SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ ૪ સ્થુ ૧૨૧ એના કાચી માટીના ઢેફાની પેઠે મુષ્ટિથી તાડન કરી ચૂરેચૂરા કરી નાખીશ.’” વાસુદેવે તેનાં આવાં ગ યુક્ત વચને સાંભળીને ભમતા સૂર્યંના ભ્રમને આપનારા અને ખેચરાને ત્રાસ પમાડનારા તે ચક્રને ભમાવીને પ્રતિવાસુદેવની ઉપર મૃકયુ. તેણે કમલના નાળવાની પેઠે લીલામાત્રમાં તારકરાજાનું મસ્તક છેદી નાખ્યું; અને પાછું વાસુદેવના હાથમાં આવીને ઉભું રહ્યું. તે વખતે દ્વિપૃષ્ટની ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, અને તારક રાજાની ઉપર તેના અંતઃપુરની સ્ત્રીએનાં નેત્રામાંથી અશ્રુજળની વૃષ્ટિ થઇ. તારકના પક્ષના જે રાજાએ હતા તેઆએ વેતસ નામના વૃક્ષની જેવી વૃત્તિ ધારણ કરીને દ્વિધૃષ્ટ રાજા પાસે આવી પોતાના આત્માનું રક્ષણ કર્યું..., કારણકે શક્તિવાનની પાસે એજ ઉપાય કરવા ચાગ્ય છે. એ ચડાઇના આરભથીજ ઉત્તમ સાધના સાથે લઈને તેણે સ દક્ષિણ ભરતાને સાધી લીધું. મગ, વરદામ અને પ્રભાસતીના અધિપતિદેવતાઆને તેણે એક સામ`ત રાજાની માફક લીલામાત્રમાં જીતી લીધા. દિગ્યાત્રા કરીને પાછા વળતા તેઓ મગધ દેશમાં આવ્યા. ત્યાં ક્રોડ પુરૂષોએ ઉપડી શકે એવી એક માટી શીલા તેના જોવામાં આવી. શત્રુઓને વિપરીત એવા વાસુદેવે ગજેન્દ્ર જેમ કમલને ઉપાડે તેમ લીલામાત્રમાં તે શિલાને વામભુજાવડે લલાટ સુધી ઊંચી કરી. સ ભુજાધારી એ માં અગ્રેસર એવા વિષ્ણુ તેને પાછી ચેગ્ય સ્થાને મૂકીને ત્યાંથી ચાલતાં કેટલાએક દિવસે દ્વારકામાં આવ્યા. ત્યાં બ્રહ્મરાજાએ, વિજયકુમારે અને સરાજાએ મળીને દ્વિષ્ટને સિ’હાસન ઉપર બેસાડી અર્ધું ચક્રીપણાને અભિષેક કર્યાં. તે સમયે એક માસ છદ્મસ્થપણામાં વિહાર કરી ત્રણ જગતના પતિ વાસુપૂજયપ્રભુ વિહારગૃહ નામના ઉદ્યાનમાં જયાં દીક્ષા લીધી હતી તેજ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પાટલ (ગુલાખ)ના વૃક્ષ નીચે રહેલા પ્રભુને શુકલ ધ્યાનને બીજે પાયે વતતાં પ્રાતઃકાલે અધકાર નાશ પામે તેમ ઘાતિકમ નાશ પામ્યાં, એટલે માઘ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચ'દ્ર શતભિષા નક્ષત્રમાં આવતાં ચતુર્થ તપવાળા પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં એ સમવસરણ રચ્યું. એ દિગ્ધ સમવસરણમાં બીરાજીને પ્રભુએ દેશના આપી. ભગવ'તને સૂક્ષ્મ વિગેરે છાસઠ ગણધરો થયા. બીજી પારષીએ મુખ્ય ગણધરે પાદપીઠપર બેસીને દેશના આપી. તેમના તીર્થમાં હંસના વાહનવાળા શ્વેતવણી બે દક્ષિણ ભુજામાં બીજોર્ અને માણુને ધરનારા અને વામ ભુજામાં નકુલ અને ધનુષને ધરનારા કુમાર નામના યક્ષ વાસુપૂજ્ય પ્રભુના શાસનનેા અધિષ્ઠાયક઼ દેવ થયેા. તેમજ શ્યામવર્ણવાળી, અશ્વના વાહનવાળી, એ દક્ષિણ ભુજામાં વરદ અને શિકતને ધરનારી ને એ વામણુજામાં પુષ્પ અને ગઢાને રાખનારી ચંદ્રા નામે નિરંતર પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. તે અને શાસનદેવતાએ ચુકત એવા વાસુપૂજય ભગવાન્ વિહાર કરતાં કરતાં એકદા દ્વારકાની સમીપની ભૂમિએ આવીને સમવસર્યા. ત્યાં ઇંદ્રાદિક દેવાએ આઠસો ને ચાલીશ ધનુષ ઊંચું જેમાં અશાક વૃક્ષ છે એવું સમવસરણ રચ્યું. તેમાં પ્રવેશ કરી, અશોક વૃક્ષને પ્રદક્ષિણા દઈને તાયનમઃ એમ બોલતા પ્રભુ પૂર્વાભિમુખે સિંહાસન ઉપર આરૂઢ થયા. પ્રભુના પ્રભાવથી બીજી દિશામાં પ્રભુની જેવાજ તેમના પ્રતિબિંબ દેવતાઓએ વિકા. પછી ચતુર્વિધ સંઘ પ્રથમ ગઢમાં ચાગ્ય સ્થાને બેઠા, મધ્ય વપ્રમાં તિય ચો બેઠા, અને નીચેના વપ્રમાં સના વાહના રહ્યાં. ૧૬
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy