SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું ૧૨૯ છોડી દઈને તેણે સુવતાચાર્યની પાસે વ્રત ગ્રહણ કર્યું. પછી વિવિધ અભિગ્રહ ધારણ કરી અને દુશ્વર તપ આચરી, અંતકાલે અનશન કરી તે અનુત્તર વિમાનમા દેવતા થયા. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના આભૂષણરૂપ શ્રાવસ્તી નામની નગરીમાં ધનમિત્ર નામે એક રાજા થયો. એ ધનમિત્ર રાજાના સ્નેહને લીધે બલિ નામે એક બીજે રાજા તેનાજ અતિથિપણે તેજ નગરીમાં આવીને વસ્ય હતો. એક વખતે રાજા ધનમિત્ર બલિ રાજાની સાથે પાસાવડે ઘેતક્રીડા કરવા લાગ્યા. ધનમિત્રને બુદ્ધિવૈભવ ગમ અને ચરમાં અક્ષીણ હતો. સ્ત્રીઓની જેમ સેગટીઓને મારવામાં અને બાંધવામાં પરસ્પર પ્રવર્તતા એવા તે બંને રાજમિત્ર સંગ્રામની જેમ ઘણું ઉત્કટ દૂત વિસ્તારવા લાગ્યા. પરસ્પર સર્વ પ્રકારે વિજય મેળવવાની ઈચ્છા કરનારા તે બંને રાજાઓએ છેવટે પિતાના રાજયને પણમાં મૂકી રમવા માંડયું. કહ્યું છે કે ઘતાંધને બુદ્ધિ કયાંથી હોય? એમ રમતાં રમતાં ધનમિત્ર રાજા પિતાનું રાજ હારી બેઠો અને ક્ષણવારમાં રાંકના પુત્રની જે લક્ષમીરહિત અને એકલે થઈ નિસ્તેજપણે જીણું કપડાં પહેરીને જાણે ભૂત વળગ્યું હોય તેમ ભટકતો સર્વ ઠેકાણે અપમાન પામવા લાગ્યા. એક વખતે આમતેમ ભટકતા તે ધનમિત્રને સુદર્શન નામના એક મુનિ મળ્યા. તેમને નમસ્કાર કરીને લાંઘણ કરતો રેગી જેમ ઔષધનું પાન કરે તેમ તેણે તે મુનિ પાસેથી દેશનારૂપ અમૃતનું પાન કર્યું. તે દેશનાથી પ્રતિબંધ પામી તેણે તે મુનિરાજ પાસે દીક્ષા ગ્રહણ કરી અને ઘણા કાળ સુધી પાળી, પણ પિતાને થયેલા અપમાનને ભૂલી ગયે નહીં. છેવટે તેણે નિયાણું કર્યું કે “મારા તપચારિત્રના પ્રભાવથી હું ભવાંતરે બલિરાજાને વધ કરનાર થાઉં.” આવું નિયાણું બાંધી અનશનકર્મથી મૃત્યુ પામીને તે બારમા અશ્રુત કલ્પમાં ઉત્કૃષ્ટ આયુષવાળા દેવતા થયે. બલિરાજા પણ યતિલિંગ ધારણ કરી કેટલેક કાલે મૃત્યુ પામીને દેવલેકમાં મહદ્ધિક દેવતા થયે. ત્યાંથી ચવીને તે ભરતક્ષેત્રમાં આવેલા નંદનપુર નામના નગરમાં સમરકેશરી રાજાની સુંદરી નામે રાણીની કુક્ષી થકી પુત્રરૂપે ઉત્પન્ન થયે. સ્નિગ્ધ અંજન જેવી કાંતિવાળે, સાઠ ધનુષ ઊંચા શરીરવાળે અને સાઠ લાખ વર્ષના આયુષ્યવાળો તે અદ્દભુત પરાક્રમી થયે. એ પ્રતાપી કુમારે વૈતાઢય પર્વત સુધી ભરતાદ્ધને સાધી લીધું, અને અદ્ધચક્રધારી મેરિક નામે પ્રતિવાસુદેવ થયે. વાયુની સામે જેમ બી વિશેષ વેગવાન ન હોય અને સૂર્યની સામે જેમ બીજે વિશેષ તેજસ્વી ન હોય તેમ તેની સામે બીજે કઈ રાજા સ્પર્ધા કરનાર પ્રતિમલ્લ જેવો હતો નહીં. દેવની જેમ તેની આજ્ઞાને પણ કઈ ઉલ્લંઘન કરી શકતું નહીં; માત્ર રક્ષાના શિખાબંધની જેમ તેની આજ્ઞાને સર્વે મસ્તક ઉપર ધારણ કરતા હતા. આ ભરતક્ષેત્રમાં દ્વારકા નગરીને વિષે સમુદ્રના જેવો ગંભીર રૂદ્ર નામે એક રાજા થર્યો. તેને જાણે સાક્ષાત્ લક્ષ્મી અને પૃથ્વી હોય તેવી સુપ્રભા અને પૃથિવી નામે રૂપ તથા ગુણની શોભાથી મનહર એવી બે કાંતા હતી. તેમાંની સુપ્રભાદેવીના ઉદરમાં નંદિસુમિત્રને જીવ અનુત્તર વિમાનથી ચવીને અવતર્યો. સુતેલા સુપ્રભાદેવીએ બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહા સ્વપ્ન રાત્રિના શેષ ભાગમાં અવલે ક્યાં અનુક્રમે નવમાસ અને સાડાસાત દિવસે ગયા, એટલે સુપ્રભાદેવીએ કાંતિથી ચંદ્ર જેવા એક પુત્રને જન્મ આપે. ૧૭.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy