ સંબંધમાં વિલંબ કરતા હોય તેમ ખરેખર જણાય છે. માટે હે દેવ ! પ્રસન્ન થાઓ, મને આજ્ઞા આપે, અને તેને અભય આપ. જઈને તેણે લુંટી લીધી છે તે કરતાં વિશેષ ભેટ લઈ આવીશ.” મેરક પ્રતિવાસુદેવે તે પ્રમાણે કબુલ કર્યું એટલે તે મંત્રી ઉતાવળે દ્વારકામાં આવ્યું અને ત્યાં ભદ્ર અને સ્વયંભૂ કુમાર સાથે રાજસભામાં બેઠેલા રૂદ્રરાજાની પાસે આવી તેણે કહ્યું-“હે નૃપતિ ! તમારા પુત્રએ અજ્ઞાનથી આ શું કર્યું ? સ્વામીના મુખની લજજાએ તેના ધાનને પણ મરાય નહીં. હવે તે સર્વ ભેટ પાછી અર્પણ કરી દે જેથી તમારે માથે દેષ રહેશે નહીં. તમારા પુત્રના દેવને તેમની અજ્ઞાનતા ઢાંકી દેશે.” મંત્રીનાં આવાં વચન સાંભળી સ્વયંભૂકુમારે કહ્યું- હે મંત્રી ! સ્વામીભક્તિથી અને મારા પિતા તરફ પૂજ્યભાવથી તમે પવિત્ર બુદ્ધિવડે જે આ કહ્યું છે તે સત્ય અને ઉચિત છે, પણ બુદ્ધિથી નિરીક્ષણ કરશો તે તમને જણાઈ આવશે કે આ અમે ખુંચવી લીધું છે, તેમાં તે મેરકનું કેટલું લઈ લીધું છે ? પણ હવે અમે તે બધી પૃથ્વી ખુંચવી લઈશું; કારણકે આ આ ભૂમિજ વીર પુરૂષોને ભોગવવા ગ્ય છે. વળી યમરાજા પેઠે કોપ પામેલા આર્ય બલભદ્રની અને મારી ભુજાના બલને સહન કરવાને રણભૂમિમાં કેણ સમર્થ છે? માટે એ તમારા રાજાને જ મારીને હું અર્ધ ભારતને ભેગવશ કીડાની જેવા બીજા ઘણા રાજાઓને કુટવાથી શું લાભ છે ? તે મેરકે આ ભરતાદ્ધને પિતાના ભુજાબળથી તાબે કર્યું છે તે કાંઈ તેમના પિતાનું ન હતું. તેવી રીતના ન્યાયથી હવે બલવાનમાં પણ બલવાન એવા તે મારે તાબે થશે.” આ પ્રમાણે તેનું કહેવું સાંભળી વિસ્મય પામેલા તથા ભય પામેલા એ સચિવે તત્કાલ ત્યાંથી નીકળી એકદમ મેરક પાસે આવી યથાર્થ પણે તે વૃત્તાંત કહી સંભબાવ્યું. તેની દુ:શ્રવ વાણી સાંભળીને ઉન્મત્ત હાથીની જેમ ક્રોધ પામેલા મેરકરાજાએ સન્યના ભારથી પૃથ્વીને કંપાવતા સતા પ્રયાણ કર્યું. આ તરફ સ્વયંભૂ વાસુદેવે પણ રૂદ્રરાજા અને ભદ્ર કુમાર સહિત ગુફામાંથી કેશરીસિંહ નીકળે તેમ દ્વારકામાંથી બહાર નીકળી પ્રયાણ કર્યું. લોકો માં ક્ષોભ ઉત્પન્ન કરતા એવા ભયંકર સ્વયંભૂ અને મેરક રાહુ અને વિષ્ણુની જેમ અનુકમે એક ઠેકાણે આવી મળ્યા. શાસ્ત્રના પ્રહારથી ઉઠેલા અગ્નિવડે દિગંતરને વિકરાળ કરતું તે બંને સૈન્ય વચ્ચે મહાભયંકર યુદ્ધ પ્રવત્યું. પછી સ્વયંભૂએ સર્વ શત્રુઓને ઉચ્ચાટન કરવાના મંત્ર ધ્વનિ જે જેને મહા સ્વર છે એ પાંચજન્ય નામનો શંખ પૂર્યો. એ પાંચજન્ય શંખને ધ્વનિ સાંભળવાથી મેરકન સર્વ સૈનિકે ત્રાસ પામી ગયા. કેમકે કેશરીસિંહનો નાદ સાંભળીને હાથીએ ટકી શકતા નથી. પછી પિતાના સૈનિકોને એક બાજુએ રાખી, મેરકરાજા તેિજ રથમાં બેસીને કુકડાની જેમ સ્વયંભૂ કુમારની સામે યુદ્ધ કરવા આવ્યા. આપણે સૈનિકોને વૃથા સંહાર શા માટે કરો ?” એમ પરસ્પર બોલતા મહા ધનધરી તે બંને વિરો એક બીજાના ધનુષનું આસ્ફાલન કરવા લાગ્યા. સૂર્યમંડળને આચ્છા
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy