SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૨ જો ૧૧૮ સમય આવતાં કમલને જેમ ગંગા અને ચંદ્રને જેમ પૂદિશા પ્રસર્વે તેમ ફાટિકમણિના જેવા નિલ કુમારને તેમણે જન્મ આપ્યો. બ દિવાનાને કારાગૃહમાંથી મુકત કરવા વિગેરે સુકૃત્યાથી જગતને પરમહ આપતા એવા બ્રહ્મરાજાએ પુત્રનું વિજય એવું નામ પાડયું. જુદાં જુદાં કાર્ય માટે નિમાયેલી પાંચ ધાત્રીમાતાઓએ લાલનપાલન કરેલા એ કુમાર શરીરની શેાભાની સાથે વાવૃદ્ધિને પામ્યા. કાનમાં સુવર્ણના ચપલ અકાટા, કંઠમાં નાભિસુધી લટકતા રત્નનેા હાર, કટિભાગમાં સુવર્ણની કટારી સાથે કનકની કિટમેખલા, પગમાં વાગતી રત્નની ઘુઘરમાળ અને મસ્તક ઉપર કાનશીઆને ધારણ કરતા એ કુમાર સર્વાંને હ પમાડતા હતા. હવે પ્રાણત દેવલેાકમાંથી ચ્યવીને પર્વત રાજાના જીવ સરસી ( તલાવડી ) માં હુંસની પેઠે ઉમાદેવીની કુક્ષિમાં અવતર્યા. સુખે સુતેલા ઉમાદેવીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહાસ્વપ્નો મુખમાં પ્રવેશ કરતાં જોયાં, અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસની ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં વર્ષાઋતુ જેમ પૂર્ણ મેઘને જન્મ આપે તેમ તેણે શ્યામ વર્ણ વાળા કુમારને જન્મ આપ્યા. કુમારના જન્મથી જાણે પરબ્રહ્મમાં નિમગ્ન થયા હોય તેવા બ્રહ્મરાજાએ હર્ષ થી યાચકોને પ્રસન્ન કરવા પૂર્વક પુત્રજન્મના મોટો ઉત્સવ કર્યા. શુભ એવા ગ્રહ, નક્ષત્ર, તિથિ અને વારમાં કુમારનુ દ્વિપૃષ્ઠ એવુ યથાર્થ નામ પાડયું. તાપસેાની સ્ત્રીઓ પોતાના આંગણામાં ઉગેલા ક‘કલિના વૃક્ષનું જેમ લાલનપાલન કરે તેમ પાંચ ધાત્રીઓએ જુદાંજુદાં કાવડે તેનુ' લાલનપાલન કરવા માંડયુ. સ્વેચ્છાથી ઉછળતા અને દોડતા એ ચપલ બાળકને પારાની જેમ તે ધાત્રીએ હાથથી પકડી શકતી નહી. પિતા, માતા અને જ્યેષ્ઠ અ જેમને હુ સાથે પેાતાના અંતરસ્નેહ ખતાવતા હતા એવા બીજા વાસુદેવ પ્રતિદિન વધવા લાગ્યા. જાણે છઠ્ઠી ધાત્રીમાતા હોય તેમ વિજય કુમાર તે કુમારને તેની ઉપરના અત્યંત સ્નેહથી કેડ ઉપર, હૃદય ઉપર, પૃષ્ઠ ભાગ ઉપર અને સ્કંધ ઉપર વારવાર તેડતા હતા. દ્વિપૃષ્ટ કુમાર પણ સ્નેહરૂપી કામણથી અધાઈને વિજયકુમારને અનુસરીનેજ ઉભા રહેતા, ચાલતા, સુતા, બેસતા, જમતા અને પાણી પીતા હતા. જ્યારે સમય આવ્યા ત્યારે પિતાના અલવ્ય શાસનથી તેએએ ફ્કત વિદ્યાગુરૂને નિમિત્તરૂપ કરીને લીલામાત્રમાં સ કલા ગ્રહણ કરી લીધી. જેમનું મધ્ય ( હૃદયના આશય ) જાણવામાં આવતું નથી એવા ઉજજવળ અને શ્યામ વર્ણ વાળા તે બંને સહેાદરા જાણે મૂત્તિમાન ક્ષીરસમુદ્ર અને લવણુસમુદ્ર હોય તેવા જણાતા હતા. નીલાં અને પીળાં વસ્રોને ધારણ કરનારા તથા તાડ અને ગરૂડના ચિહ્નવાળા એ બંને કુમારો બાળક હતા તેા પણ તારક પ્રતિવાસુદેવની આજ્ઞાને જરાપણ માન્ય કરતા નહોતા. તેમના આજ્ઞાના અતિક્રમ, ભુજવીય અને અધૃષ્યપણું વિગેરે જોઈને તેના બાતમીદારોએ જઈ તારકને આ પ્રમાણે કહ્યુ - હે દેવ ! દ્વારકામાં બ્રહ્મરાજાને ઘેર સાથે મળેલા વાયુ અને અગ્નિની જેવા બે અતિદુર્ગંદ કુમારો ઉત્પન્ન થયેલા છે, તેએ તમારી આજ્ઞાને માનતા નથી. સર્વ શાસ્ત્રોની અંદર કુશળતા અને વિદ્યાની સિદ્ધિએ તેના ભુજદ'ડના ખલને અહંકારરૂપ થયેલી છે. તેથી હે દેવ ! તમારા સંબ– ધમાં આ શુભ હોય તેમ જણાતું નથી; માટે તમને જેમ ચાગ્ય લાગે તેમ કરો, અમે તા તમારા સેવકેા છીએ.’' આવાં વચન સાંભળીને તારકરાજાનાં નેત્રા કાપથી ચપલ થઈને ફરકવા લાગ્યાં. તરતજ મોટા પરાક્રમવાળા પોતાના સેનાપતિને મેલાવીને તેણે આજ્ઞા કરી કે અરે સેનાપતિ ! એકદમ સર્વ રીતે તૈયાર થઇ જાઓ અને સામતરાજાઓને એલાવવામાં હૃતિકારૂપ ભ’ભાને વગાડો. કેમકે વક્ર બુદ્ધિવાળા એ બ્રહ્મરાજાને પુત્રા સહિત મારી નાખવા છે. ઉપેક્ષા કરેલા શત્રુ વ્યાધિની પેઠે પરિણામે વિષરૂપ થાય છે.” રાજા
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy